________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૨-૨૩ तथाहि श्रोत्रादिषु यः कर्णशष्कुलीप्रभृतिर्बाह्यः पुद्गलानां प्रचयो यश्चाभ्यन्तरः कदम्बगोलकाद्याकारः स सर्वो द्रव्येन्द्रियम्, पुद्गलद्रव्यरूपत्वात् । अप्राधान्ये वा द्रव्यशब्दो यथा अङ्गारमईको द्रव्याचार्य इति । अप्रधानमिन्द्रियं द्रव्येन्द्रियम्, व्यापारवत्यपि तस्मिन् सन्निहितेऽपि चालोकप्रभृतिनि सहकारिपटले भावेन्द्रियं विना स्पर्शाद्युप'लब्ध्यसिद्धेः ॥२॥
भावेन्द्रियं लब्ध्युपयोगौ ॥२३॥ ६८५. लम्भनं 'लब्धिः' ज्ञानावरणकर्मक्षयोपशमविशेषः । यत्सन्निधानादात्मा द्रव्येन्द्रियनिर्वृत्ति प्रति व्याप्रियते तन्निमित्त आत्मनः परिणामविशेष उपयोगः। अत्रापि 'भावेन्द्रियम्' इत्येकवचनं जात्याश्रयणात् ।
શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોમાં કર્ણ શખુલી આદિ બાહ્ય આકાર છે. અને કદમ્બ-ગોલક વગેરે અત્યંતર આકાર છે. આ બધો આકાર-રચના પુગલ દ્રવ્યમય હોવાથી આને દ્રવ્યન્દ્રિય કહેવાય છે. અથવા અપ્રધાન અર્થમાં પણ દ્રવ્ય શબ્દ વપરાય છે. જેમ મહાવીરના જીવડા માની અંગારાઓનું મર્દન કરનારા અંગારમર્દકાચાર્ય તે દ્રવ્ય આચાર્ય કહેવાય. કારણ કે તે મુખ્ય રીતે ભાવ આચાર્યના આચારથી શોભતા ન હતા. તે અભવ્ય હોવાથી એમનું આચાર્યપણું (સિદ્ધનું કારણ બને એમ નહતું) તેમ અપ્રધાન ઈદ્રિયો દ્રવ્યક્રિય. આ બાહ્ય ઈદ્રિય પ્રવૃત્તિ કરવા લાગે અને આલોક આદિ સહકારી કારણ પાસે હોય છતાં પણ ભાવેન્દ્રિય વિના સ્પર્શાદિની ઉપલબ્ધિ થતી નથી. એટલે જ્ઞાન કરવામાં મુખ્યતા રહેતી ન હોવાથી બાહોર્જિયને દ્રવ્યેન્દ્રિય કહેવાય છે રર.
લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે પરવા ૮૫. આત્માને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વિશેષ પ્રાપ્ત થવો તે “લબ્ધિ છે. જેનાં સંવિધાનથી આત્મા દ્રવ્યન્દ્રિયના ભેદ સ્વરૂપ નિવૃત્તિને પ્રતિ વ્યાપાર કરવા લાગે છે, તેનાં નિમિત્તે આત્મામાં ઉભો થતો પરિણામ વિશેષ એ ઉપયોગ છે. એટલે જે આત્માને લબ્ધિનું સાંનિધ્ય મળે તેથી આત્મા દ્રવ્યેન્દ્રિય દ્વારા વિષયને ગ્રહણ કરવા સમર્થ બની રહે. અહીં પણ એક વચનનો પ્રયોગ જાતિને આધારે કરવામાં આવ્યો છે. ૨ - ૦થી થતા સિદ્ધઃ તા. ૨-૦થાનાભા-: 1૦ થાનાવાત્મા-૫૦ |
૧ મતિશ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન કરવાની જે શક્તિ પેદા થાય છે તે લબ્ધિ છે, તેમાં સ્પર્શનેન્દ્રિયની લબ્ધિ શક્તિ પ્રાપ્ત કરવા સ્પર્શનેન્દ્રિયાવરણનો ક્ષયોપશમ જરૂરી છે, અને શ્રવણેન્દ્રિયની શક્તિ માટે શ્રવણેન્દ્રિયાવરણનો ક્ષયોપશમ જરૂરી છે, એમ અલગ પ્રકારનો પાયોપશમ ઉપયોગી બને છે, વળી અમુક પ્રમાણમાં ક્ષયોપશમ થાય ત્યારે જ ઈદ્રિયજ્ઞાન થઈ શકે છે, તેની માત્રા અલ્પ હોય તો તે ઈદ્રિયસંબંધિ જ્ઞાન થઈ શકતું નથી. માટે વિશેષ પ્રકારનો અલગ જાતનો ક્ષયોપશમ પ્રાપ્ત થવો જોઇએ કે જેથી પોતે તે ઇંદ્રિય દ્વારા તે તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરી શકે. આ તાત્પર્યથી આચાર્યશ્રીએ “વિશેષ” શબ્દનો પ્રયોગ કર્યો છે. એથી જ કોઇને આંખનું તેજ વધારે હોય પણ કાને ઓછું સંભળાતું હોય છે. ૨ લબ્ધિઃ શક્તિઃલભ્યતે પ્રાપ્યતે અને ઈતિ” આ વ્યુત્પતિ દ્વારા ક્ષયોપશમને લબ્ધિ કહેવામાં આવી છે. અર્થUIm: થિ: (નવીયા ) ૩ નિવૃત્તિનો અર્થ afmનિર્દુત્ય કૃત્તિ નિવૃત્તિઃ તેના બે ભેદ છે, ત્યાં તે તે ઇન્દ્રિયની અંદર અંગુલનો અંસખ્યાતમા ભાગ પ્રમાણ અને પ્રતિનિયત ચક્ષુ વગેરે ઈદ્રિયના આકારરૂપે અવસ્થિત શુદ્ધ આત્મપ્રદેશોની સાથે પુગલની રચના તે અત્યંતર નિવૃત્તિ. નામકર્મના ઉદયથી તદનુરૂપ પુગલો દ્વારા બાહ્ય આકારની રચના તે બાહ્યનિવૃત્તિ.