________________
૧૧૨ /૧/૧/૩૨
પ્રમાણમીમાંસા
६ १२९. काणादास्तु द्रव्यपर्यायावु'भावप्युपागमन् पृथिव्यादीनि गुणाद्याधाररूपाणि द्रव्याणि, गुणादयस्त्वाधेयत्वात्पर्यायाः । ते च केचित् क्षणिका: केचिद्यावद्रव्यभाविनः, केचिन्नित्या' इति केवलमितरेतरविनि ठित धमिधर्माभ्युपगमान्न समीचीनविषयवादिनः । तथाहि-यदि द्रव्यादत्यन्तविलक्षणं सत्त्वं तदा द्रव्यमसदेव भवेत् । सत्तायोगात् सत्वमस्त्येवेति चेत्, असतां सत्तायोगेऽपि कतः सत्त्वम ? सतां तु निष्फलः सत्तायोगः । स्वरूपसत्त्वं भावानामस्त्येवेति चेत्, तर्हि किं शिखण्डिना सत्तायोगेन ?। सत्तायोगात् प्राभावो न सन्नाप्यसन्, सत्तासम्बन्धात्तु सन्निति चेत्, वाड्मात्रमेतत्, જીભે અડતા પણ તે સ્વાદ આપવાની ક્રિયા કરશે નહીં. એકાંત ક્ષણિક પર્યાયરૂપ માનશો તો પણ જીભે અડતાજ તે નાશ પામી જવાથી તૃપ્તિ નહીં કરાવી શકે. ઉત્તરક્ષણ ઉત્પન્નપાણીથી તૃપ્તિ ન માની શકાય, કા. કે. જીભે અડે એ પાણીથી તો તૃપ્તિ ન થઈ તો અણસ્પર્યા પાણીથી વૃશ્મિ માનવી અજુગતી છે, નહીંતર ઘડામાં પડેલા પાણીથી જ તૃપ્તિ થઈ જવાની આપત્તિ આવશે. એમ તે પાણી તૃતિકારક બની શકતું નથી માટે તેને પીવાની ક્રિયા કરવી વ્યર્થ થશે.] - બિૌદ્ધોએ જૈનો ઉપર આક્ષેપ કરેલો કે એક જ પદાર્થ સત્ અને અસ રૂપે ન બની શકે, કા.કે. એકનો એક જ પદાર્થ અર્થક્રિયાને કરવાવાળો અને નહીં કરવાવાળો આવું કેવી રીતે ઘટી શકે. એક જ માણસ આંખથી દેખે છે નથી દેખતો એ કેમ બને? એટલે સદસદવાદ-સ્યાદ્વાદ અયુક્ત છે. આચાર્ય હેમચંદ્રસૂરીએ આજ અર્થક્રિયાને શસ્ત્ર બનાવી તે બૌદ્ધનું ખંડન અને સ્વમતનું સ્થાપન- મંડન કર્યું છે. ]
૧૨૯. કાણાદ – (વૈશેષિક મતવાદીઓ) દ્રવ્ય અને પર્યાય બન્નેને પદાર્થ સ્વીકારી ગુણાદિનાં આધારભૂત પૃથ્વી વગેરે દ્રવ્યો છે, ગુણાદિ તો આધેય હોવાથી પર્યાય છે. તેમાં કેટલાક બુદ્ધિ વગેરે ક્ષણિક છે અને કેટલાક દ્રવ્ય રહે ત્યાં સુધી રહેનારા છે, એટલે ઘટાદિ દ્રવ્ય નાશ પામે ત્યારે તે ગુણો નાશપામે છે જેમ ઘટાદિના રૂપ વિશે, એમ સર્વદા રહેનારા નથી; તેમજ કેટલાક નિત્ય છે, જેમ કે જલપરમાણુના રૂપાદિ, ઘટત્વ વિ. સામાન્ય તે નિત્ય છે. નિત્ય તો સર્વદા રહે છે.
જૈના - પરન્તુ ધર્મ અને ધર્મને (પર્યાય ગુણ) સર્વથા ભિન્ન સ્વીકારતા હોવાથી વૈશેષિકોનું વિષય નિરૂપણ સમ્યફ ન કહેવાય. તેનું કારણ એ છે કે જો સત્તા (સામાન્ય) દ્રવ્યથી સર્વથા વિલક્ષણ- ભિન્ન હોય તો દ્રવ્ય અસત્ બની જશે.
વૈશેષિક – સત્તાનો સમવાય સંબંધ દ્રવ્યમાં હોવાથી દ્રવ્ય સત્ છે.
જૈના - સ્વમાં જે પર્યાય હયાત ન હોય તેવા પર્યાયની સાથે સંબંધ હોય તો પણ તે તદ્વાન ન બની શકે. અસત્ સત્તા=પરસામાન્યના યોગ= સંબંધથી સત્ ન બની શકે. જેમ કોમ્યુટરમાં જ્ઞાનનો યોગ કરવા છતાં તે કાંઈ ચેતન થોડું બની જાય છે? અને સ્વભાવથી સત્ છે તો સમવાયનો યોગ-સંબંધ નિષ્ફળ બની જશે.
વૈશિષિક – પદાર્થોમાં સ્વરૂપ સત્તા રહેલી જ છે.
જૈન > તો પછી શિખંડીરૂપ–નપુંસક સમાન સત્તાસમવાયની શી જરૂર? (તો પછી નપુંસક એવા સત્તાના યોગ વડે શું?)
૧ -૦નાવયુવા ૦-૦ ૨ અાલ્ય: ૨ પટાલિય: ૪ આથવા(પા) :) [ગનાાલિકાપુરપાનના વાવવા]