________________
૩૨ ૧/૧/૧૦-૧૧
પ્રમાણમીમાંસા
चकारः स्वविषये द्वयोस्तुल्यबलत्वख्यापनार्थः । तेन यदाहुः "सकलप्रमाणज्येष्ठं प्रत्यक्षम् ' इति तदपास्तम् । प्रत्यक्ष 'पूर्वकत्वादितरप्रमाणानां तस्य ज्येष्ठतेति चेत्, (उद् + हा = उठना, उक्ष - तरकरना, निकालना फैलाना નં.હિં. પ+સ્ + થમ્ = પોક્ષ: )
न, प्रत्यक्षस्यापि प्रमाणान्तरपूर्वकत्वोपलब्धेः लिङ्गात् आप्तोपदेशाद्वा वह्न्यादिकमवगम्य प्रवृत्तस्य તતિષયપ્રત્યક્ષોત્વત્તઃ ॥ ૨ ॥
§ ३२. न प्रत्यक्षादन्यप्रमाणमिति लौकायतिकाः । तत्राह
व्यवस्थान्यधीनिषेधानां सिद्धेः प्रत्यक्षेतरप्रमाणसिद्धिः ॥ ११ ॥
"
$ ३३. प्रमाणाप्रमाणविभागस्य, परबुद्धेः, अतीन्द्रियार्थनिषेधस्य च सिद्धिर्नानुमानादिप्रमाणं विना । चार्वाको हि काश्चिज्ज्ञानव्यक्तीः संवादित्वेनाव्यभिचारिणीरुपलभ्यान्याश्च विसंवादित्वेन व्यभिचारिणीः, पुनः कालान्तरे तादृशीतराणां ज्ञानव्यक्तीनामवश्यं प्रमाणेतरते व्यवस्थापयेत् ।
(૨) અક્ષ આત્મા તેનાથી પર અન્ય જે ઇન્દ્રિય વગેરે તેનાથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, આનું-પરોક્ષનું લક્ષણ પણ આગળ કહીશું.
સૂત્રમાં ચકારનું ગ્રહણ “બન્ને પ્રમાણ પોતપોતાના વિષયમાં સરખા બળવાળા છે,” એવું જણાવવા માટે છે. એટલે પ્રત્યક્ષથી દેખાતો વહ્નિ જેટલો શ્રદ્ધનીય છે, તેટલો જ અનુમાનથી સિદ્ધ વહ્નિ પણ શ્રદ્ધનીય છે જ. આનાથી જે કોઇ કહે છે કે બધા પ્રમાણોમાં પ્રત્યક્ષ જયેષ્ઠ-શ્રેષ્ઠ પ્રમાણ છે. આ કથનનો નિરાસ થઇ જાય છે.
♦ શંકાકાર- શૈષ પ્રમાણોની પૂર્વમાં પ્રત્યક્ષ પ્રમાણની જરૂર પડતી હોવાથી પ્રત્યક્ષને જયેષ્ઠ માનવું ઉચિત છે. જેમ ધૂમનું પ્રત્યક્ષ થાય, તો જ તેનાં આધારે વિહ્નનું અનુમાન થઇ શકે, અન્યથા નહિં.
• સમાધાન - પ્રત્યક્ષ પણ અન્ય પ્રમાણ પૂર્વકનું દેખાય છે, જેમ પહેલા લિંગથી અનુમાનથી કે આમોપેદેશ-આગમથી વહ્નિને અમુક ક્ષેત્રમાં રહેલો જાણી તે તરફ પ્રવૃત્તિ કરતા વહ્નિનું પ્રત્યક્ષ થાય છે. આમ પાસે ઘટનું સ્વરૂપ જાણી ઇન્દ્રિય સંબંધ થતા “આ ઘટ છે.” આવું પ્રત્યક્ષ થાય છે. એટલે જ તો શાસ્ત્રમાં → વિશેષાવશ્યક ભાષ્યમાં મતિજ્ઞાનના શ્રુતનિશ્ચિત અને અશ્રુત નિશ્રિત એમ ભેદ પાડયા છે. એટલે બીજાના આઘારે જે જ્ઞાન પેદા થાય તે અલ્પબળવાળું છે, એમ માનવું યોગ્ય નથી. ૧૦
૩૨. પ્રત્યક્ષથી ભિન્ન કોઈ પ્રમાણ નથી એવું ચાર્વાક માને છે. તેની બાબતમાં વિચારણા કરતા આચાર્યશ્રી કહે છે કે.....
પ્રમાણે અપ્રમાણના વિભાગ સ્વરૂપ વ્યવસ્થા, અન્યની બુદ્ધિ છે એવું, તેમજ પરલોક વગેરે અતીન્દ્રિય પદાર્થનો નિષેધ આ બધુ સિદ્ધ હોવાથી પ્રત્યક્ષથી ભિન્ન પ્રમાણની સિદ્ધિ થાય છે. ||૧૧||
૩૩. કારણ કે આ બધાની સિદ્ધિ અનુમાન વિના થઇ શકતી નથી. ચાર્વાક જ્ઞાનમાં પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થા આ રીતે કરશે → ચાર્વાક કોઈક જ્ઞાનને સંવાદિ હોવાથી અવ્યભિચારી (પ્રમાણ) રૂપ માને અને અન્ય જ્ઞાનોને વિસંવાદી હોવાથી વ્યભિચારી માને છે. એવું સમજીને પછી અન્ય કાળે પૂર્વનાં જેવા સંવાદી જ્ઞાનોને પ્રમાણ અને અન્ય પ્રકારના (વિસંવાદી) જ્ઞાનોને અપ્રમાણ તરીકે જાહેર કરે છે— વ્યવસ્થા કરે છે.
એટલે કે પૂર્વપક્ષના કહેવા પ્રમાણે પહેલીવાર ઝાંઝવાના જલને જોઇ વિસંવાદના કારણે એટલે પોતાને દૂરથી જે પાણીનું જ્ઞાન થયુ તે સાચુ છે કે ખોટું તેની ખાત્રી કરવા પ્રમાતા તે દેશ સુધી પહોચી આંખ, સ્પર્શ ૬ -૦મિતિપૂર્વ૦-૩૦ ।