________________
૬૦ /૧/૧/૧૭+૧૮
પ્રમાણમીમાંસા
सर्वज्ञोपज्ञ'श्चागमः कथं तद्बाधकः ? इत्यलमतिप्रसङ्गेनेति ॥१७॥ ६६३. न केवलं केवलमेव मुख्यं प्रत्यक्षमपि त्वन्यदपीत्याह
तत्तारतम्येऽवधिमनःपर्यायौ च ॥१८॥ ६ ६४. सर्वथावरणविलये केवलम्, तस्यावरणविलयस्य 'तारतम्ये' आवरणक्षयोपशमविशेषे तन्निमित्तकः ‘अवधिः' अवधिज्ञानं 'मनःपर्याय:' मनःपर्यायज्ञानं च मुख्यमिन्द्रियानपेक्षं प्रत्यक्षम् । तत्रावधीयत इति 'अवधिः' मर्यादा सा च "रूपिष्ववधेः" [ तत्त्वा० १.२८ ] इति वचनात् रूपवद्रव्यविषया अवध्युपलक्षितं ज्ञानमप्यवधिः । स द्वेधा भवप्रत्ययो गुणप्रत्ययश्च । तत्राद्यो देवनारकाणां पक्षिणामिव वियद्गमनम् । गुणप्रत्ययो मनुष्याणां तिरश्चां च।
વિના કેવી રીતે બની શકે? કદાચ માની લઈએ કે અપૌરુષેય આગમ છે, તો પણ તે આગમ સર્વજ્ઞનું બાધક તો જોવા મળતું નથી. કા. કે. એવું તેમાં કોઈ વચન જોવા મળતું નથી કે જે સર્વજ્ઞનું નિષેધ કરતું હોય. આગમ અપૌરૂષય બની જવાથી કાંઈ સર્વજ્ઞની સર્વજ્ઞતા હણાઈ જતી નથી.
અને એ આગમ (= સર્વજ્ઞથી આવિષ્કાર પ્રગટીકરણ થયું છે જેનું તેવુ આગમ, ૩પજ્ઞ = અંતઃકાળે અપને માપ ૩૫ના હુ જ્ઞાન, ગરિણા (હિ)) સર્વજ્ઞ ભાષિત માનવામાં આવે છે, તો તે સર્વજ્ઞનું બાધક બને જ કેવી રીતે? અસર્વકૃત આગમ તે પ્રામાણિક બની શકે નહિ. સર્વશની સિદ્ધિમાં આથી વિશેષ ચર્ચા કરવાની રહેવા દઈએ. ૬૩. માત્ર કેવલજ્ઞાનજ મુખ્ય-નિરૂપચરિત પ્રત્યક્ષ છે એમ નથી. બીજા પણ છે, તે સૂત્ર દ્વારા દર્શાવે છે.
આવરણના ક્ષયોપશમની તરતમતાથી અવધિજ્ઞાન અને મન પર્યવજ્ઞાન
થાય છે, ચ = અને તેપણ મુખ્ય-નિરૂપચરિત પ્રત્યક્ષ છે II૧૮ ૬૪. જ્ઞાનનાં આવરણનો સર્વથા ક્ષય થતાં કેવલજ્ઞાન થાય છે. પણ જ્યારે (તે તે) આવરણના ક્ષયની તરમતા હોય અર્થાત્ ક્ષયોપશમ વિશેષ થતાં તેનાં નિમિત્તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ બને જ્ઞાન પણ ઇન્દ્રિયની અપેક્ષા રાખ્યા વિના આત્માને પદાર્થનો સાક્ષાત્ બોધ કરાવતા હોવાથી મુખ્યનિરૂપચરિત પ્રત્યક્ષ કહેવાય છે. મર્યાદાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન. તેની મર્યાદા તત્વાર્થસૂત્રમાં બતાવવામાં આવી છે કે - “રુપિષ્યવધે ” રૂપી દ્રવ્યમાં અવધિજ્ઞાન પ્રવર્તે છે.
એટલે કે અવધિજ્ઞાનનાં વિષય રૂપી બાદર પરિણામી પુદ્ગલ દ્રવ્યો બને છે, શેષ નહીં. એમ મર્યાદા બંધાણી. અવધિથી ઉપલક્ષિત ઓળખાયેલ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય. તે જ્ઞાન બે પ્રકારે છે -. १ उपज्ञा ज्ञानमाद्यं स्यात्-अभि० ६. ९-सम्पा० । २ अष्टादशं एकोनविंशतितमं चेति सूत्रद्वयं ता-मू० प्रती भेदकचिहूं विना एकसूत्रत्वेन लिखितं दृश्यते ।