________________
૭૪ ૨૧/૧/૨૧
સમા - ભાઈ સાહેબ ! ત્યાં તો રાજા અને ગુપ્તચર વચ્ચે સ્વસ્વામિભાવ સંબંધથી કચિત્ ઐક્યતા = સંબંધ થાય છે. અને તેથી બધા પુરૂષ રાજા પાસે આવી સમાચાર આપે છે. તમારે તો ઇન્દ્રિયો મનથી સર્વથા ભિન્ન છે, તો પછી કેવી રીતે મન તેમની સહાયતા લઇ શકે ? પેનની સાથે મારે કશો સંબંધ ન થાય તો હું તેનાથી લખી ન શકું. એટલે પેનની સહાયતા લેવા તેની સાથે સંબંધ કરવો જરૂરી છે. જ્યારે મારી ઇન્દ્રિયો તો સર્વથા મનથી ભિન્ન છે, મનની સહાયતા કેવી રીતે કરી શકે ? કદાચ માનો કે સહાયતા કરે છે તો પછી અન્ય નરની ઇન્દ્રિયો તમારાં મનને સહાયતા કેમ નથી કરતી ? અર્થાત્ કરવી જ જોઇએ કારણ બંને ઠેકાણે ભિન્નતા તો સરખી જ છે. માટે ત્યાં એક પુરુષની ઈંદ્રિયોમાં દ્રવ્યતાદાત્મ્ય માનવો.]
[શંકા → એક આત્મદ્રવ્યમાં ઇંદ્રિયો રહેતી હોવાથી દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ કર્યો તે તો પરસ્પર પાંચ ઇન્દ્રિયવચ્ચે કર્યો છે. પણ ઈંદ્રિય અને આત્મા વચ્ચે અભેદ કેવી રીતે ? અને અભેદ હોય તો પછી પર્યાયાર્થિક નયમાં આત્મા અને ઇન્દ્રિય વચ્ચે ભેદ કેવી રીતે થાય ?
પ્રમાણમીમાંસા
સમા : ઇંદ્રિયનો આત્મા સાથે સંબંધ જાળવી રાખવા અરસપરસ અને આત્મા બન્નેમાં દ્રવ્યતાદાત્મ્યત્વેન દ્રવ્યાર્થિક નયથી અભેદ માનવો જરૂરી છે. કા.કે. આત્માના ક્ષયોપશમવિશિષ્ટ આત્મપ્રદેશોજ ભાવેન્દ્રિય છે, તેજ પ્રદેશસ્વરૂપ આત્મા છે. માટે અભેદ સ્પષ્ટ છે, હવે પર્યાયાર્થિકનયથી ભેદ માનવો જરૂરી છે, નહીતર આત્મા અને ઇંદ્રિય બન્નેને કર્તા કે કરણ માનવા પડશે. અને વળી આત્મા ચેતના શક્તિ પુરી પાડે છે, ઇંદ્રિયો વાયરનુ કામ કરે છે, એમ આત્મા શક્તિના સ્રોતરૂપે છે, તેઓ સ્રોતના વાહક છે, આત્મા કર્તા રૂપે હોય છે, તેમાં ઇંદ્રિય સાધન-કરણ રૂપે છે. એટલે આંખતો રૂપને જોવામાં જ મદદગાર બની શકે છે, જ્યારે આત્માતો કોઈપણ વિષયમાં સ્વતંત્ર કારક = કર્તા રૂપે પોતાની હાજરી ધરાવે છે. આમ પોતપોતાના કાર્યને લઈને તેમનામાં ભેદપણ સ્પષ્ટ જણાઈ આવે છે.]
[મન માત્ર એકલુ હોય તો તે સુખદુખાદિ એવા આંતર વિષયનું જ્ઞાન કરી શકે છે, ભિન્ન ભિન્ન ઈંદ્રિય વિષયનું અવગાહન પોતે સીધુ કરી શકતું નથી, તેને ઈંદ્રિયની સહાયતા લેવી પડે, હવે ત્યારે જે ઈંદ્રિય સાથે જોડાય તે વિષયનું જ્ઞાન કરે, પણ બધી ઈંદ્રિયો સાથે એ યુગપ ્ જોડાઈ શકતુ નથી, નહીતર બધા વિષય- રસ રૂપાદિનું એક સાથે જ્ઞાન થવાની આપત્તિ આવે; જે આપણે કોઈને ઈષ્ટ