________________
૪૨ /૧/૧/૧૫
પ્રમાણમીમાંસા હું ૪૮. “ત' તિ પ્રત્યક્ષ'મર્થન, મચાવનારા વૈદિકરૂધ્યેત ! दीर्घकालनिरन्तरसत्कारासेवितरत्नत्रयप्रकर्षपर्यन्ते एकत्ववितर्काविचारध्यानबलेन निःशेषतया ज्ञानावरग्णादीनां घातिकर्मणां प्रक्षये सति चेतनास्वभावस्यात्मनः प्रकाशस्वभावस्येति याक्त, स्वरूपस्य प्रकाशस्वभावस्य सत एवावरणापगमेन 'आविर्भावः' आविर्भूतं स्वरूपं मुखमिव शरीरस्य सर्वज्ञानानां प्रधानं 'मुख्यम्' प्रत्यक्षम् । तच्चेन्द्रियादिसाहायकविरहात् सकलविषयत्वादसाधारणत्वाच्च 'केवलम्' इत्यागमे प्रसिद्धम्। ____६४९. प्रकाशस्वभावता कथमात्मनः सिद्धेति चेत्, एते बूमः-आत्मा प्रकाशस्वभावः, . असन्दिग्धस्वभावत्वात्, यः प्रकाशस्वभावो न भवति नासावसन्दिग्धस्वभावो यथा घटः, न च तथात्मा, न खलु कश्चिदहमस्मि न वेति सन्दिग्धे इति नासिद्धो हेतुः। तथा, आत्मा प्रकाशस्वभावः, बोद्धत्वात्,
જ્ઞાનાવરણાદિનો સર્વથા વિલય થતા ચેતન (આત્મા)ના સ્વરૂપનું પ્રગટ
થવું તે કેવલજ્ઞાન નામનું મુખ્ય પ્રત્યક્ષ છે. ll૧૫ ૪૮. ત શબ્દ પ્રત્યક્ષનો પરામર્શ કરવા માટે છે, અન્યથા તરતજના ઉપરનાં સૂત્રમાં કહેવાયેલ વૈશદ્યનું ગ્રહણ થઈ જાત.
લાંબા કાલ સુધી સતત બહુમાન પૂર્વક સાધના કરાયેલ રત્નત્રયના પ્રકર્ષના પર્યન્ત-પરાકાષ્ઠાએ એકત્વ વિતર્ક અવિચાર નામના શુકુલ ધ્યાનના બલથી સંપૂર્ણ રીતે જ્ઞાનાવરણીય વગેરે ઘાતિકર્મનો ક્ષય થતા ચૈતન્યપ્રકાશ સ્વભાવવાળા આત્માનો પ્રકાશ સ્વરૂપ- તમામે તમામ પદાર્થને સાક્ષાત્ જોવા અને જાણવાનો જેનો સ્વભાવ છે, આવાં સ્વભાવનો આવિર્ભાવ થવો, [એટલે કે સત -અનાદિકાળથી જે સ્વભાવ આત્મામાં પડેલો જ છે, પરંતુ કર્મના આવરણથી અવરાયેલો હતો, તેવા વિદ્યમાન સ્વભાવનો જ આવરણ દૂર થવાથી આવિર્ભાવ થાય છે. સર્વથા વિદ્યમાન ન હોય તે ક્યારેય પ્રગટ ન થાય-પેદા પણ ન થાય, આમ કહેવાથી અસત્સત્ બને છે એવા બૌદ્ધનો નિરાસ થાય છે.] એટલે કે આત્માનું એ સ્વરૂપ બિલી ઉઠવું. તે સર્વજ્ઞાનોમાં મુખ્યપ્રધાન પ્રત્યક્ષ છે, જેમ શરીરમાં મોટું મુખ્યપ્રધાન ગણાય છે. આ પ્રત્યક્ષ જ્ઞાનમાં ઈન્દ્રિય, આલોક, અન્યજ્ઞાન આદિ કોઈની પણ અપેક્ષા રહેતી નથી માટે, દરેકે દરેક પદાર્થના પર્યાય સહિત બધા પદાર્થને પોતાનો વિષય બનાવતું હોવાથી અને અસાધારણ = એના તોળે બીજું કોઈ જ્ઞાન ન હોવાથી આ પ્રત્યક્ષને આગમમાં (જૈન સિદ્ધાન્તમાં) કેવલજ્ઞાન તરીકે સંબોધવામાં આવે છે. વન વિ૦)...સમસ્ત, પૂર, સત્તા, અસાધાર ( હિં.) .
૪૯. શંકાકાર - આત્મા પ્રકાશ સ્વભાવવાળો છે, આ કેવી રીતે સિદ્ધ થાય? ન • સમાધાન - આત્મા પ્રકાશ સ્વભાવવાળો છે, કારણ કે તે અસંદિગ્ધ સ્વભાવવાળો છે, જે પ્રકાશ સ્વભાવવાળો નથી, તે અસંદિગ્ધ સ્વભાવવાળો નથી હોતો, જેમ ઘટ (અસંદિગ્ધસ્વભાવ પોતાના જ્ઞાનમાં સંશયવાળો ન હોવું એવો સ્વભાવ) “આત્મા અસંદિગ્ધ સ્વભાવવાળો નથી' એવું નથી, કારણ કે “હું છું કે ૨ પ્રત્યક્ષચ પ૦-છે- ૨ યમુનાને રૂ નાનાવાયારીના છે.