________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૩-૨૪
૮૩
सान्द्रतमतमःपटलविलिप्तदेशगतवस्तुप्रतिपत्तेश्च दर्शनात् । योगिनां चातीतानागतार्थग्रहणे किमर्थस्यनिमित्तत्वम् ? निमित्तत्वे चार्थक्रियाकारित्वेन सत्त्वादतीतानागतत्वक्षतिः।
६९३. न च प्रकाश्यादात्मलाभ एव प्रकाशकस्य प्रकाशकत्वम्, प्रदीपार्घटादिभ्योऽनुत्पन्नस्यापि तत्प्रकाशकत्वदर्शनात् । ईश्वरज्ञानस्य च नित्यत्वेनाभ्युपगतस्य कथमर्थजन्यत्वं नाम ? । अस्मदादीनामपि जनकस्यैव ग्राह्यत्वाभ्युपगमे स्मृतिप्रत्यभिज्ञानादेः प्रमाणस्याप्रामाण्यप्रसङ्गः। ઘુવડ વગેરેને પ્રકાશનો અભાવ હોવા છતાં પણ ઘનઘોર અંધકારથી લીંપાયેલ પ્રદેશમાં રહેલી વસ્તુનું જ્ઞાન થાય છે. યોગીઓ ભૂતકાળ અને ભવિષ્યકાળ પદાર્થોનું ગ્રહણ કરે છે, તેમાં પદાર્થ કેવી રીતે નિમિત્ત બનશે ? કેમકે કારણભૂત પદાર્થ નષ્ટ થઈ ગયેલ છે, અને ભાવિ પદાર્થ હજી ઉત્પન્ન જ થયેલ નથી. જો અતીત અનાગત પદાર્થોને જ્ઞાનનું નિમિત્ત માનશો તો તેઓ સ્વયં અર્થક્રિયાના જનક બનવાથી તેમને સતું વર્તમાનકાલીન માનવા પડશે અને તો પછી તેમનું ભૂતભાવીપણું ભૂલભરેલું ઠરશે. એટલે કે વર્તમાન કાળમાં પણ તે પદાર્થો હાજર રહીને પોતાનું જ્ઞાન કરાવે છે, એથી જ્ઞાનપ્રયોજકત્વ - જ્ઞાનનું વિષય વિધયા કારણ બનવું એવી ક્રિયા તે પદાર્થમાં રહી ગઈને. (જ્યારે યોગી' તો નષ્ટ અનાગત પર્યયિના દ્રવ્યના આધારે પોતાની જ્ઞાનશક્તિથી તે પર્યાપને જાણે છે, તેના માટે કાંઈ તે પર્યાયને હાજર થવું પડતું નથી. જેમ મૃત માણસને સ્મરણમાં લાવવા કાંઈ તે માણસને જીવતો કરવાની જરૂર પડતી નથી. લૌકિક પ્રત્યક્ષમાં જ વિષય વિધયા પદાર્થની હાજરી જરૂરી છે. - ૯૩. એવો કોઈ નિયમ નથી કે પ્રકાશ્ય પદાર્થથી આત્મસત્તા મેળવીને- ઉત્પન્ન થઈને જ પ્રકાશક પદાર્થ તેમને પ્રકાશિત કરે. ઘડા વગેરેથી ઉત્પન્ન ન થવા છતાં દીવો તેને પ્રકાશિત કરે છે, એવું તો જોવા મળે જ છે. નિત્ય માનેલ ઇશ્વરજ્ઞાન અર્થથી જન્ય કેવી રીતે થશે? જે પદાર્થ જ્ઞાનનો જનક હોય તે જ પદાર્થ તે જ્ઞાનથી ગ્રાહ્ય બને છે એવો નિયમ બાંધશો તો આપણા સ્મૃતિ પ્રત્યભિજ્ઞા વગેરે પણ જ્ઞાન જે પ્રમાણભૂત મનાય છે, તેમને અપ્રમાણિત માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેમની ઉત્પત્તિ ગ્રાહ્ય પદાર્થથી નથી થતી. અનુભૂત પદાર્થને “ભૂતકાળે મેં તે જોયું હતું એમ સ્મૃતિ ભૂતકાળના પદાર્થનું અવગાહન કરે છે, અને ભૂતકાળ રૂપે તે પદાર્થ વર્તમાનમાં વિદ્યમાન હોઈ ન શકે, એટલે જે રૂપે આપણે સ્મૃતિ દ્વારા તેનું જ્ઞાન કરીએ છીએ તે રૂપે તે પદાર્થ અત્યારે વિદ્યમાન નથી. પ્રત્યભિશામાં પદાર્થ સામે હોય છે ખરો, પણ તેમાં જે તદંશ છે તેતો ભૂતકાલીન રૂપે પદાર્થને ગ્રહણ કરે છે. તદ્ અંશ રૂપે તો અત્યારે પદાર્થ હાજર નથી. એટલે તે પદાર્થો દેશાવચ્છેદન-દેશની અપેક્ષાએ અને કાલાવચ્છેદન-કાળની અપેક્ષાએ અને પર્યાયના રૂપાન્તરથી નષ્ટ થયા ૨ વિતા ૨ મિથનિરપ૦-તo I રૂઝવી.-તાભ૦-૦I ૧ અવધિજ્ઞાની નષ્ટ - અનાગત પર્યાય કેમ જાણી શકે? સ્મૃતિમાંતો સંસ્કાર હોય છે. સમા અવધિજ્ઞાન સાક્ષાત આત્માથી થાય છે, એટલે ઈદ્રિય વિના રૂપિપદાર્થને વિષય બનાવે છે. જેમ કોઈ ફાટેલી પુસ્તક સરખી કર્યા પછી જોવામાં આવે ત્યારે તેનો પહેલાનો પર્યાય (ફાટેલી હતી) ખ્યાલ આવે અને ભવિષ્યમાં પણ ફાટશે આવા પર્યાયનો ખ્યાલ રહે, તેમ અવધિજ્ઞાની રૂપિ દ્રવ્યને જોઈ તેના પર્યાય જાણી શકે છે. કા.કે. એતો આપણા કરતા વિશેષશક્તિશાલી છે અને દ્રવ્ય તો હાજર જ હોય છે ને, એટલે નિરાધાર પણ ન કહેવાય.