________________
૮૨ /૧/૧/૨૫
પ્રમાણમીમાંસા.
६ ९२. बाह्यो विषयः प्रकाशश्च न चक्षुर्ज्ञानस्य साक्षात्कारणम्, देशकालादिवत्तु व्यवहितकारणत्वं न निवार्यते, ज्ञानावरणादिक्षयोपशमसामन्ययामारादुपकारित्वेनाञ्जनादिवच्चक्षुरुपकारित्वेन चाभ्युपगमात् कुतः पुनः साक्षान्न कारणत्वमित्याह- 'अव्यतिरेकात्' व्यतिरेकाभावात् । न हि तद्धावे भावलक्षणोऽन्वय एव हेतुफलभावनिश्चयनिमित्तम्, अपि तु तदभावेऽभावलक्षणो व्यतिरेकोऽपि । न चासावर्थालोकयोर्हेतुभावेऽस्ति, मरूमरीचिकादौ जलाभावेऽपि जलज्ञानस्य, वृषदंशादीनां चालोकाभावेऽपि
૯૨. બાહ્ય વિષય અને પ્રકાશ ચાક્ષુષજ્ઞાનનાં સાક્ષાત્ કારણ નથી. પણ દેશકાલની જેમ તેને પરંપરાથીઆડકતરુ કારણ માનવાનું ટાળી શકાતું નથી. કેમકે જેમ અંજન વગેરેને નેત્રનાં ઉપકારી મનાયા છે, તેમ વિષય અને પ્રકાશને જ્ઞાનાવરણીય કર્મનાં ક્ષયોપશમની સામગ્રીમાં આડકતરા ઉપકારી તરીકે માની શકાય છે. વીરસ્વામી અને આપણું ક્ષેત્ર સમાન છે, પણ કાળ ભિન્ન છે, સીમંધર સ્વામી અને આપણો કાળ સમાન છે પરંતુ દેશભિન્ન છે. માટે બન્નેમાંથી એકનો પણ સાક્ષાત્ થતો નથી. એમ દેશ-કાળ પણ જરૂરી તો બને જ છે. એ વાત ચોક્કસ છે કે દેશકાળનું વ્યવધાન ન હોય પણ પોતે ઉપયોગ શૂન્ય હોય અથવા જડને ક્યારેય જ્ઞાન થતું નથી, માટે મુખ્ય તો જ્ઞાન કારણ છે.
શંકાકાર : તેમને સાક્ષાત કારણ કેમ નથી ગણતા?
સમાધાનઃ જ્ઞાનની સાથે તેમનો વ્યતિરેક નથી માટે, જેનો સદ્ભાવ હોય ત્યારે કાર્ય થાય” તે અન્વય. માત્ર એકલો અન્વય હેતુ-ફળ ભાવના નિશ્ચયનું નિમિત્ત નથી પરંતુ સાથોસાથ “જેનો અસદ્ભાવ હોય ત્યારે કાર્ય ન થાય” આવો વ્યતિરેક હોવો જરૂરી છે. અર્થ અને આલોકમાં આવો હેતુભાવ નથી. કારણ ઝાંઝવાનાં જલમાં હકીકતે ત્યાં જલ પદાર્થ નથી છતાં જલનું જ્ઞાન થાય છે. અને વૃવંશ- બિલાડી, સાપ,
૧ જે વિષયનું જ્ઞાન કરવાનું છે તેનું જ્ઞાન અમુક ચોક્કસ દેશ અને કાળને આશ્રયીને જ થાય છે. એટલે તે દેશ અને કાળમાં વસ્તુ રહેલી હોવી પ્રથમ જરૂરી છે, બીજું તેમની સાથે ઇન્દ્રિયનો સંનિકર્ષ થવો જરૂરી છે, આટલું હોવા છતાં ભાવેજિયનો ઉપયોગ ન થાય તો તે ઘટાદિ પદાર્થ વિવક્ષિત દેશ અને વર્તમાન કાળમાં હોવા છતાં જ્ઞાન થતું નથી. એટલે અવ્યવહિત તો ભાવેન્દ્રિય કારણ છે, પરંતુ અમુક દેશ કાળમાં પદાર્થ ન રહ્યો હોત તો જ્ઞાન તે રૂપે થાત નહીં, એમ પરંપરાએ કારણતો બને જ છે. વસ્તુને રહેવાનો વિવક્ષિત દેશ અને ભાવેજિયના ઉપયોગ વખતે વસ્તુનું તે કાળમાં રહેવું પણ જરૂરી છે, એમ દેશ-કાળ પણ ઉપયોગી તો છે. પરંતુ સીધુ અવ્યવહિત કારણ તો ભાવેન્દ્રિય છે, કારણ કે તે જ દેશ-કાળમાં વસ્તુ હોય છતાં આંધળાને અને જડપદાર્થને તેનું જ્ઞાન થતું નથી. અહીં આ રૂમમાં અત્યારે ઘડો પડ્યો છે” આ જ્ઞાનમાં રૂમ અને તે કાળ પણ ઉપયોગી તો બને જ છે. ભાવેજિયનો ઉપયોગ કરીએ પરંતુ વિવક્ષિત દેશ કાળ જે વસ્તુના જ્ઞાન માટે જરૂરી છે, તેનાથી જો ભિન્ન જુદા કાળ દેશમાં ઉપયોગ જશે તો કંઈ ઈષ્ટ વસ્તુનું જ્ઞાન થઇ શકતું નથી, માટે દેશ કાળ પણ પરંપરાએ કારણતો ખરાજ. જે દેશમાં બીજ વાવ્યું હોય અને તેના અમુક કાળમાં જ તેને પાણી સીંચવામાં આવે તો બીજ ફલીભૂત બને છે, અન્ય દેશમાં કે કાળ વીત્યા પછી પાણી સીંચવાથી તે ફળીભૂત બની શકતું નથી. ૨ આલોક હોવા છતાં સંશયજ્ઞાન સંભવે છે પણ બે કોટિમાંથી એક અંશ તો ત્યાં અવિદ્યમાન છે જ. વળી કાચ = આંખની નાડીનો રોગ જેથી દષ્ટિ ધંધળી થઈ જાય તેનાથી હણાયેલ આંખથી ધોળાશંખ વિગેરેમાં પણ પીતાદિ આકારનું જ્ઞાન થાય છે. તેમજ જેનું મરણ નજીકમાં છે તેઓને અર્થ હાજર ન હોવા છતાં વિપરીત જ્ઞાન થાય છે. જેમ પ્રભાવતીરાણીને પૂજાના શ્વેત વસ્ત્રો પણ રાતા દેખાયા, માટે વિષય અને આલોક જ્ઞાનના કારણ નથી. (લઘીય સ્ત્રી)