________________
૮૪/૧/૧/૨૫
પ્રમાણમીમાંસા
येषां चैकान्तक्षणिकोऽर्थो जनकश्च ग्राह्य' इति दर्शनम् तेषामपि जन्यजनकयोर्ज्ञानार्थयोभिन्नकालत्वान्न ग्राह्यग्राहकभावः सम्भवति । अथ न जन्यजनकभावातिरिक्तः सन्दंशायोगोलकवत् ज्ञानार्थयोः कश्चिद ग्राह्यग्राहकभाव इति मतम्,
"भिन्नकालं कथं ग्राह्यमिति चेद् ग्राह्यतां विदुः । .
हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्" [प्रमाणवा० ३. २४७] .... કહેવાય છે, એમ પ્રાદ્યપદાર્થ ભૂતકાલીન હોય છે, તેથી તે પદાર્થો નષ્ટ થયેલ હોવાથી તે પદાર્થ જ્ઞાનના જનક બની શકતા નથી.
બૌદ્ધ – પદાર્થ એકાન્ત ક્ષણિક છે, તે પદાર્થ જે જ્ઞાનનો જનક બને તેજ જ્ઞાનથી તે પદાર્થ ગ્રાહ્ય બને છે.
જૈના - જન્યજ્ઞાન અને જનક પદાર્થ ભિન્નકાળમાં રહેતા હોવાથી તેમની વચ્ચે ગ્રાહ્ય ગ્રાહક ભાવ બંધ બેસી ન શકે.
બૌદ્ધ જ્ઞાન અને અર્થનો જન્ય-જનક ભાવથી અતિરિક્ત કોઈ સાંડસી અને લોઢાના ગોળાની જેમ ગ્રાહ્ય-ગ્રાહક ભાવ નથી, એટલે સાંડસી દ્વારા લોઢાના ગોળાને ગ્રહણ કરવા માટે બન્ને એક બીજા સાથે જોડાણ થવું જરૂરી છે એટલે કે એક દેશ એક કાળમાં રહેવાની જરૂર પડે છે, એવું અહીં જ્ઞાન-અર્થના ગ્રહણમાં નથી. પ્રમાણ વાર્તિકમાં કહ્યું છે, કે ભિન્ન કાલ હોય તો પદાર્થ જ્ઞાનથી ગ્રાહ્ય કેવી રીતે બને? એવી શંકા તમને જાગતી હોય તો તેનું સમાધાન એ છે કે પોતાનો આકાર જ્ઞાનને અર્પણ કરવા સમર્થ થવું તે જ હેતુ છે, એનું જ નામ ગ્રાહ્યતા છે, એમ યુક્તિશો-યુક્તિશાળીઓ કહે છે. એટલે જ્ઞાનનું અર્થાકાર બની જવું એ જ અર્થનું (ગ્રાહક) ગ્રહણ કરવું છે. કોઈને પકડીને બીજે મૂકવાનું અહીં નથી, કે જેથી સમાન કાલ જોઇએ.
૧ શંકા - જે વખતે પેન હાજર છે તે વખતે જે તે દેશમાં હાથ લંબાવાથી પેન હાથમાં આવે છે, એટલે કે બીજે ઠેકાણે કે પેન સિવાયના કાળમાં ત્યાં હાથ લંબાવાથી આપણા હાથમાં પેન આવી શકતી નથી. તેમ પૂર્વેક્ષણમાં અર્થ- વિષય હોય અને ઉતરક્ષણમાં જ્ઞાન હોય તો તે જ્ઞાન પૂર્વેક્ષણના પદાર્થને કેવી રીતે ગ્રહણ કરી શકે? :
સમા. (બૌદ્ધ) - વિષય-વટાદિ પોતાનો જેવો આકાર હોય તેવો આકાર જ્ઞાનને અર્પણ કરી દે એટલે જ્ઞાન તે વિષયના આકારવાળું બની જાય તેનું જ નામ ગ્રાહ્યતા છે, નહીં કે હાથથી પેન પકડાવવી.
જેમ દૂર રહેલા પાણીને ધક્કો મારીએ તો નજીકમાં આવી જાય છે, તેના માટે ધક્કો લગાડનાર કારણને અહીં સુધી અને તે કાળમાં આવવાની જરૂર નથી, તેમ પૂર્વની વસ્તુ ત્યાંજ પૂર્વેક્ષણમાં રહેલી છે તે આ જ્ઞાનને આકાર અર્પણ કરી દે છે, તેને આ ક્ષણમાં આવવાની જરૂર નથી.
જૈનાત - ભાઈ સાહેબ દષ્ટાંત સારું બેસાડી દીધું, પણ જરીક ભૂલ થવાથી આખો તમારો પત્તાનો મહેલ જમીન દોસ્ત બની જાય છે. જે પાણીને જેના દ્વારા ધક્કો લગાડવામાં આવ્યો છે, તે બન્ને એક દેશમાં અને એકજ કાળે ભેગા થયાકે નહીં? જે ન થયા હોય તો હવામાં હાથ ફેરવવાથી પાણીને ધક્કો લાગી જવો જોઈએ, તેમ બનતું નથી, પરંતુ જ્યાં જે વખતે પાણી છે ત્યારે જ ત્યાં જ હાથથી ધક્કો મારી શકાય છે અને પાણી આગળ જાય છે, એમ કર્ય-કારણ એક જ દેશમાં અને એક કાળે હોવા જરૂરી છે. પાણી આગળ ચાલે છે તેમાં પણ ધકકથી પેદા થયેલો વેગ કારણ છે, જે અત્યારે પણ પાણીમાં હાજર છે. દીવો પણ તયોગ્ય દેશ કાળમાં રહેલ બટાદિને જ પ્રકાશિત કરી શકે છે. એમ કર્ય-કારણ એક દેશ કાળમાં હોવા જરૂરી છે.