________________
૩૬ ૧/૧/૧૨
પ્રમાણમીમાંસા
$ ३८. यत्तु प्रमाणमेव न भवति न तेनान्तर्भूतेन बहिर्भूतेन वा किञ्चित् प्रयोजनम्, यथा अभावः । कथमस्याप्रामाण्यम् ? निर्विषयत्वात् इति ब्रूमः । तदेव कथम् ? इति चेत्भावाभावात्मकत्वाद्वस्तुनो निर्विषयोऽभावः ॥ १२ ॥ -
$ ३९. नहि भावैकरूपं वस्त्वस्ति वैश्वरूप्यप्रसङ्गात्, नाप्यभावैकरूपं नीरूपत्वप्रसङ्गात्, किन्तु स्वरूपेण सत्त्वात् पररूपेण चासत्त्वात् भावाभावरूपं वस्तु तथैव प्रमाणानां प्रवृत्तेः तथाहि प्रत्यक्षं तावत् भूतलमेवेदं घटादिर्न भवतीत्यन्वयव्यतिरेकद्वारेण वस्तु परिच्छिन्दत् तदधिकं विषयमभावैकरूपं निराचष्ट इति कं विषयमाश्रित्याभावलक्षणं प्रमाणं स्यात् ? एवं परोक्षाण्यपि प्रमाणानि भावाभावरूपवस्तुग्रहणप्रवणान्येव, अन्यथाऽसङ्कीर्णस्व-स्वविषयग्रहणासिद्धेः, यदाह
"अयमेवेति यो ह्येष भावे भवति निर्णयः । नैष वस्त्वन्तराभावसंवित्त्यनुगमादृते ॥
**
કૃતિ ।
[ત્નોવા૦ અમાવ૦ શો. ૧.]
૩૮. ભાટ્ટ જે અભાવનામનું પ્રમાણ માને છે, તેને પ્રમાણથી બાકાત કરવા કહે છે કે જે જ્ઞાન પ્રમાણ જ નથી, પછી તે કોઈમાં અંતર્ભૂત થાય કે ન થાય, તેનું કોઈ પ્રયોજન રહેતું નથી, જેમકે અભાવનું જ્ઞાનબીજાએ માનેલ અભાવ નામનું પ્રમાણ.
શંકાકાર → અભાવજ્ઞાનને અપ્રમાણ કેમ માનો છો ?
જૈના : - તેનો કોઈ વિષય નથી માટે.
તેનો કોઈ વિષય કેમ નથી બનતું ? તેનો ઉત્તર આપતા કહે છે......
વસ્તુ ભાવાભાવાત્મ—ઉમયાત્મક હોવાથી અભાવજ્ઞાન નિર્વિષય છે. [૧૨]
૩૯. જૈનાઃ→વસ્તુ એકાન્ત ભાવાત્મક-સરૂપ નથી. વસ્તુ એકાન્ત ભાવાત્મક હોય તો વિશ્વસ્ય દરેક વસ્તુ વૈશ્વરૂપ્ય-સર્વાત્મક બની જશે. જેમકે ઘટ-ઘટરૂપે સત્ છે, તેમ પટાદિરૂપે પણ સત્ માનવો પડશે. એટલે તે વસ્તુને કોઇ રૂપે અસત્ ન માની શકાય. એટલે એકજ ઘટાદિને દુનિયાના તમામ સ્વરૂપે સ્વીકારવો પડશે. અને એકાન્તે અભાવ રૂપે પણ નથી, કારણ ઘટ પટ રૂપે અસત્ છે. તેમ ઘટ રૂપે પણ ઘટને અસત્ માનવો પડશે. એમ માનતા કોઇ પણ વસ્તુનું કોઇ પણ જાતનું સ્વરૂપ નહિ ટકી શકે. માટે વસ્તુને ભાવાભાવ સ્વરૂપ માનવી જોઇએ. તેજ રૂપે તે વસ્તુ પ્રમાણોથી ગ્રાહ્ય બને છે—જણાય છે.
જેમકે - “આ ભૂતલ જ છે, ઘટાદિ નથી” એમ વિધિ અને નિષેધ રૂપે પ્રત્યક્ષથી વસ્તુ ગ્રહણ થાય છે. ભાવાભાવથી અતિરિક્ત વધારાનો વિષય=એકાન્ત અભાવ વિષયરૂપે છે જ નહિં. તો પછી કયા વિષયના આધારે અભાવ સ્વરૂપ જ્ઞાન–પ્રમાણ બનશે. ? એમ પ્રત્યક્ષની જેમ પરોક્ષ પ્રમાણ પણ ભાવાભાવાત્મક વસ્તુને ગ્રહણ કરવામાં સમર્થ છે જ. નહિતર જુદા જુદા અસંકીર્ણ રૂપે-ભેળસેળ વિના પોતપોતાના વિષયનું ગ્રહણ નહિં થઇ શકે.
શ્લોકવાર્તિક શ્લોક ૧૫માં કહ્યું છે કે→ કોઈ પણ ભાવમાં “આજ છે” એટલે “આ ઘોડો જ છે” એવો નિર્ણય અન્ય વસ્તુનો અભાવ જાણ્યા વિના થઇ શકતો નથી. એટલે જો ચાક્ષુષ પ્રત્યક્ષનો વિષય ઘોડો બન્યો એવા સ્વ વિષયનું “આ એક ઘોડો છે” એવું સ્વતંત્ર ભાન ત્યારે જ થઇ શકે, જ્યારે આમાંથી ઘટાદિની
१ वटादि न भव०डे० ।