________________
પ્રમાણમીમાંસા
૮૦ |૧|૧|૨૪
आत्मा तु कर्तेति नातिव्याप्तिः, सर्वार्थग्रहणं च मनसः प्रसिद्धमेव । यत् वाचकमुख्यः "श्रुतमनिन्द्रियस्य।” [ तत्त्वा०२.२२ ] श्रुतमिति हि विषयिणा विषयस्य निर्देशः उपलक्षणं च श्रुतं मतेः तेन मतिश्रुतयोर्यो विषयः स मनसो विषय इत्यर्थः । “मतिश्रुतयोर्निबन्धो 'दव्येष्व-सर्वपर्यायेषु" [ तत्त्वा० १.२७] इति वाचकवचनान्मतिश्रुतज्ञानयोः सर्वविषयत्वमिति मनसोऽपि सर्वविषयत्वं सिद्धम् ।
કહીયે તો આત્મા પણ બધા પદાર્થનો ગ્રાહક હોવાથી આત્માને પણ મન તરીકે સ્વીકારવાની આપત્તિ આવી પડશે, એથી તેનું (મનને) કરણપણું (તરીકે) પ્રતિપાદિત કરવા ‘ગ્રહણમ્’ આ પદ મૂકવામાં આવ્યું છે. ગૃહ્યતે અનેન ઇતિગ્રહણું અર્થાત કરણમ્ એ અર્થમાં અહીં અનદ્ પ્રત્યય ‘“રળાડઽધારે' સિદ્ધહેમ ૫-૩-૧૨૯ થી લાગેલ છે, આત્મા તો કર્તા છે માટે અતિવ્યાપ્તિ નહિં થાય. “મન સર્વ અર્થને ગ્રહણ કરવામાં સમર્થ છે” આ વાત તો પ્રસિદ્ધ જ છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે ‘શ્રુતં અનિન્દ્રિસ્થ મનનો વિષય શ્રુત છે. અહીં શ્રુત શબ્દ શ્રુત જ્ઞાનનો વાચક છે એટલે વિષયી' દ્વારા વિષયનો નિર્દેશ કર્યો છે. અને શ્રુત શબ્દ મતિનું ઉપલક્ષણ છે, શ્રુત મતિપૂર્વક હોય છે માટે શ્રુત દ્વારા ઉપલક્ષણથી મતિનું ગ્રહણ થઈ શકે છે, માટે મતિ અને શ્રુતનો જે વિષય છે તે બધો મનનો વિષય છે “મતિ... સર્વદ્રવ્યેષુ સર્વપયેવુ" આ વાચકશ્રીના વચનથી મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વ્યાપાર સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયમાં હોય છે, તેથી મન પણ સર્વવિષયક સિદ્ધ થયું.
૨ નિવન્ય: યંત્ર્ય-તત્ત્વા ।
૧ જ્ઞાનના સંબંધીને વિષય કહેવાય, શેનું જ્ઞાન તો કહીશું ઘટાદનું, માટે ઘટાદિ એ વિષય બને છે, અને તેવા વિષયવાળું જ્ઞાન બનતું હોવાથી જ્ઞાનને વિષયી કહેવાય છે. જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થને વિષય કહેવાય છે. શંકા → જ્ઞાનના વિષય ઘટાદિ છે. માટે જ્ઞાન તે વિષયી છે. તેમ મનનો વિષય શ્રુત જ્ઞાન(છે, કા.કે, મનથી શ્રુત જ્ઞાન ગ્રાહ્ય છે,) તેથી શ્રુત જ્ઞાન વિષય અને મન વિષયી આવું ઘટે, તો પછી વિષયીદ્વારા વિષયનો નિર્દેશ એવું કેમ કહ્યું ?
સમા → મનના વિષય તરીકે ઉમાસ્વાતિ મહારાજને ‘‘શ્રુતમનિન્દ્રિયસ્થ’ સૂત્ર થી મૂર્ત અમૂર્ત પદાર્થ જ ઇષ્ટ છે, કા.કે. તે પદાર્થો મન દ્વારા જાણી શકાય છે, છતાં ગ્રંથકાર લાઘવ અભિલાષી હોઈ તેઓશ્રીએ મૂર્ત-અમૂર્ત પદાર્થનો જે વિષયી શ્રુતજ્ઞાન છે તેનો ઉલ્લેખ કરી વિષય જણાવ્યો છે, વળી શ્રુતજ્ઞાન મનનો ભલે વિષય હોય, પરંતુ ઉમાસ્વાતિજીને જે ઇષ્ટ મૂર્તમૂર્ત પદાર્થ છે તેની અપેક્ષાએ તો શ્રુતજ્ઞાન એ વિષયી જ છે, અને સૂત્રકારને પણ કાંઇ માત્ર શ્રુતજ્ઞાન મનનો વિષય છે એવું દર્શાવવું નથી. કા.કે. વાચ્ય-વાચક ભાવે અપરિણત એવા સુખાદિનું સંવેદન શ્રુતુશાનરૂપ નથી, છતાં તેનો અનુભવ થાય છે, હવે બાહ્ય ઇંદ્રિયથી તો તેનું સુખાદિનું ગ્રહણ અસંભવ હોવાથી મનથી ગ્રાહ્ય માનવુ પડે, તમારે હિસાબે તો માત્ર “મને શ્રુતજ્ઞાન થયું” આવું જ મનથી ગ્રહણ થાય છે. આમ માનીએ તો ઉપરોક્ત બાધ આવે છે માટે શ્રુતજ્ઞાન સિવાયને પણ મનોગ્રાહ્ય માનવું જરૂરી છે. એટલે મૂત્તમૂર્ત પદાર્થ દર્શાવવા છે, તે પદાર્થ જણાવવા માટે જ અહીં શ્રુત શબ્દનો પ્રયોગ કરેલ હોવાથી તે વિષયનો તો વિષયી એવા શ્રુતજ્ઞાન દ્વારા જ નિર્દેશ થયો કહેવાયને,
૨ આ મન દિગમ્બર મત પ્રમાણે હૃદયના પ્રદેશમાં છે, જ્યારે શ્વેતામ્બર મત એવો લાગે છે કે આત્મા દરેક જાતની વર્ગણા સર્વઆત્મપ્રદેશથી ગ્રહણ કરે છે, માટે મનોવર્ગણા પણ સર્વ આત્મપ્રદેશ સાથે જોડાય એજ યોગ્ય લાગે છે.