________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૬
૪૭ प्रमाणान्तराणां चात्रानवसर एवेत्याशङ्कयाह
प्रज्ञातिशयविश्रान्त्यादिसिद्धेस्तत्सिद्धिः ॥१६॥ ६५५. प्रज्ञाया अतिशयः-तारतम्यं क्वचिद्विश्रान्तम्, अतिशयत्वात्, परिमाणातिशयवदित्यनुमानेन निरतिशयप्रज्ञासिद्ध्या तस्य केवलज्ञानस्य सिद्धिः, तत्सिद्विरूपत्वात् केवलज्ञानसिद्धेः । 'आदि'ग्रहणात् सूक्ष्मान्तरितदूरार्थाः कस्यचित् प्रत्यक्षाः प्रमेयत्वात् घटवदित्यतो, ज्योतिर्ज्ञानाविसंवादान्यथानुपपत्तेश्च ત્સિદ્ધિ, યાદ
"धीरत्यन्तपरोक्षेऽर्थे न चेत् पुंसां कुतः पुनः ।
તિનાવિસંવાદઃ શ્રુતા સાથનાતરમ્ " [દ્ધિવિ. પૃ.૦૪૨૨A] પ્રસિદ્ધ નથી, માટે ઉપમાન લાગું પડી શકતું નથી. સર્વજ્ઞના અભાવમાં કોઈ કામ અટકતું નથી, માટે અર્થાપતિ પ્રમાણ લાગુ પડી શકતું નથી. કા.કે. અતીન્દ્રિય પદાર્થની જાણકારીતો અપૌરુષેય આગમ (વેદ)થી પણ સંભવી શકે છે, બીજો બધો વ્યવહારતો આપણા જેવાથી શક્ય દેખાય છે. અને અભાવ પ્રમાણથી ઉલ્ટો સર્વજ્ઞનો અભાવ જ સિદ્ધ થશે. આમ સર્વા-કેવલજ્ઞાનની સિદ્ધિમાં એક પણ પ્રમાણ લાગુ પડી શકતું નથી. '
આશંકા ઉઠાવી તેનું સમાધાન કરવા આચાર્યશ્રી સૂત્ર દર્શાવે છે....... પ્રજ્ઞાના તારતમ્યની વિશ્રાન્તિ વગેરેની સિદ્ધિથી કેવલજ્ઞાનની સિદ્ધિ થાય છે. ll૧ણા
૫૫. “પ્રજ્ઞાનો અતિશય અર્થાત્ તરતમભાવ કયાંક વિશ્રાંત થાય છે, કારણ કે તે અતિશય છે.” કોઈ પણ અતિશય ક્યાંક અવશ્ય વિરામ પામે છે. જેમ પરિમાણનો અતિશય આકાશમાં વિશ્રાંત થાય છે. (ઘટપટાદિના પરિમાણમાં તારતમ્ય દેખાય છે, એની પરાકાષ્ઠા આકાશમાં આવી જાય છે. તેમ “આપણામાં જ્ઞાનની તરતમતા દેખાય છે, માટે તેની પરાકાષ્ઠા કયાંક હોવી જોઇએ” આમ અનુમાનપ્રમાણથી નિરતિશય અર્થાત્ સર્વોત્કૃષ્ટ અર્થાત્ તરતમભાવ વિનાની પ્રજ્ઞા સિદ્ધ થવાથી કેવલજ્ઞાન સિદ્ધ થાય છે. નિરતિશય પ્રજ્ઞાની સિદ્ધિ જ કેવલજ્ઞાનની સિદ્ધિ રૂપે છે. કારણ કે કેવલજ્ઞાન જ તરતમતા વગરનું છે. સૂત્રમાં મૂકેલ આદિ શબ્દથી આમ અનુમાન પણ આપી શકાય છે, કે “સૂમ (પરમાણુ વિગેરે) અન્તરિત (કાલવ્યવહિત રામ-રાવણ વગેરે પદાર્થ) અને દૂર (ક્ષેત્ર વ્યવહિત મેરૂપર્વત નંદીશ્વર દ્વીપ વગેરે) પદાર્થો કોઈકનાં પ્રત્યક્ષજ્ઞાનનાં વિષય છે, પ્રમેયરૂપ હોવાથી,” જે પ્રમેય હોય તે કોઇકના પ્રત્યક્ષનો વિષય અવશ્ય હોય છે, જેમ ઘટ. વળી જ્યોતિષ સંબંધી જ્ઞાનમાં જે અવિસંવાદ દેખાય છે, તે સર્વશવિના બીજી કોઈ રીતે સંભવી ન શકે, માટે જ્યોતિષના સંવાદી જ્ઞાનનાં આધારે પણ સર્વશની સિદ્ધિ થાય છે. કહ્યું પણ છે કે..
અત્યંત પરોક્ષ પદાર્થને કોઈ પુરૂષ અવશ્ય જાણે છે, એવું ન હોય તો જ્યોતિષ જ્ઞાનમાં જે વિસંવાદનો અભાવ જોવા મળે છે, તે કયાંથી આવત? [આગને અનુમાનથી જાણીએ તો તેનું ચોકસાઈ પૂર્વક સ્વરૂપ કહી ન શકીએ, અંદાજ માત્રથી કહેતા કોક વાતમાં ખોટા પડીએ જ છીએ = વિસંવાદ આવે છે, પણ જેને એનું