________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૧
नैवम्, भावेन्द्रियस्य स्वसंविदितत्वेनानवस्थानवकाशात् । यद्वा, इन्द्रस्यात्मनो लिङ्गान्यात्मगमकानि इन्द्रियाणि करणस्य वास्यादिवत्कषेधिष्ठितत्वदर्शनात् । .
• સમાધાન : આવી વાત નથી. ભાવેજિયો સ્વતઃ પોતાનું જ્ઞાન કરાવનારી સ્વસંવેદી હોવાથી અનવસ્થાને અવકાશ જ નથી. અથવા ઈદ્ર એટલે આત્મા તેનું જે લિંગ હોય- આત્માની હયાતીની પ્રતીતિ જેનાથી થાય તે ઈદ્રિય.
જેમકે - કરવત વગેરે જે કોઈ કરણ છે, તે બધા કર્તા દ્વારા અધિષ્ઠિત થઈને જ ક્રિયા કરે છે, તેમ ઈદ્રિય પણ કરણ છે. તે કોઈ કર્તાને અધિષ્ઠિત હોવી જોઈએ. તે કર્તા=કરણના ચાલક (ઓપરેટર) તરીકે જ આત્મા છે. એમાં ઇન્દ્રિય રૂપી લિંગથી આત્માનું અનુમાન થાય છે. (અથર્મ, ઇન્દ્રિયો આત્માના જ્ઞાન માટે લિંગ છે, કાંઇ બાહ્ય પદાર્થના જ્ઞાન માટે લિંગરૂપે કામ કરતી નથી. કારણ કે બાહ્ય પદાર્થની ઉપલબ્ધિ સાથે તેનો અવિનાભાવ નથી. પરંતુ બાહ્ય પદાર્થના જ્ઞાનમાં કરણ રૂપે કામ કરે છે. [જેમ-“જ્યાં જ્યાં કરવત, ત્યાં ત્યાં છેદન ક્રિયા” એવી વ્યાપ્તિ નથી. તેમ અહીં પણ જ્યાં ઈન્દ્રિય ત્યાં ત્યાં ઉપલબ્ધિ” એવી વ્યાપ્તિનથી. આત્મામાં ઈન્દ્રિયતો સદા વિદ્યમાન હોય છે. માટે આત્મા સાથે તેમનો અવિનાભાવ ખરો, પરંતુ કંઈ ઉપલબ્ધિ હમેશા હોતી નથી.
(વિષયને ગ્રહણકરવાની શકિત-પ્રકાશ તે ક્ષયોપશમ=ભાર્વેદ્રિય છે.) આત્મા અને નામકર્મથી ઈડિયનું સર્જન થાય છે, માટે ઈન્દ્રસૃષ્ટમ્, ઈન્દ્રજુષ્ટ આત્મા/કર્મ દ્વારા લેવાયેલ એટલે કે આત્માને જ્યારે કોઈ વિષયનું જ્ઞાન કરવાનું હોય છે ત્યારે તેણે (આત્માને) ઈદ્રિયની સેવામાં જવું પડે છે, ઈદ્રિયની ગરજ કરે છે (ભાવના સેવનાય, ગોચનાસેવનાથ ભગવતા સેવિતાનિ) અને કર્મ દ્વારા પુષ્ટ કરાય છે, કર્મ રાજા પોતે નામકર્મના ઉદયથી તેની સેવા કરે છે, જેથી તેઓ લાંબાકાળ સુધી ટકી રહે છે, જો અંગોપાગના વિપાકમાં ખામી આવે તો ઈદ્રિયમાં ગરબડ થઈ જાય છે. ઈન્દ્રદત્ત આત્મા/કર્મે આ ઈદ્રિયો આપી છે, ] ઈન્ એટલે વિષય તેના પ્રત્યે દ્રવે રૂદ્ ન્દ્રિયમ્' સિરે ૭.૧.૧૭૪ થી નિપાતન દ્વારા સિદ્ધ થાય છે. એટલે કે વિષય રૂપે પોતે બને છે, જેમ દ્રવ પાણી જેમાં નાંખો તેવો આકાર ધારણ કરે છે, તેમ આંખ પણ સામે જેવી વસ્તુ હોય તેવા આકાર આંખમાં આવે છે. જીભ તેને રસાસ્વાદવાળી બને છે.
અનુમાનમાં લિંગરૂપે ઈદ્રિય જ છે તેના જ્ઞાનમાટે ઉપયોગી અન્ય અનુમાનમાં તે જ ઇંદ્રિય લિંગ બનતી હોવાથી આત્માશ્રય થાય. જે અન્ય અન્ય લિંગને કારણ માનવાના હોય તો અનવસ્થા આવે ઇતિ ચિન્ય(પ્રથમ વહ્નિ માટે લિંગ રૂપે જે ધૂમ છે, અને બીજા વહ્નિ માટે ભિન્નધૂમલિંગ બને, ત્યાં નવા વદ્ધિ માટે અન્ય લિંગની જરૂર પડે તો અનવસ્થા થાય.)
સમા - આ ભાવેન્દ્રિયનું જ્ઞાન સ્વતઃ થઇ જતું હોવાથી આત્માશ્રયનો પ્રસંગ નથી, આત્માશ્રય દોષતો ત્યારે જ બને કે જ્યારે સ્વતઃ સંવેદન ન થતું હોય, છતાં તેનાથી જ તેનું જ્ઞાન કરવાનું હોય. અનુભવસિદ્ધમાં આત્માશ્રય લાગતો નથી. જેમ દીવો સ્વયં પ્રકાશે છે.