________________
૯૦ |૧|૧|૨૭-૨૮
$ १०१. ईहा च यद्यपि चेष्टोच्यते तथापि चेतनस्य सेति ज्ञानरूपैवेति युक्तं प्रत्यक्षभेदत्वमस्यां न चानिर्णयरूपत्वादप्रमाणत्वमस्यां शङ्कनीयम्, स्वविषयनिर्णयरूपत्वात्, निर्णयान्तरासादृश्ये निर्णयान्तराणामप्यनिर्णयत्वप्रसङ्ग: ॥२७॥
પ્રમાણમીમાંસા
કૃતિવિશેષનિર્ણયોડવાય:
રીટ
૧૦૧. ઇહાને જો કે ચેષ્ટા કહેવાય છે, છતાં પણ તે ચેતનની ચેષ્ટા હોવાથી જ્ઞાનરૂપ જ છે, માટે આને પ્રત્યક્ષનો પ્રકાર કહેવો ઉચિત છે. અર્થાવગ્રહ એક સમયરૂપ છે, અપાય પણ નિર્ણય થઈ ચૂકયારૂપ છે, જ્યારે વિચારણા જ્ઞાનની ક્રિયમાણતા= સાધ્યતા= ચેષ્ટા તો અહીં-ઇહામાં જ ઘટે છે. તેથી ચેષ્ટાપદનો પ્રયોગ કર્યો છે ક્રિયાર્થોધાતુ છે - સાધ્યરૂપ હોય છે, સિદ્ધરૂપ ન હોય, જ્યારે “આ કંઈક છે,” “આ ઘટ છે” એમ
સિદ્ધઅર્થ છે.
શંકાકાર - ઇહા તો નિર્ણય રૂપ ન હોવાથી અપ્રમાણ માનવી જોઇએ.
સમાધાન → ના, પોતાના વિષયમાં તો નિર્ણય સ્વરૂપ હોવાથી તે પ્રમાણ રૂપ જ છે. બીજા નિર્ણય જેવો આ નિર્ણય ન હોવાથી અનિર્ણય કહેવો યોગ્ય નથી. કારણ કે આવું માનવા જતાં બીજા બધા નિર્ણયો અનિર્ણય બની જશે. જેમકે અવાય પણ ધારણા સ્વરૂપ નથી. તો અવાયને પણ અનિર્ણય માનવો પડશે. “આ પટ છે’ આ અપાય છે, તેનાથી “આ લાલ પટ છે” આ નિર્ણય= અપાય ભિન્ન છે, તો શું પહેલા અપાયને અપાય નહીં માનવાનો ?
ઇહા→પોતપોતાની ભૂમિકા પ્રમાણે જે કાર્ય કરે તે બધા સાચા કહેવાય છે. કલાર્ક આપણને ફોર્મ વિ. આપીને અહીં આમ લખો વિ. જણાવે, તમારું કામ ચોક્કસ થઇ જશે. તો તે કલાર્ક કહેવાય છે. તે પ્રમાણે કરવાથી આપણને વડા ઓફીસર પાસેથી સહી મળી ગઇ. તો આપણે કહીશું પેલો કલાર્ક (કર્મચારી) સાચો છે. હવે જોયુ પાકો નિર્ણય તો સહીથી થયો, છતાં કર્મચારીની ભૂમિકા પ્રમાણે કાર્ય થવાથી તે પણ સાચો કહેવાય. તેમ સત્ય નિર્ણય તરફ લઇ જાય તેવી વિચારણા કરાવી આપવી એટલી આની સીમા છે. આ મર્યાદાને પોતે પૂરેપૂરી બજાવે છે. માટે પ્રમાણભૂત કહેવાય, જેમ પેલો કર્મચારી. પણ પોતાની મર્યાદા–ફરજ પ્રમાણે ફોર્મ આપવું વિ. છે એ પુરૂં કરે છે, માટે સાચો કહેવાય. કંઇ “સહી”એ તેનો વિષય નથી. માટે તેવા નિર્ણયના અભાવ માત્રથી તેને -ઇહાને અપ્રમાણ ન ઠેરવાય. પરંતુ વસ્તુનાં સદ્ભુત ધર્મો ત૨ફ પ્રમાતાને ઢળતો તે ચોક્કસ કરે જ છે, એટલે પોતાનાં કાર્યમાં ચોક્કસ છે જ, એથી પ્રમાતાને થાય કે આ શંખના જ ધર્મો લાગે છે, આવી ચોકસાઇ તો ઇહા કરી આપે છે. એમ અવગ્રહ પણ “આ કંઈક છે' એટલો તો નિર્ણય—ખાત્રી કરાવે જ છે. માટે ત્યાં પણ સામાન્ય લક્ષણ તો ઘટે છે.
ઇહા દ્વારા જણાયેલ પદાર્થનો વિશેષ નિર્ણય ક્સ્પો એ અવાય છે. ૨૮મા
१ स्वविषये निर्णयत्वात् -डे० ।