________________
૧૨૪|૧/૧/૩૭
પ્રમાણમીમાંસા
§ १४०. कथमस्य प्रमाणत्वम् ? करणं हि तत् साधकतमं च करणमुच्यते । अव्यवहितफलं च' तस्यां सत्यार्थप्रकाशसिद्धेः ॥३७॥
तदित्याह -
$ १४१. 'तस्याम्' इति कर्तृस्थायां प्रमाणरूपायां क्रियायां 'सत्याम्' 'अर्थप्रकाशस्य' फलस्य 'सिद्धेः' व्यवस्थापनात् । एकज्ञानगतत्वेन प्रमाणफलयोरभेदो, व्यवस्थाप्यव्यवस्थापकभावात्तु भेद इति भेदाभेदरूपः स्याद्वादमबाधितमनुपतति प्रमाणफलभाव इतीदमखिलप्रमाणसाधारणमव्यवहितं फलमुक्तम् In
$ १४२. अव्यवहितमेव फलान्तरमाह
[ તથાદિ ટિ.૪નો ભાવાર્થ →બીજી વાત એમ છે કે વહ્નિથી કાષ્ઠ બળે છે, ત્યાં અગ્નિમાં કોઈક દાહક શક્તિ માનવી પડશે, જેના વ્યાપારથી લાકડા બળે છે, તેમ લાકડામાં પણ કોઇક દાહક્રિયા થતી માનવી જોઇએ, જેનાથી તે ભસ્મસાત્ બને છે. છતાં તે બન્ને દાહ ક્રિયા રૂપ છે. તેમ આત્મામાં જ્ઞાન શક્તિ છે, તેના વ્યાપારથી પદાર્થ જણાય છે અને પદાર્થમાં પણ તેવી જ્ઞપ્તિ થતી હોવી જોઇએ જેનાથી પદાર્થ જ્ઞાત બને છે, એટલે જ અતીન્દ્રિય પદાર્થમાં આપણા જેવાની જ્ઞાનશક્તિ પહોંચતી નથી તેથી તેમાં કોઈ જ્ઞાન ક્રિયા ન થવાથી અજ્ઞાત જ રહે છે. જેમ બેટરીનો પ્રકાશ જ્યાં ન પહોંચે તે અપ્રકાશિત જ રહે તેથી વધારે પાવરવાળી બેટરી હોય તો ત્યાં પણ પ્રકાશ જાય તેમ તીવ્રજ્ઞાન શક્તિ હોય તો તેવા પદાર્થને પણ જાણી શકે. વસ્તુતઃ બન્ને ક્રિયા એક જ છે. પણ કર્તામાં જ્ઞાન હોય તો જ અર્થનું પ્રકાશન થાય છે. ] II૩થી
૧૪૦. આને પ્રમાણ કેમ કહેવાય ? તેનો જવાબ એ જ કે તે કરણ છે, કરણ તેજ કહેવાય જે સાધકતમ હોય અને વ્યવધાન વિના કાર્યની ઉત્પત્તિ જેનાથી થતી હોય છે.
આ વાત સૂત્ર દ્વારા દર્શાવે છે.....
ર્તૃસ્થ ક્રિયા હોતે છતે અર્થ પ્રકાશ રૂપ ફળની સિદ્ધિ થાય છે 139ll
૧૪૧. એમ પ્રમાણ અને ફળ એક જ જ્ઞાનગત હોવાથી અભિન્ન છે. પરંતુ વ્યવસ્થા-વ્યવસ્થાપકના ભેદથી ભિન્ન છે. જ્ઞપ્તિ ક્રિયા કર્મમાં રહે તે ફળ અને કર્તામાં રહે તે પ્રમાણ. જ્ઞપ્તિનામની ક્રિયા વિષયતા સંબંધથી પદાર્થમાં=કર્મમાં રહે છે અને સમવાય સંબંધથી આત્મામાં રહે છે, આ ક્રિયાતો એક જ છે, જેમ સંયોગ એક જ હોય છતાં પ્રતિયોગિતા સબંધથી ઘટમાં અને અનુયોગિતા સબંધથી ભૂતલમાં રહે છે, ત્યારે “ભૂતલેઘટ:” આવી પ્રતીતિ થાય છે. એમ જ્ઞાનાત્મક વ્યાપાર કર્મતરફ ઉન્મુખ બને એટલેતેને પ્રકાશિત કરે / તેનું ભાન કરાવે છે તે ફળ થયું, અને આ વ્યાપાર આત્મામાં ચાલ્યો ન હોત તો અર્થનું ભાન થાત નહીં એમ અર્થના પ્રકાશ માટે આ ક્રિયા આત્મામાં હોવી અત્યંત આવશ્યક છે એટલે સાધકતમ હોવાથી આને કરણ કહેવાય છે. જેમ બેટરીના બલ્બમાં પ્રકાશ ન હોય તો સામેના પદાર્થને પ્રકાશિત ન કરી શકે, અને એ પ્રકાશ કઈ અલગ નથી જે પ્રકાશ બેટરીના બલ્બમાં દેખાય છે તે જ પ્રકાશ પદાર્થ ઉપર પડે છે.
માટે વ્યવસ્થાની અપેક્ષાએ ભેદ છે. એમ ફલ- પ્રમાણમાં ભેદાભેદ છે. એટલે અહીં પ્રમાણફલમાં અબાધિત એવો સ્યાદ્વાદ લાગુ પડે છે. એ પ્રમાણે આ સમસ્ત પ્રમાણોનું સાક્ષાત્ સામાન્ય ફળ કહેવામાં આવ્યું. ॥૩॥ ૧૪૨ હવે બીજું સાક્ષાત્ ફળ દર્શાવે છે
? -૦ાં સતિ- ૩ ।