________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૭
૫૭ ६६१. न चानुमानं तद्बाधकं सम्भवति, धर्मिग्रहणमन्तरेणानुमानाप्रवृत्तेः, धम्मिग्रहणे वा तद्ग्राहकप्रमाणबाधित्वादनुत्थानमेवानुमानस्य। અનુપલંભને પ્રમાણિત માને છે, આ કેવું અજુગતું કહેવાય. કા.કે. બન્ને ઠેકાણે ઈદ્રિય સંબંધનો અભાવ તો સરખો જ છે. સ્વપક્ષે તમારાં પક્ષમાં શબ્દ ઉપલંભ થતો નથી છતાં આ અનુપલલ્મને અપ્રમાણિત ઠેરવી તમે અનુમાન દર્શાવ્યું. શબ્દની નિત્યતા અનુમાનથી સિદ્ધ કરી. તો પછી તે અનુપલમ્ભ સર્વજ્ઞાભાવની સિદ્ધિ કરવામાં કેવી રીતે પ્રમાણિત બની શકે. કારણ કે બને ઠેકાણે વસ્તુની અનુપલબ્ધિ અર્થાત્ સાક્ષાત્કાર ન થવો એ અનુપલક્ષ્મ તો સરખો જ છે. એટલે તેવો અનુપલભ્ય એક ઠેકાણે પ્રમાણ અને બીજે ઠેકાણે અપ્રમાણ આવું માની શકાય નહિં.
૬૧. અનુમાન પ્રમાણ પણ સર્વશનું બાધક બની શકતું નથી. કારણ કે સાધ્યધર્મ માં રાખવાનો છે તે ધર્મી (સર્વજ્ઞ) પક્ષને જાણ્યા વિના અનુમાન થઈ શકતું નથી. હવે જો સર્વજ્ઞ-પક્ષને જાણીને આ બાધક અનુમાનની પ્રવૃત્તિ થાય છે, એમ કહેશો તો જે પ્રમાણથી આ પક્ષને જાણ્યો, તે જ પ્રમાણ આ સર્વજ્ઞબાધક અનુમાનનું બાધક બની જશે. (પ્રજ્ઞાપકર્ષ સાધ્ય છે. તે જ ધર્મી= સર્વજ્ઞનો ધર્મ છે. અને તે ધર્મવાળો હોય તે જ તો સર્વજ્ઞ કહેવાય.) અથવા ‘અયપક્ષ, “સર્વજ્ઞ સાધ્ય, “ઘાતિકર્મરહિતત્વાત’ હેતુ, આ અનુમાનનું બાધક= “સર્વજ્ઞો નાસ્તિ વક્રુત્વા” આ અનુમાનનું ઉત્થાન સંભવી શકતું નથી, કા.કે. તમારા અનુમાનનાં પક્ષરૂપે જ અયં (સર્વજ્ઞ) છે એને તો તમારે પહેલા ઓળખવો પડશે, હવે પછી તો તમારું આ બાધક અનુમાન
૧ નવકાર કંડારેલા ચોખાના દાણામાં એક સાથીયો છે. સાથીયાવાળો નવકાર છે. હવે તમે જે “આઈ ગ્લાસથી” નવકાર કંડારેલો દાણો એવો ધર્મી જશો તેજ આઈ-ગ્લાસથી ત્યાં રહેલ સાથીયો દેખાઈ જશે. તેમ વીતરાગત્વ, જ્ઞાનાવરણવિલયત્વ ધર્મવાળા ધર્માનું જ્ઞાન જેનાથી થશે તેનાથી કેવલજ્ઞાન = સર્વજ્ઞત્વનું જ્ઞાન થઈ જશે. અમે પણ કંઈ રસ્તામાં ચાલતા માણસને તો સર્વજ્ઞધર્મી માનતા જ નથી. જેમાં મોહનો અને ઘાતિકર્મોનો ક્ષય થયેલો છે, તેવા વિશિષ્ટ પુરુષને અમે ધર્મી માનેલો છે. આવા ધર્મીને
ઓળખ્યા વિના તો તમે “તે સર્વજ્ઞ નથી” એવો નિષેધ કરનારું અનુમાન પણ કેમ કરી શકશો? અમારે તો અવધિજ્ઞાની દેવ કાર્મણવર્ગણાના પરિશાટનનું પ્રત્યક્ષ કરી-અવધિજ્ઞાનથી સાક્ષાત કરી અનુમાન કરી લે છે કે કેવલજ્ઞાનાવરણીયાદિ ઘાતિ કાર્પણ વર્ગણા આમાંથી વિલયપામી છે, તેથી આ સર્વજ્ઞ બન્યા છે, આવો નિશ્ચય થવાથી કેવલજ્ઞાનનો મહોચ્છવ કરવા આવે છે. એટલે જે અવધિજ્ઞાનથી આવરણવિલયવાનું એવા ધર્માનું જ્ઞાન થયું તેના આધારેજ સર્વજ્ઞસિદ્ધિનું અનુમાન થઈ જશે. એટલે ધર્મી સાથે તેના ધર્મ કેવલજ્ઞાનનું જ્ઞાન પણ થઈ જવાથી હવે તમારું બાધક અનુમાન પ્રવૃત્ત થઈ શકશે નહીં કા.કે. પ્રથમ અનુમાન સર્વશ ધર્મનું થઇ જાય છે એટલે ઉપરોક્ત વીતરાગ વગેરે વિશેષણવાળા ધર્માનું જ્ઞાન જે પ્રમાણથી કરશો તેના આધારે સર્વજ્ઞનું ભાન થઈ જ જતું હોવાથી તમારું બાધક પ્રમાણ લાગું પડી શકતું નથી.=પ્રવૃત થઈ ન શકે કા. કે. તમારા અનુમાનનો પક્ષ-ધર્મીને જ્ઞાત કરીને મકવો પડશે અને તે ધર્મી સાથે તો ધર્મનું સર્વજ્ઞત્વ જ્ઞાન થઈ જાય છે, માટે કેવલજ્ઞાનાભાવ-સર્વજ્ઞાભાવ આ તમારું સાધ્ય બાધિત બનવાથી તમારું અનુમાન ચાલી શકશે નહીં. ઘડાને પ્રમાણથી ગ્રહણ કર્યા વિના “તે ઘડો પાણીવાળો નથી, “બહારથી સુકો દેખાતો હોવાથી આવું અનુમાન સંભવી શકે ખરું? ઘડાને દેખ્યા વિના હેતુનો બોધ જ કયાં થાય? હવે ઘડાનું જે પ્રમાણથી ગ્રહણ કર્યું તે પ્રમાણથી ઘટના અસ્તિત્વનું બાધક પ્રમાણ = અનુમાન બાધિત થઈ જવાથી તેનું બાધક પ્રમાણ ઉભું થઈ શકતું નથી. અથવા “સર્વજ્ઞઃ નાસ્તિ વર્ઝાવાતુ” અહીં સર્વશને પક્ષબનાવવો પછી તેની સત્તાનો નિષેધ કરવો આમ કહેશો, તો આ પક્ષનું જ્ઞાન થશે એટલે સર્વજ્ઞનું જ્ઞાન થઈ જ જવાથી આ બાધક અનુમાન સંભવી જ ન શકે.