________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૭
अथ प्रज्ञायाः सातिशयत्वात्तत्प्रकर्षोऽप्यनुमीयते तर्हि तत एव सकलार्थदर्शी किं नानुमीयते ?
સંખ્યાને જાણવા આપણું પાંચમાંથી એકય પ્રમાણ લાગું પડતું નથી, તો શું ? “કુંભસંખ્યા નથી’” આમ કહી શકાય ખરું ? કા. કુંભસંખ્યા છે જ એટલે પદાર્થ સત્ હોવા છતાં શાપકાનુપલબ્ધિ છે, એમ વ્યભિચાર આવે. હવે જો સર્વસંબંધી છે તો ’બધાના જ્ઞાન કેવલજ્ઞાનનો અભાવ દર્શાવે છે” (કા.કે. કોઈના પણ જ્ઞાનથી તેની ઉપલબ્ધિ થથી નથી.) આમ બધી વ્યક્તિના જ્ઞાનની તપાસ કરીને મીમાંસક સર્વજ્ઞનો નિષેધ કરે છે, તો તે તપાસ કરનાર વ્યક્તિ જ સર્વજ્ઞ સિદ્ધ થઇ જશે. (A.S.)
અત્યંત પરોક્ષ પિશાચાદિનો અભાવનિશ્વય અનુમાનથી કરી શકાતો નથી. તેમ સર્વજ્ઞપણ અત્યંત પરોક્ષ- અદૃશ્ય હોવાથી અભાવનિશ્ચયનું અનુમાન ન કરી શકાય. “સર્વજ્ઞાભાવ ન હોત તો આગમ(વેદ)નો અવિસંવાદ ન હોત” (મીમાંસકનું માનવુ કે કોઈ પુરુષ આગમનું પ્રતિપાદન કરે તો તેમા વિસંવાદ આવી જાય.) આવી અર્થાપત્તિ લાગુ પડતી નથી. કા. કે. અતીદ્રિય પદાર્થ પ્રતિપાદક આગમ જ સર્વજ્ઞ વિના ન સંભવે) “એના જેવું સાદેશ્ય મળતુ નથી.” માટે ઉપમાન પ્રમાણ બાધક બની શકે છે. અરે જે તમારી આખે દેખાતો નથી તેનું સાદેશ્ય ક્યાંથી મળે ? એટલે સાઠેશ્ય ન મળવાથી તેનો—સર્વજ્ઞનો નિષેધ કરી શકાતો નથી. એમ બાધક પ્રમાણનો અભાવ સુનિશ્ચિત હોવાથી સર્વજ્ઞ સિદ્ધ થાય છે.]
[જૈન ઃ- જ્યારે અમારે મતે તો આવરણના ક્ષયથી મનુષ્ય માત્ર સર્વજ્ઞ બની શકે છે. એટલે અમારા
:
મતમાં સર્વજ્ઞ ભગવંતો હોઈ શકે છે, ભલે તમારે કોઈ સર્વશ ન હોય !
૫૫
સર્વજ્ઞવાદી → અમારા જ્ઞાન અને શાપકોપલંભને તમે પ્રમાણરૂપે માનો છો કે નહીં ? પ્રમાણ માનશો તો સર્વજ્ઞસિદ્ધ થઇ જશે. કા.કે. અમને એવું જ્ઞાન છે કે - “સર્વજ્ઞવિદ્યમાન છે” એ પ્રમાણિત જ્ઞાનની તેમને ખબર પડી ગઈ છે. અને અપ્રમાણિક માનશો તો હજી તમને અમારા પ્રમાણનું જ્ઞાન જ નથી થયું વાસ્તવમાં અમારા જ્ઞાનનું જ્ઞાન તમને થયું હોત તો તેની પ્રમાણતા ખબર પડી જ જાત. કા.કે. પ્રમાણતા એ જ્ઞાનનું પોતાનું સ્વરૂપ છે. તેથી બધા પુરુષના જ્ઞાનનો જ તમને અભાવ હોવાથી “બધાને” તેવા સર્વજ્ઞાનનો અભાવ છે” એવું કેમ કહી શકાશે? “અર્તીદ્રિયપ્રત્યક્ષથી અતીન્દ્રિય પદાર્થ જણાતા નથી,” આવું તમે ઈદ્રિય પ્રત્યક્ષથી કહી શકશો નહી. કા.કે. અતીન્દ્રિયપ્રત્યક્ષ તે અતીન્દ્રિય પદાર્થ હોવાથી તેનો વ્યાપાર ઇંદ્રિયથી જાણી ન શકાય. આંધળો રૂપ ન દેખી શકે, તો તેનો નિષેધ કેમ કરી શકે. ? ]
મીમાંસક : પ્રજ્ઞામાં તરતમતા જોવા મળે છે. તેનાં આધારે કોઈક પુરૂષમાં પ્રજ્ઞાના પ્રકર્ષનું અનુમાન કરી શકાય છે. મનુ યાજ્ઞવલ્ક ઇત્યાદિ ઋષિયોને મીમાંસક સાતિશય પ્રશાશાલી માને છે (પણ સંપૂર્ણ સર્વજ્ઞ નહીં, તેમને વેદનું જ્ઞાન થાય છે, પણ તેઓ અહીંદ્રિય પદાર્થ નથી જાણતા, નથી જોતા) પણ સર્વદર્શીનું અનુમાન કરવું યોગ્ય નથી લાગતું. [ બુદ્ધિની પરાકાષ્ઠા માની લઈએ તેનાથી કંઈ બધુ જ સાક્ષાત્ થઈ જાય એવું નથી, એટલે કે બુદ્ધિમાં દૂરવ્યવહિત સૂક્ષ્મ સ્વર્ગનરકનિગોદાદિ પદાર્થો બેસી જાય, પરંતુ સાક્ષાત્ દેખાવા લાગે
=