________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૨
૧૧૩
सदसद्विलक्षणस्य प्रकारान्तरस्यासम्भवात् । अपि च पदार्थः सत्ता योगः' इति न त्रितयं चकास्ति । पदार्थसत्तयोश्च योगो यदि तादात्म्यम्, तदनभ्युपगमबाधितम् । अत एव न संयोगः समवायस्त्वनाश्रित इति सर्वं सर्वेण सम्बध्नीयान्न वा किञ्चित् केनचित् । एवं द्रव्यगुणकर्मणां द्रव्य त्वादिभिः, द्रव्यस्य द्रव्यगुणकर्मसामान्यविशेषैः, पृथिव्यप्तेजोवायूनां पृथिवीत्वादिभिः, आकाशादीनां च द्रव्याणां स्वगुणैर्योगे यथायोगं सर्वमभिधानीयम्, एकान्तभिन्नानां केनचित् कथञ्चित् सम्बन्धायोगात् इत्यौलूक्यपक्षेऽपि विषयव्यवस्था दुःस्था ।
વૈશેષિક = સત્તાના સમવાયની પૂર્વે પદાર્થ સત્ પણ નથી હોતો અને અસતું પણ નથી હોતો, પરંતુ સત્તાના સંબંધે સત બને છે.
જૈન આ તો માત્ર બોલવા પૂરતું જ છે.–તમારો વચન વિલાસ છે. અર્થાત્ બોલવાની હોશીયારી છે, સદ્ અસદ્ થી વિલક્ષણ ત્રીજો કોઈ પ્રકાર સંભવતો નથી. જે સતું નથી તે અસતું છે, અને જે અસતુ નથી તે સ છે, એનાથી જુદો ત્રીજો પ્રકાર જોવામાં આવતો નથી.
વળી પદાર્થ, સત્તા અને સંબંધ આ ત્રણેની પ્રતીતિ થતી નથી. જો પદાર્થ અને સત્તાનો સંબંધ તાદાભ્ય છે તો, તે તમે માનેલ ન હોવાથી બાધ આવે. સ્વથી ભિનમાં તમે તાદામ્ય સંબંધ માનતા નથી માટે એ તાદામ્ય સંબંધ અહીં માનવામાં આવે તો તમારા હિસાબે બાધિત બને છે. બન્ને દ્રવ્ય ન હોવાથી સંયોગ સંબંધ સ્વીકાર્યો નથી. સમવાય સંબંધ તો આશ્રય વગરનો (અર્થાત્ સર્વ વ્યાપી) સ્વતંત્ર છે. એટલે તેના દ્વારા સંબંધ કરવા જતા બધાની સાથે સંબંધ થઈ જશે. અથવા ન થાય તો કોઈની સાથે ન થાય.
આ દ્રવ્યનો દ્રવ્યત્વ સાથે, ગુણનો ગુણત્વ સાથે, કર્મનો કર્મત્વ સાથે, દ્રવ્યનો દ્રવ્ય એટલે અવયવનો અવયવી સાથે તેમજ ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ સાથે, પૃથ્વીનો પૃથ્વીત્વ અપનો અખ્ત, તેજસ નો તેજસ્વ, વાયુનો વાયુત્વની સાથે અને આકાશાદિ દ્રવ્યનો પોત પોતાનાં ગુણોની સાથે સંબંધની વાત કરતા યથાયોગ્ય ઉપરોક્ત બધુજ કથન કરી શકાય છે.
જિમ આકાશ દ્રવ્યનો શબ્દ ગુણ સાથે સંયોગ સંબંધ નથી, તાદાભ્ય તન્મય તરૂપ ન હોવાથી માનતા નથી, સમવાય માનો તો શબ્દ બીજા દ્રવ્યો સાથે કેમ ન જોડાયો કા.કે. તમારે હિસાબે તો સમવાય સંબંધ લાગુ પડયા પહેલા તો તે શબ્દ આકાશનો જ ગુણ તરીકે પ્રસિદ્ધ બનતો નથી એટલે સંબંધ થતા પહેલા તે શબ્દ બધા દ્રવ્યો પ્રત્યે સમાન રૂપે છે, માટે બધાની સાથે જોડાઈ શકે છે. જો આકાશમાં પહેલાથી જોડાયેલો માનશો, તો પછી સમવાયસંબંધ માનવાની જરૂર જ શી છે? જો કાગળ પહેલેથી એકબીજા સાથે સલંગ જોડાયેલ જ છે, તો તેમને ગુંદર લગાડવાની શી જરૂર ? આવી પ્રશ્નની લંગાર ઉપરોક્ત પદાર્થોના સંબંધમાં લાગુ પડે છે.] આનો સાર એ છે કે એકાન્ત ભિન્ન પદાર્થોનો કોઈની પણ સાથે કોઈ પણ જાતનો સંબંધ બની શકતો નથી.
१ पदार्थस. -डे । २ अनभ्युपगमबाधितत्वात् एव । ३ संयोगो हि द्रव्ययोरेव । ४ आदेर्गुणत्वकर्मत्वे । ५ केनचित् सम्ब०-ता०