________________
૧૧૦/૧/૧/૩૨
પ્રમાણમીમાંસા
स ह्येको 'रूपादिक्षणो युगपदने कान् रसादिक्षणान् जनयन् यद्येकेन स्वभावेन जनयेत्तदा तेषामेकत्वं स्यादेकस्वभावजन्यत्वात् । अथ नानास्वभावैर्जनयति-किञ्चिदुपादानभावेन किञ्चित् सहकारित्वेन, ते तर्हि स्वभावास्तस्यात्मभूता अनात्मभूता वा ? अनात्मभूताश्चेत्, स्वभावहानिः । यदि तस्यात्मभूताः, तर्हि तस्यानेकत्वं स्वभावानां चैकत्वं प्रसज्येत । अथ य एवैकत्रोपादानभावः स एवान्यत्र सहकारिभाव इति न स्वभावभेद इष्यते, तर्हि नित्यस्यैकरूपस्यापि क्रमेण नानाकार्यकारिणः स्वभावभेदः कार्यसाङ्कर्यं च मा મૂલ્. (ભાવ) એક સાથે રસ ગંધ આદિ અનેક પદાર્થોને જો તે એક સ્વભાવથી ઉત્પન્ન કરતો હોય તો તે બધામાં એકત્વ-સમાનપણું આવી જશે, કારણ કે બધા એક સ્વભાવથી ઉત્પન્ન થયેલાં છે એટલે રૂપરસાદિ બધાનું સ્વરૂપ એક સરખું બની જશે.
ક્ષણિકવાદી ભિન્ન ભિન્ન અનેક સ્વભાવથી રૂપાદિ ઉત્પન્ન થાય છે, રૂપ પોતાનાં ઉત્તરક્ષણવર્તી રૂપને પ્રતિ ઉપાદાન કારણરૂપે બનીને અને રસાદિને પ્રતિ સહકારી-નિમિત્તકારણ બનીને તે રૂપ-રસાદિને ઉત્પન્ન કરે છે. એમ રસ આદિ પણ સજાતીય પ્રતિ ઉપાદાન બનીને અને વિજાતીય પ્રતિ નિમિત્ત કારણ બનીને રૂપ-રસાદિને પેદા કરે છે.
જૈના - જો આમ છે તો તે અનેક સ્વભાવ તે પદાર્થથી ભિન્ન છે કે અભિન? ભિન્ન હોય તો તે પદાર્થ સ્વભાવ વગરનો બની જશે અને એ અભિન્ન માનશો તો તે એક પદાર્થ અનેક રૂપ બની જશે એટલે કે તે નિરંશ ન રહી શકે. (કા.કે. સ્વભાવ અનેક છે અને પદાર્થ તેનાથી અભિન્ન છે, જેમ કળશ અને ઘટ અભિન્ન છે તો તે સમસંખ્યા વાળા જ જોવા મળે છે.) અથવા તેવા નિરંશ પદાર્થથી અનેક સ્વભાવ અભિન થવાથી બધા જ સ્વભાવ એક રૂપ જ બની જશે.
ક્ષણિકવાદી – એક ઠેકાણે ઉપાદાન હોવું તે જ બીજે ઠેકાણે સહકારી ભાવ છે. એટલે અમે સ્વભાવ ભેદ માનતાં જ નથી. (જેમ રૂપ રૂપને પ્રતિ ઉપાદાન હોય છે, તો તેને-રૂપને રસાદિ પ્રતિ નિમિત્ત કારણ મનાય છે.)
જૈના - તો નિત્ય એક રૂપ પદાર્થ પણ ક્રમથી વિવિધ કાર્ય કરે તો પણ તેમાં સ્વભાવ ભેદ અને નિત્યપદાર્થ એક જ સ્વભાવથી બધા કાર્ય કરતો હોય તો એક જ સાથે અનેક કાર્યનો શંભુ મેળો થવાનો પ્રસંગ આવશે નહીં, સદાકાળ એક જ સ્વભાવ હોય તો હંમેશા એક જ કાર્ય કરશે, હવે જો જુદા જુદા કાર્ય ક્રમથી કરશે તો ક્રમશઃ તેનો સ્વભાવ બદલાતો રહેશે એમ તેમાં સ્વભાવ ભેદ માનવો પડશે. જેમ સદા કાળ ઠંડા રહેવાનો જેનો સ્વભાવ છે છતાં તે થોડીવારમાં ગરમ, પછી પાછો ઠંડો અને તીવ્ર, મંદ અનેક જાતના કાર્ય કરતો હોય તો= જો એક જ સ્વભાવથી બધુ થતું હોય તો તેને એક સાથે ગરમ-ઠંડો વિગેરે થવાનો પ્રસંગ
१बीजपूरादौ । २ युगपदेकान्-ता ० ।