________________
૧૧૬ /૧/૧/૩૨
પ્રમાણમીમાંસા येन रूपेण भेदस्तेनाभेदो येनाभेदस्तेन भेद इति व्यतिकारः ५ । भेदाभेदात्मकत्वे च वस्तुनो विविक्तेनाकारेण निश्चेतुमशक्तेः संशयः ६ ।
- સંકર ઃ ગૃહસ્થ છકાયના વધવાળા મકાનમાં રહેનાર છે, સાધુ છકાયની રક્ષાવાળી વસતિમાં રહેનાર છે, એમ ભિન્ન અધિકરણવાળા ગૃહસ્થ અને સાધુને એક ઠેકાણે રહેવુ સંકર દોષ રૂપ બને છે. (સંયમવિરાધના વિ. થવાથી) ભેદને રહેવાનું સ્વરૂપ જુદુ છે અને અભેદને રહેવાનું સ્વરૂપ જુદુ છે, માટે ભિન્ન અધિકરણમાં રહેનાર છે. છતાં તમારે જે સ્વરૂપથી ભેદ છે તેજ સ્વરૂપમાં અભેદ પણ માનવો પડશે. માટે સંકર દોષ સ્પષ્ટ છે. (૫) વ્યતિકર જે રૂપથી ભેદ છે એજ રૂપથી અભેદ અને જે રૂપથી અભેદ તેજ રૂપથી ભેદ પણ માનવો
પડશે (કા.કે. તમે એક વસ્તુમાં ભેદભેદ માનેલો છે) તેથી વ્યતિકર અરસ-પરસ વિષય બદલાઈ જવો અર્થાત્ ઉલટસુલટી એ દોષ આવી પડે. એટલે તમારે જે સ્વભાવથી ભેદ માનવાનો હતો તે સ્વભાવથી અભેદ માનવાનું આવ્યું, અને જે સ્વભાવથી અભેદ માનવાનો હતો તે સ્વભાવથી ભેદ માનવાનું આવ્યું. જે માણસ દ્વારા તમારે માલ લાવવાનો હતો તેના દ્વારા પૈસા મંગાવ્યા અને જે માણસ દ્વારા તમારે પૈસા મંગાવવાના હતા તેના દ્વારા માલ અણાવ્યો. હવે માલ લાવવો એક મજૂર માણસનું કામ છે. જ્યારે પૈસા મંગાવવા એ એક વિશ્વાસુ માણસનું કામ છે, તેમાં ઉલટુ સુલટુ થાય તો કેવું ભયંકર નુકશાન થઈ જાય. તો તમે આ ભયાનક પરિણામનો વિચાર કેમ કરતા નથી? સંશય વસ્તુને ભેદાભદાત્મક માનતા પૃથક રૂપથી જુદુ જુદુ દર્શાવીને વસ્તુનો નિશ્ચય કરવો અશક્ય બની જવાથી સંશય દોષ આવશે. જેમકે ઘણી વસ્તુ પડી હોય તેમાંથી પેનનો ભેદ જણાય તો તેને અલગ તારવીને નિશ્ચયથી કહી શકાય કે આ પેન જ છે. પણ તેમની સાથે તેનો અભેદપણ હોય તો અલગ પાડીને સ્પષ્ટ રૂપે કેવી રીતે કહી શકાય કે આ પેનજ છે. (કા.કે. અભેદ હોવાથી જુદી તારવી જ ન શકાય) જેમ બાજરી ઘઉંનો લોટ મિશ્ર કરીને બનાવેલી રોટલીને આ ભાગ ઘઉંનો જ છે એમ કહી શકાતું નથી. અમુક ભાગ ઘઉંનો જ છે, અમુક બાજરીનો જ છે એમ નિશ્ચય ન કરી શકાય. કારણ કે બન્ને જુદા પડી શકતા નથી. જ્યારે છુટા ધાન્ય જુદા પડી શકે છે તો અલગ તારવીને તેમનો
નિશ્ચય કરી શકાય છે. (૭) અપ્રતિપત્તિ અજ્ઞાન, સંશય થવાથી વ્યવસ્થિત જ્ઞાનનો અભાવ થઈ જાય છે. બાજરી ઘઉં વિગેરે
બધુ મિશ્રિત હોવાના કારણે જુદા ન પડવાથી સંશય રહે છે, તેના કારણે તે વસ્તુનું વ્યવસ્થિત જ્ઞાન
१ परस्परविषयगमनं व्यतिकरः ।