________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૨
૧૦૯ कालकृतस्य च क्रमस्यैवाभावात् । अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिर्देशक्रमः कालक्रमश्चाभिधीयते। न चैकान्तविनाशिनि सास्ति । यदाहुः
___यो यत्रैव स तत्रैव यो यदैव तदैव सः ।।
न देशकालयो ाप्ति र्भावा'नामिह' विद्यते ॥ ६ १२७. न च सन्तानापेक्षया पूर्वोत्तरक्षणानां क्रमः सम्भवति, सन्तानस्याऽवस्तुत्वात् । वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वं न तर्हि क्षणेभ्यः कश्चिद्विशेष :। अथाक्षणिकत्वम्, 'सुस्थितः पर्यायैकान्तवादः ! यदाहु:"अथापि नित्यं परमार्थसन्तं सन्ताननामानमुपैषि भावम् । उत्तिष्ठ भिक्षो ! फलितास्तवाशाः सोऽयं समाप्तः क्षणभङ्गवादः ॥" [न्यायम० पृ० ४६४] इति ।
६ १२८. नाप्यक्रमेण क्षणिकेऽर्थक्रिया सम्भवति । શકે છે, તેવો દેશમાં અને એક કાલથી બીજા કાલમાં રહી શકે તે કાળક્રમ એવાં ક્રમને પામી શકે છે. વિવિધ દેશકાળમાં વ્યાપ્તિ-વ્યાપ્ત થઈ રહેવું તેનું જ નામ દેશદ્રમ-કાળક્રમ છે. એકાન્તક્ષણ વિનાશી પદાર્થમાં તેનો સંભવ નથી. તેથી કહ્યું છે કે જે પદાર્થ જ્યાં જે જે કાળે ઉત્પન્ન થાય ત્યાં તે કાળમાં રહી જાય છે, અન્ય દેશકાળમાં જતો નથી. એટલે એકાન્ત પર્યાયવાદમાં દેશકાળની વ્યામિનો સંભવ નથી.
૧૨૭. બૌદ્ધ > સંતાન અર્થાતુ પર્યાયની અપેક્ષાએ વસ્તુમાં ક્રમ બની શકે છે.
જૈન આવું ન બને, કારણ કે સંતાન નામની કોઈ વસ્તુ જ નથી. તેને વસ્તુરૂપ માનતા પહેલો પ્રશન એ આવીને ઉભો રહે છે તે ક્ષણિક છે કે નિત્ય? ક્ષણિક માનો તો ક્ષણથી સન્તાનમાં કાંઈ વિશેષતા ન રહી. એટલે ક્ષણ રૂપ પદાર્થ પણ ક્ષણિક હોવાથી એકક્ષણ જ ટકે છે અને તમે માનેલ સત્તાન પણ ક્ષણિક હોવાથી એક ક્ષણ ટકે છે, તો પછી બન્નેમાં ફેર શું રહ્યો? જો સંતાન વધારે સમય ટકી રહેતો હોત તો તેના આધારે ક્રમથી અર્થક્રિયા થઈ શકત, પણ હવે તો તે પણ ક્ષણિક હોવાથી તમારો મુનસૂબો સંતાન માનવા છતાં સિદ્ધ થશે નહીં. હવે જો અક્ષણિક માનો તો તમારો પર્યાય એકાન્તવાદ બહુ સારી રીતે સ્થિર થઈ ગયો કહેવાય ! એટલે એક બાજુ બધુ ક્ષણિક છે. અને બીજી બાજુ બોલે કે સંતાન ક્ષણિક નથી, તો એમાં હવે તમારે એકાન્ત ક્યાં રહ્યો? વળી ન્યાયમંજરી (પૃ.૪૯૪)માં કહ્યું છે....
જો નિત્ય અને પરમાર્થથી સત્ સંતાન નામક ભાવને તું સ્વીકારે છે તો તે ભિક્ષો ! તું ઉભો થા! તારી આશા ફળવતી બની ગઈ. તે આ ક્ષણ ભંગવાદ ખતમ થઈ ગયો.
૧૨૮. ક્ષણિક પદાર્થમાં યુગપતું અર્થક્રિયા સંભવતી નથી, ક્ષણ માત્ર ટકનાર રૂપાદિ એક જ ક્ષણ
१ कर्तरि षष्ठी । २ पर्यायकान्तवादे । ३ ०त्वं न सु०-डे० । ४ यदुक्तम्-डे० । ५ ०ता तवा०-डे० ।
૧ આ પંક્તિ ઉપહાસમાં વપરાયેલી છે, કોઈના પરોણા થઈને ગયા છતાં તેણે કાંઈ આગતા સ્વાગતા ન કરી હોય અને પછી આપણી પાસે આવી પ્રશંસા સાંભળવા માંગે ત્યારે કહેવાય અહો ! ભાઈ ! તમે તો બહુ સરસ ભક્તિ કરી, એમ અહીં તારી આશા ફળી! સમસ્ત પદાર્થને ક્ષણિક સિદ્ધ કરવાની એની આશા હતી અને પોતે નિત્ય માનવાની વાત કરે છે, તેથી તેની આશા ફળવાનું બનવાની જ નથી માટે મશ્કરીમાં એમ કહ્યું છે.