________________
૪૬ /૧/૧/૧૫
પ્રમાણમીમાંસા
"नर्ते तदागमात्सिध्येन च तेनागमो विना ।" [श्लोकवा० सू० २. श्लो० १४२] રૂતિ ા પૌરુષેયસ્ત તાઇવ નાચેવા ચોપ- -
"अपाणिपादो ह्यम'नो ग्रहीता पश्यत्यचक्षु स श्रृणोत्यकर्णः ।
स वेत्ति विश्वं न हि तस्य वेत्ता तमाहुरग्र्यपुरुषं महान्तम् ॥" [श्वेताश्व० ३.१६] इत्यादिः कश्चिदर्थवादरूपोऽस्ति नासौ प्रमाणम् विधावेव प्रामाण्योपयमात् ।
આગમ પ્રમાણરૂપે સિદ્ધ થાય ત્યારે “તે સર્વજ્ઞ પ્રણીત છે”, એમ સિદ્ધ થાય. એટલે આગમ પ્રમાણ ભૂત સિદ્ધ ન થાય ત્યાં સુધી તે આગમના આધારે “આ સર્વજ્ઞ પ્રણીત છે” એવું સિદ્ધ કેમ થાય? “અતીન્દ્રિય પદાર્થનું પ્રતિપાદન આગમમાં કરેલ છે માટે તેવા પદાર્થનો દ્રષ્ટા કોક હોવો જોઇએ આ રીતે અનુમાનથી અતીન્દ્રિય પદાર્થ પ્રતિપાદક આગમના આધારે સર્વાની સિદ્ધિ થાય, પરંતુ જ્યાં સુધી સર્વજ્ઞ જ સિદ્ધ ન બને, તો તેનાથી પ્રણીત અતીન્દ્રિય પ્રતિપાદક આગમ ક્યાંથી સિદ્ધ થાય? કારણ કે કોઈ સર્વશ જ ન હોય તો અતીન્દ્રિય પ્રતિપાદક આગમ પ્રમાણભૂત સિદ્ધ કેવી રીતે થાય? આગમમાં પ્રરૂપેલા અતીન્દ્રિય પદાર્થો સતુ – વાસ્તવિક છે, એ આપણા જેવાને તો ખબર પડે નહિ, એટલે “આગમ સત્ય છે” એ સિદ્ધ કરવા માટે પહેલા અતીન્દ્રિય દ્રષ્ટા- સર્વજ્ઞ સિદ્ધ કરવો જરૂરી છે, અને અસિદ્ધ આગમના આધારે ઉપરોક્ત અનુમાન કેવી રીતે કરી શકાય?
શંકાકાર – તેવા આગમને અપૌરુષેય માનીશું તેથી તેનાં પ્રામાયમાં કોઈ શંકા નહિ રહે. ૦ સમાધાન - (પૂર્વપક્ષ) - આગમને અપૌરુષેય માનશો તો તેનો કોઈ પ્રતિપાદક સિદ્ધ જ નહિ થાય. એટલે આવા આગમથી અતીન્દ્રિય પ્રતિપાદક આગમના પ્રણેતા તરીકે સર્વજ્ઞ સિદ્ધ થઈ શકતો નથી.
જે વળી – “હાથ પગ વિનાનો હોઈ વેગશાળી છે, નેત્ર વગરના હોવા છતાં બધુ દેખે છે, કર્ણ વગરનો હોઈ બધુ સાંભળે છે, તે આખા વિશ્વને જાણે છે. પણ તેને કોઈ જાણતું નથી. તેજ સર્વોત્તમ મહાન પુરૂષ છે.”
એમ શ્વેતાશ્વતરોપનિષદ્ર (૩.૧૯) માં કહ્યું છે. આવું જે કાંઈ આગમમાં દેખાય છે, તે તો માત્ર અર્થવાદ છે. આ કંઈ પ્રમાણ ભૂત ન કહેવાય, એટલે સર્વજ્ઞને સિદ્ધ કરવા આવા અર્થવાદને પ્રમાણરૂપે ન મૂકી શકાય. આગમની પ્રમાણતા વિધિ (કર્તવ્ય)ના વિષયમાં જ માનેલી છે.
પ્રત્યક્ષ, અનુમાન, અને આગમથી અન્ય પ્રમાણને તો અહીં અવકાશ જ નથી. સર્વજ્ઞ સદેશ કોઈ વ્યક્તિ
१०पादौ घम० -ता० । २ अत्र 'जवनो' इत्येव सम्यक, तस्यैव शङ्करेण व्याख्यातत्वात् । ३ वैद्य-श्वेता० । ૧ વિધિ એટલે “પના નેત” આવા જે વિધાન કરનારા વાક્ય છે, કે જેના દ્વારા કોઈક યાગાદિ અનુષ્ઠાનનું વિધાન કરાતું તેવા વાક્યો આગમમાં દર્શાવેલા છે, એટલે કે આગમમાં ઘણી જાતના વાક્યો આવે છે, કોઈ અર્થવાદ-પ્રશંસારૂપે હોય જેમ કવિ કોઈનું વર્ણન કરવા લાગે તો અનેક વધારાના અતિશય પણ સાહિત્ય સૌંદર્ય માટે બતાવે છે, તેમ ભક્તિથી વર્ણન કરતાં પ્રશંસા કરતા પણ આવું બને જ છે, “અથાતો ઘનફા ” વગેરે કોઈ અધિકારરૂપે હોય, તે બધા પ્રમાણભૂત નથી મનાતા, પરંતુ વિધિવાક્ય હોય તેજ પ્રમાણભૂત કહેવાય છે.