________________
૬૮ /૧/૧/૨૧
પ્રમાણમીમાંસા
६ ७७. तानि च द्रव्यभावरूपेण भिद्यन्ते । तत्र द्रव्येन्द्रियाणि नामकर्मोदयनिमित्तानि, भावेन्द्रियाणि पुनस्तदावरणवीर्यान्तरायक्षयोपशमनिमित्तानि । सैषा पञ्चसूत्री स्पर्शग्रहणलक्षणं स्पर्शनेन्द्रियं, रसग्रहणलक्षणं रसनेन्द्रियमित्यादि । सकलसंसारिषु भावाच्छरीरव्यापकत्याच्च स्पर्शनस्य पूर्व निर्देशः, ततः क्रमेणाल्पाल्पजीवविषयत्वाद्रसनघ्राणचक्षुःश्रोत्राणाम्।
६७८. तत्र स्पर्शनेन्द्रियं तदावरणक्षयोपशमसम्भवं पृथिव्यप्तेजोवायुवनस्पतीनां शेषेन्द्रियावरणवतां स्थावराणां जीवानाम्।
૭૭. તે ઈન્દ્રિયો દ્રવ્ય અને ભાવરૂપથી ભેદ પામે છે. તેમાં દ્રવ્યેન્દ્રિય ઈદ્રિય અંગોપાંગ નામકર્મના ઉદયથી બને છે. જ્યારે ભાવેન્દ્રિય મતિજ્ઞાન ના ૨૮ ભેદ સ્વરૂપ છે, તેનાં આવરણના અને વર્યાન્તરાય કર્મ બન્નેના ક્ષયોપશમથી તે પ્રાપ્ત થાય છે.
તેમાં જે ઇન્ડિયાવરણનો ક્ષયોપશમ વધારે હોય તેનાં વિષયનું જ્ઞાન સારી રીતે શીઘ થાય. સ્પર્શને ગ્રહણ કરવાવાળી સ્પર્શેન્દ્રિય છે, એમ પાંચે પાંચ ઇન્દ્રિય માટે સમજી લેવું. સ્પર્શેન્દ્રિય બધા જ સંસારી જીવોને હોય છે. તેમજ આખાય શરીરમાં વ્યાપ્ત હોય છે, માટે તેનો પહેલા નંબરમાં નિર્દેશ કર્યો છે.
પછી પછીની ઇન્દ્રિયો થોડા થોડા જીવોને હોય છે, માટે તેવાં ક્રમથી નિર્દેશ કર્યો છે. એટલે બેઈન્દ્રિય કરતા તેઈન્દ્રિયવાળા જીવો થોડા છે, તેનાથી ચઉરિન્દ્રિય જીવો થોડા તેનાંથી પંચેન્દ્રિય જીવો થોડા છે.
(અથવા નિગોદમાંથી જીવનો વિકાસ પ્રાયઃ કરીને આજ ક્રમથી થાય છે. એટલે નિગોદમાં સ્પર્શેજિયનો હોય પછી બેઇન્દ્રિય થઈને જ તે ઈન્દ્રિય બની શકે. સીધો તે ઇન્દ્રિય બનતો નથી. એજ રીતે ચઉરિન્દ્રિય થયા પછી જ પંચેન્દ્રિય થાય. આ ક્રમ પ્રથમવારના વિકાસ માટે સમજવો એક વાર પંચેન્દ્રિય સુધી પહોંચ્યા પછી તો સીધો નિગોદમાંથી પણ પંચેન્દ્રિય વગેરે થઈ શકે છે. (ભગવતી) એટલે જ સ્પર્ધાદિના ક્રમથી ઇન્દ્રિયનો નિર્દેશ કરવામાં આવ્યો છે.)
૭૮. તેમાં સ્પર્શેન્દ્રિય વિષયક મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી સ્પર્શેન્દ્રિય જ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાયના જીવોને હોય છે. શેષ ઇઢિયાવરણનો સર્વથા ઉદય હોવાથી સ્થાવર જીવોને શેષ ઈદ્રિયો હોતી નથી. (લયોપશમની વિચિત્રતાના કારણે સ્થાવરમાં પણ પાંચે વિષયની ઉપલબ્ધિ કરાવી આપનાર એવી ભાવેંદ્રિયનો સદ્ભાવ જોવા મળે છે. જેમ બકુલનું ઝાડ. પરંતુ અંગોપાંગ તો અઘાતિ કર્મ હોવાથી તેનો ક્ષયોપશમ સંભવતો નથી એટલે સ્થાવરમાં અંગોપાંગના વિપાકનો સર્વથા અભાવ હોય છે, માટે શેષ દ્રવ્યેદ્રિયનો સંભવ નથી.)
“પૃથ્વી ચિત્તવાળી કહેલી છે.” આવું દશવૈકાલિક (૪ અ.૧) માં કહ્યું છે, એટલે આસપ્રણીત