________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૫
६ ९५. अपि च व्यस्ते समस्ते वैते ग्रहणकारणं स्याताम् । यदि व्यस्ते, तदा कपालाद्यक्षणो घटान्त्यक्षणस्य, जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः प्राप्नोति, तदुत्पत्तेस्तदाकारत्वाच्च । अथ समस्ते, तर्हि घटोत्तरक्षणः पूर्वघटक्षणस्य ग्राहकः प्रसजति । ज्ञानरूपत्वे सत्येते ग्रहणकारणमिति चेत्, तर्हि समानजातीयज्ञानस्य समनन्तरपूर्वज्ञानग्राहकत्वं प्रसज्येत । तन्न योग्यतामन्तरेणान्यद् ग्रहणकारणं पश्यामः
વ્યવસ્થા અર્થરૂપતા= વિષય-સદૃશતાને છોડી ઘટી ન શકે,” એવું પ્રમાણવાર્તિકમાં બૌદ્ધનું કથન સાર વગરનું છે. બૌદ્ધ જડઆકારમાને છે, આ વાત બરાબર નથી. [(એનાં = આ અર્થરૂપતાને છોડી બીજુ કોઈ જ્ઞાનનો ભેદક નથી. પરંતુ અર્થસદશતા અર્થ = શેયની સાથે જ્ઞાનના ભેદની વ્યવસ્થા (ચાય છે) ગોઠવી આપે છે. જેમ કે (નીલની સદશતા જોઈ)નીલનું આ જ્ઞાન છે ].
૯૫. વળી આ તદુત્પત્તિ અને તદાકારતા ગ્રહણ જ્ઞાનના અલગ અલગ કારણ છે, કે ભેગાં મળીને? જો જુદાં જુદાં કારણ હોય તો ઠીકરાની આઘક્ષણ ઘડાના અન્ય ક્ષણની ગ્રાહક બનવી જોઈએ, કારણ કે ઘડાની અંતિમ ક્ષણમાંથી ઠીકરાની આધક્ષણની ઉત્પત્તિ થાય છે. જલમાં પ્રતિબિસ્મિત ચંદ્ર આકાર ચંદ્રનો ગ્રાહક બનવો જોઈએ કારણ કે (તે તેને લીધે ઉદ્ભવે છે અને) ત્યાં સદાકારતા રહેલી છે. હવે જો બન્નેને ભેગાં કારણ માનતાં હો તો ઘટની ઉત્તર ક્ષણ ઘટથી ઉત્પન્ન થાય છે, અને તદાકાર પણ છે માટે તે ઉત્તરક્ષણ પૂર્વેક્ષણની ગ્રાહક બનવી જોઇએ.
બૌદ્ધઃ આ તો જડપદાર્થ છે. અમે તો આ બન્નેની સાથે જેમાં જ્ઞાનરૂપતા રહેલી હોય તે જ ગ્રહણનું કારણ બને એવું માનીએ છીએ
જૈનાઃ તો સમાન-જાતીય જ્ઞાન સમનત્તર પૂર્વવર્તીજ્ઞાનનું = પોતાની તરત જ પહેલા ઉત્પન્ન થયેલ જ્ઞાનનું ગ્રાહક બનવું જોઈએ. કારણ કે ઉત્તરજ્ઞાનમાં તદુપત્તિ તદાકારતા અને જ્ઞાનરૂપતા પણ છે. તેથી આ
૧. બૌદ્ધમાં જે સૌત્રાતિક છે, તેઓ બાહ્ય વિષયનું અસ્તિત્વ માને છે અને જ્ઞાનને તેનાથી જન્ય અને તદાકાર માને છે એટલે તેમના મતે સવિકલ્પક જ્ઞાન તદાકાર હોય છે માટે પ્રમાણરૂપે બને છે, તેવા આકાર વિના સવિકલ્પકજ્ઞાન પ્રમાણભૂત બની ન શકે, કા.કે. તદાકારતા સંવાદિપણું બતાવે છે, જ્યારે નિરાકારતામાં કશું નિયત ન બને તેથી પ્રમાણ ન બની શકે.” મૂળમાં દર્શાવેલ પંક્તિ સૌત્રાન્તિક મતને અનુસરતી હોઈ તે પ્રમાણવાર્તિક ગ્રંથમાં પૂર્વપક્ષરૂપે મૂકવામાં આવી છે. કારણ કે પ્રમાણવાર્તિકકાર તો વિજ્ઞાનવાદી બૌદ્ધ છે, તેણે તો આવા તદાકારનો નિરાસ કર્યો છે, તેના મતે તો નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણભૂત છે. અહીં ગ્રંથકારે પણ “ જિત પત” એમ કહીને સૌત્રાન્તિકની વાતનું ખંડન કર્યું છે. ૨. ચોથી ક્ષણના જ્ઞાનને પાચમી ક્ષણનું જ્ઞાન ગ્રહણ કરતું નથી, માત્ર પૂર્વેક્ષણના ઘટનું જ્ઞાન થાય છે, પણ પૂર્વક્ષણે થયેલ ઘટજ્ઞાનનું જ્ઞાન થતું નથી. આ પાંચમીક્ષણનું જ્ઞાન ચોથી ક્ષણના ઘટજ્ઞાનથી પેદા થયું છે અને તેનો આકાર પણ ઘટશાન રૂપે જ છે માટે પૂર્વઘટજ્ઞાનનું જ્ઞાન પાંચમી શાણના ઘટજ્ઞાનથી થવું જોઇએ. પણ વાસ્તવિકતા એ છે કે જે ઘટજ્ઞાન રૂપે હોય તે કોઈ દિવસ ઘટજ્ઞાનનું જ્ઞાન ન કરે. કેમ કે બન્ને જ્ઞાનના વિષય બિન પડી જાય છે એકનો વિષય ઘટ છે, બીજાનો વિષય ઘટજ્ઞાન છે અને એક જ જ્ઞાનના બે ભિન્ન વિષય ન હોઈ શકે. અમારી જેમ સ્વસંવેદનરૂપે માનો તો વાંધો નથી, કા.કે. અમને એક સાથે બે જ્ઞાન માન્ય છે, પરસંવેદનને લઇને ઘટનું જ્ઞાન અને સ્વસંવેદનને લઇને ઘટશાનનું જ્ઞાન જ્યારે તમારે તો તેજ ઘટશાનને જ ઘટજ્ઞાનનો ગ્રાહક માનવાની આપત્તિ આવે છે.