________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૨
૧૧૭
ततश्चाप्रतिपत्तिः ७ इति न विषयव्यवस्था ८ । नैवम्, प्रतीयमाने वस्तुनि विरोधस्यासम्भवात् । यत्सन्निधाने यो नोपलभ्यते स तस्य विरोधीति निश्चीयते। उपलभ्यमाने च वस्तुनि को विरोधगन्धावकाशः ?। नीला नीलयोरपि यद्येकत्रोपलम्भोऽस्ति तदा नास्ति विरोधः । एकत्र चित्रपटीज्ञाने सौगतैर्नीलानीलयोविरोधानभ्युपगमात्, 'यौगैश्चैकस्य चित्रस्य रूपस्याभ्युपगमात, एकस्यैव च पटादेश्चलाचलरक्तारक्तावृतानावृतादिविरुद्धधर्माणामुपलब्धेः प्रकृते को विरोधशङ्कावकाशः ?।
સંભવી ન શકે. ઘઉંની કે બાજરીની ખાત્રી કરી શકાય નહીં. (૮) વિષય વ્યવસ્થાનો અભાવજ્ઞાનનાં અભાવથી વિષય વ્યવસ્થા ખોરવાઈ જાય “આ ચોર જ છે, કે
આ સાહુકાર છે” આવું કોઈ ચોક્કસ જ્ઞાન ન થવાથી આવકાર આપવો કે તિરસ્કાર કરવો વગેરે કોઈ પણ જાતની પ્રવૃત્તિ તેનાં પ્રત્યે થઈ શકતી નથી. આ માટે ઉપયોગી છે,” એમ સમજીને હું ગ્રહણ કરું, બિન ઉપયોગી જાણી છોડી દઉં આવી કોઈ વ્યવસ્થા થઈ શકશે નહીં. જ્યારે પ્રમાણની પરીક્ષા જ આ વ્યવસ્થા માટે કરવાની હતી એટલે મૂળમાં જ કુઠારાઘાત થયો. એમ વસ્તુમાં સંશય રહેવાથી આ વસ્તુને આમ જ કહેવાય આવો વ્યપદેશ કરી શકાતો નથી. અને તેથી તેને વિષયાનુસાર પ્રવૃત્તિ પણ અટકી જાય છે.
આઠ દોષનો નિરાસ જૈન સ્યાદ્વાદમાં આવાં કોઈ દોષને અવકાશ નથી. સામે પડેલી વસ્તુ સાક્ષાત્ તે રૂપે પ્રતીત થતી હોય તેમાં વિરોધ અસંભવિત છે. “જેની હાજરીમાં જેની ઉપલબ્ધિ થતી નથી તે તેનો વિરોધી” એવું નક્કી કરી શકાય છે. ઉપલબ્ધ થનારી વસ્તુમાં વિરોધની ગંધ ક્યાંથી હોય? નીલ અને અનીલ પણ બન્ને એક ઠેકાણે જોવા મળી જાય તો તેમાં પણ વિરોધ ન રહે. બૌદ્ધોએ એક ચિત્રપટ જ્ઞાનમાં નીલ અને અનીલનો વિરોધ માન્યો નથી. યોગ મતાવલંબીઓએ પણ ચિત્રરૂપને એક જ માન્યુ, એક જ વસ્ત્ર વગેરેનો છેડો ઉડતો હોય શેષ સ્થિર હોય, કોઈક ઠેકાણે રંગાયેલુ હોય અન્ય ઠેકાણે રંગાયા વગરનું પણ હોય, અડધુ વસ્ત્ર કોઈક વસ્તુથી ઢંકાયેલુ હોય અને અડધુ ઢંકાયા વગરનું આદિ પરસ્પર વિરોધી ધર્મો જોવા મળે છે. તો પછી એક વસ્તુમાં દ્રવ્ય પર્યાય રૂપતા, વળી તેમાં ભેદભેદ માનવામાં વિરોધની શંકાને સ્થાન જ નથી.
આમ વિરોધ દોષના પરિહારથી વૈયધિકરણ્ય દોષનો પણ નિરાસ થઈ જાય છે. ઉપર કહેલી યુક્તિથી દ્રવ્ય પર્યાયનું એકાધિકરણ પ્રતીત થાય છે, તેથી વૈયધિકરણ્ય દોષ નથી રહેતો, કારણ કે સોનું દ્રવ્યરૂપે સ્થિર
૦ ૬. ૨. ૨૨૭].
૧ વાનપરા . ૨ વાટા વવનારા ૨ વોઃ પ્રત્યાહાર જેવી યા યા: “થપીસે" [ इत्यण् । ४ चित्ररूपस्य एकस्याऽवयविताऽभ्युपगमात् । ५ एकस्यैव पटा० -डे० ।