________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૮-૨૯
૯૧
६ १०२. ईहाक्रोडीकृते वस्तुनि विशेषस्य 'शाल एवायं शब्दो न शाङ्गः' इत्येवंरूपस्यावधारणम्' ગવાય:' i૨૮.
स्मृतिहेतुर्धारणा ॥२९॥ ६ १०३. 'स्मृतेः' अतीतानुसन्धानरूपाया 'हेतुः' परिणामिकारणम्, संस्कार इति यावत्, सङ्खयेयमसङ्खयेयं वा कालं ज्ञानस्यावस्थानं 'धारणा' । अवग्रहादयस्तु त्रय आन्तमौहूर्तिकाः ।
६१०४. संस्कारस्य च प्रत्यक्षभेदरूपत्वात् ज्ञानत्वमुन्नेयम्, न पुनर्यथाहुः 'परे- "ज्ञानादतिरिक्तो માવનાથં સંવ:” રૂતિ .
૧૦૨ ઈહા દ્વારા જણાયેલ પદાર્થમાં “આ શંખનો જ શબ્દ છે, શિંગડાનો નથી” આવું નિશ્ચિત કરવું તેને અવાય કહેવાય ૨૮
મૃતિના કારણભૂત જે જ્ઞાન છે તે ધારણા III ૧૦૩. અતીતનાં અનુસંધાન-સંકલન સ્વરૂપ જે સ્મૃતિ છે, તેનો હેતુ એટલે પરિણામી કારણ એટલે કે સંસ્કાર, સંસ્કારરૂપે જ્ઞાનનું સંખ્યાત કે અસંખ્યાત કાલ સુધી ટકી રહેવું તેનું નામ ધારણા. અવગ્રહ ઈહા, અપાય, ધારણા ત્રણે તત્ત્વો અન્તર્મુહૂર્ત રહેનારાં છે.
૧૦૪. સંસ્કાર-ધારણા પ્રત્યક્ષનો ભેદ છે, તેથી તે જ્ઞાન સ્વરૂપ જ છે. પણ વૈશેષિકો એવું માને છે કે પદાર્થના અનુભવથી જન્ય -ઉત્પન્ન થનાર હોય અને સ્મૃતિનું કારણ હોય તેવા સંસ્કારને ભાવના કહેવાય છે, પરંતુ તૈયાયિકોએ અને વૈશેષિકોએ ભાવનાને ચેતનનો ધર્મ નથી માન્યો. તેને બુદ્ધિથી જુદી માની છે, માટે અજ્ઞાનરૂપ માને છે. લોકમાં ઈહા = ચેષ્ટા થાય ઈ-ધાતુચા અર્થમાં છે, માટે તેને અજ્ઞાનરૂપ માને છે. આ સંસ્કાર જ્ઞાનથી અતિરિક્ત છે, તે બરાબર નથી. આ સંસ્કાર જો અજ્ઞાન રૂપહોય તો પછી તે જ્ઞાન રૂપ ૧. પ્રાકૃતમાં અવાય શબ્દ છે, જ્યારે સંસ્કૃતમાં અવાય અપાય બન્ને શબ્દ આવે, તેમનો લગભગ સમાન અર્થ છે. છતાં રાજવાર્તિકકાર અકલંકાચાર્યે તેનો ભેદ દર્શાવ્યો છે, જે નિર્ણયમાં વ્યાવૃત્તિની પ્રઘાનતા રહેતી હોય તે અવાય અને જ્યારે વિધિની પ્રઘાનતા રહેતી હોય તે અપાય. ૨. પ્ર – જ્ઞાનનું અસંખ્યાત કાળ રહેવાનું કેવીરીતે ઘટે ? ઉ – પલ્યોપમ અને સાગરોપમના આયુવાળા જીવોને શરુઆતમાં અનુભવેલને પલ્યોપમ સાગરોપમ પછી પણ યાદ કરી શકે છે, માટે ત્યાં સુધી વાસના રહે છે. અથવા કોઈ જીવ દેવલોકમાં ગયેલો હોય ત્યાં સાગરોપમ પ્રમાણ આયુષ્ય હોય છે અને તેની પૂર્વમાં પોતે આરાધક જીવ સાધુ હોય. હવે દેવલોકથી ચ્યવી અહીં મનુષ્ય થઈ સંયમની આરાધના કરતા જાતિસ્મરણ જ્ઞાન થાય ત્યારે તે પૂર્વના ત્રીજાભવની આરાધનાનું સ્મરણ કરે છે, એ સ્મરણ તો અનુભૂતનું જ થાય. અપાય તો અંતર્મુહર્તમાં નાશ પામી જાય, તો આ પૂર્વનું સ્મરણ કોના આધારે થયું? બસ તે જ્ઞાનના સંસ્કાર પડેલા હતા, જે અત્યાર સુધી અનુબુદ્ધ- અજાગૃત હતા, અત્યારે નિમિત્ત મળતા જાગૃત થયા તેથી આપણને તે જ્ઞાનનો વિષય જણાવા લાગ્યો. જેને આપણે સ્મરણ કહીએ છીએ. આમ અસંખ્યાતા કાળ સુધી સંસ્કાર રહે છે. અને કેટલીવાર થોડાદિવસોમાં અનુભૂત વાતને ભૂલી જઈએ છીએ, એટલે યાદ કરવા છતાં યાદ આવતું નથી, તેનો મતલબ કે સંખ્યાત કાળ તે સંસ્કારો રહીને નાશ પામી ગયા. "उगहो एक्कं समयं ईहावाया मुहुत्तमंतं तु। “હાનમાંઉં સંઉં વાર હો નાથબા" આમ આ. વ. નિયુક્તિ પે.૨૬ ગાથા ૪ અને નંદીસૂત્રમાં કહ્યું છે.