________________
૬૬ /૧/૧/૨૧
પ્રમાણમીમાંસા
$ ७५. स्पर्शादिग्रहणं लक्षणं येषां तानि यथासङ्ख्यं स्पर्शनादीनीन्द्रियाणि, तथाहि स्पर्शाद्युपलब्धिः करणपूर्वा क्रियात्वात् छिदिक्रियावत् । तत्रेन्द्रेण कर्मणा सृष्टानीन्द्रियाणि नामकर्मोदयनिमित्तत्वात् । इन्द्रस्यात्मनो लिङ्गानि वा, , कर्ममलीमसस्य हि स्वयमर्थानुपलब्धुमसमर्थास्यात्मनोऽर्थोपलब्धौ निमित्तानि
इन्द्रियाणि ।
९ ७६. नन्वेवमात्मनोऽर्थज्ञानमिन्द्रियात् लिङ्गादुपजायमानमानुमानिकं स्यात् । तथा च लिङ्गापरिज्ञानेऽनुमानानुदयात् । तस्यानुमानात्परिज्ञानेऽनवस्थाप्रसङ्गः,
૭૫ સ્પર્શને ગ્રહણ કરવો તે સ્પર્શેન્દ્રિયનું લક્ષણ છે. રસને ગ્રહણ કરવો તે રસનેન્દ્રિયનું લક્ષણ છે. ગંધને ગ્રહણ કરવી તે ઘ્રાણેન્દ્રિયનું લક્ષણ છે. રૂપને ગ્રહણ કરવું તે ચક્ષુરિન્દ્રિયનું લક્ષણ છે. શબ્દને ગ્રહણ કરવો તે શ્રોત્રેન્દ્રિયનું લક્ષણ છે.
તે આ પ્રમાણે →સ્પર્શ વગેરેની ઉપલબ્ધિ કરણ પૂર્વક (દ્વારા) જ થાયછે. કારણ કે તે ઉપલબ્ધિ એક જાતની ક્રિયા છે છેદન ક્રિયાની જેમ એટલે છેદન ક્રિયામાં જેમકુહાડી કરણની જરૂર પડે છે. બસ આ પ્રમાણે ઉપલબ્ધિ ક્રિયાનું કરણ તે જ ઇન્દ્રિય છે. તેમાં ઇન્દ્રણ = ઇન્દ્રિય અંગોપાંગ નામકર્મના ઉદયથી નિર્માણ કરાયેલી હોય તે ઇન્દ્રિય અથવા ઈંદ્ર એટલે આત્મા તેનાં લિંગ તે ઇંદ્રિય' (૧૧૭-૧-૧૭૪) સિ.હેમ.થી નિપાત) ઇન્દ્રિયની પ્રવૃત્તિ ઉપરથી આ શરીરમાં લીન- છુપાયેલ આત્માનું ગ=ગમન—જ્ઞાન થાય છે, માટે આને આત્માનું લિંગ કહેવાય છે. ખરેખર કર્મથી મલીન આત્મા પોતે જાતે પદાર્થને જાણવા અસમર્થ હોય છે, એટલે અર્થ ઉપલબ્ધિમાં ઇન્દ્રિય નિમિત્ત-સહાયક બને છે. આમ બે રીતે ઇંદ્રિયોની વ્યુત્પત્તિ દર્શાવી.
૭૬. શંકાકાર - અરે ! એમ તો આત્માને અર્થનું જ્ઞાન ઇન્દ્રિય રૂપી લિંગથી થતું હોવાથી તે બધુ જ્ઞાન અનુમાન કહેવાશે. અનુમાનની ઉત્પત્તિ લિંગનું જ્ઞાન થયા વિના સંભવી શકતી નથી. તે લિંગનું જ્ઞાન અનુમાનથી માનવામાં આવે તો અનવસ્થા દોષ આવશે. અનુમાન માટે લિંગ જ્ઞાન તે માટે અનુમાન પુનઃ દ્વિતીયઅનુમાન માટે લિંગજ્ઞાન તે માટે તૃતીય અનુમાન એમ અનવસ્થા ઉભી થશે.
૧ ‘ઇન્દ્રિયમિન્ત્રલિઙ્ગમિન્દ્રર્દષ્ટમિન્દ્રસૃષ્ટમિન્દ્રજુષ્ટમિન્દ્રદત્તમિતિ પાળિની સૂત્ર II ૫.૨.૯૩॥
ઇન્દ્ર-જીવ = આત્માનું લિંગ અથવા ઇન્દ્રનો અર્થ કર્મ પણ થાય છે (જૈનેન્દ્રસિદ્ધાંત કોશમાં) ઇન્દ્રદેષ્ટ-કર્મ અથવા આત્મા દ્વારા પ્રકાશિત કરાયેલ એટલે કે આત્મા દ્વારા અને કર્મના ક્ષયોપશમથી ઇંદ્રિયમાં પ્રકાશ આવે છે, જો આત્મા ન હોય, અથવા કર્મનો ક્ષોયોપશમ ન હોય તો ઇંદ્રિયમાં પ્રકાશ આવી શકે નહિ. “ભગવતા થયા ભૂતતો પકાસિતાનિ” એમ વિશુદ્ધિમાર્ગમાં કહ્યું છે. ૨ શંકા → અર્થનું શાન ઇંદ્રિયરૂપી લિંગથી જન્ય છે. પણ આ ઇંદ્રિયલિંગનું જ્ઞાન થયા વિના અર્થના જ્ઞાન સ્વરૂપ અનુમાન થઇ શકે નહીં. હવે એમ માનોકે ઇંદ્રિયનું જ્ઞાન અન્ય અનુમાનથી કરી લઇશું પછી તેના દ્વારા અર્થશાનરૂપ અનુમાન થઇ જશે. ત્યારે પ્રશ્ન એ આવે છે કે આ ઇંદ્રિયનું જ્ઞાન કરવા માટે મૂકેલ અનુમાનમાં લિંગ કોણ અને તેનું જ્ઞાન શેનાથી થશે ? તેવા અનુમાન માટે પણ તે જ ઇંદ્રિયનું જ્ઞાન જરૂરી છે. એમ આત્માશ્રનો પ્રસંગ આવે છે. અહીં પ્રથમ