________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૨
૩૭
६ ४०. अथ भवतु भावाभावरूपता वस्तुनः, किं नश्छिन्नम् ?, वयमपि हि तथैव प्रत्यपीपदाम । केवलं भावांश इन्द्रियसनिकृष्टत्वात् प्रत्यक्षप्रमाणगोचरः अभावांशस्तु न तथेत्यभावप्रमाणगोचर इति कथमविषयत्वं स्यात् ?, तदुक्तम्
'न तावदिन्द्रियेणैषा नास्तीत्युत्पाद्यते मतिः । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि ॥१॥ गृहीत्वा वस्तुसद्भावं स्मृत्वा च प्रतियोगिनम् । માન નાસ્તિતાજ્ઞાનું પાથરેડક્ષાનપેક્ષા રાખેતિ . [વવા અનાવ સ્નો. ૧૮, ર૭]
શંકા નિકળી જાય. અનુમાનનો વિષય વતિએ ભાવ પદાર્થ બન્યો અને જો “અહીં (આ) પટાદિનથી” એવો અભાવાંશ ગ્રહણ ન થાય તો પટાદિનો પણ સદ્ભાવ ત્યાં માનવો પડશે એટલે તેજ અનુમાનનો પટાદિ ભાવપદાર્થ પણ વિષય માનવા જ પડશે, એટલે આ અનુમાનનો વિષય વતિ હતો અને અન્ય પ્રમાણનો વિષય પટાદિ હતા તે બન્નેનું મિશ્રણ આ એકજ અનુમાનમાં થઈ ગયું. એમ દરેકે દરેક પ્રમાણમાં-સ્વભિન્નવિષયનો નિષેધ ન થવાથી તે બધા પદાર્થો પણ તેજ પ્રમાણના વિષય બની જશે. એમ કોઈપણ પ્રમાણ માત્ર સ્વવિષયને ગ્રહણ કરનાર ન બની શકે. અને જે દરેક પ્રમાણ ભાવાંશ સાથે અભાવાંશ ગ્રહણ કરવા સમર્થ બને તો પટાદિનો ત્યાં નિષેધ થઈ જવાથી આ “વતિ છે, તેમ આ પટાદિ પણ છે” એવો વિષય બની શકશે નહી તેથી ભેળસેળ નહી થાય. એટલે પટ વિષયક જે અન્ય પ્રમાણ છે, તેના વિષયને (પટને) અહીં વિષય બનાવાની આપત્તિ નહીં આવે. એમ કોઈ પ્રમાણનો વિષય અન્ય પ્રમાણમાં ન ઘુસવાથી એક પ્રમાણમાં અનેક પ્રમાણના વિષયોનો ખીચડો નહીં થાય. એથી તે તે પ્રમાણ સ્ત્ર વિષયને સ્વતંત્ર રીતે અલગથી તારવીને જાણી શકશે.
૪૦. ભાટ શંકાકાર- વસ્તુભલેને ભાવાભાવ રૂપ હોય એમાં અમારા ગાંઠનું શું ગયું? અમે પણ એમ જ સ્વીકારીએ છીએ પણ અમારું કહેવું એટલું જ છે કે વસ્તુનો ભાવાંશ જ ઇન્દ્રિયથી સંબદ્ધ હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રાહ્ય બને છે, પરંતુ અભાવાંશ ઈન્દ્રિય સંબદ્ધ ન હોવાથી અભાવ પ્રમાણથી ગ્રાહ્ય બને છે. તો પછી અભાવ પ્રમાણ નિર્વિષય કેવી રીતે?
શ્લોક વાર્તિકમાં કહ્યું છે કે નાસ્તિત્વનું જ્ઞાન ઈદ્રિયથી ઉત્પન્ન થઈ શકતું નથી. કારણ કે ઈજિયની યોગ્યતા ભાવાંશ સાથે જ સંયોગ થવાની છે. અભાવ એ દ્રવ્ય ન હોવાથી સંયોગ ન સંભવે, અને અમે (મીમાંસક) સમવાય માનતા નથી વસ્તુના સદ્ભાવને = આશ્રયને એટલે કે ભૂતલાદિને જે જુએ છે તેને જ ઘટાભાવનું જ્ઞાન સંભવે છે, આંખબંધ કરી બેઠો હોય તેને નહીં. ગ્રહણ કરી પછી પ્રતિયોગીનું સ્મરણ કરાય છે. પછી ઇન્દ્રિયની સહાયતા વિના માનસ પ્રત્યક્ષ નાસ્તિત્વ શાન થાય છે.
૧ જેના વિષયનું અભાવ શાન થાય છે એટલે અભાવના સંબંધીને પ્રતિયોગી કહેવાય છે.