________________
૩૪ /૧/૧/૧૧
પ્રમાણમીમાંસા.
इत्युन्मत्तवदुपेक्षणीयः स्यात् । न च प्रत्यक्षेण परचेतोवृत्तीनामधिगमोऽस्ति । चेष्टाविशेष दर्शनात्तदवगमे च परोक्षस्य प्रामाण्यमनिच्छतोऽप्यायातम्।
३५. परलोकादिनिषेधश्च न प्रत्यक्षमात्रेण शक्यः कर्तुम्, सन्निहितमात्रविषयत्वात्तस्य । परलोकादिकं चाप्रतिषिध्य नायं सुखमास्ते' प्रमाणान्तरं च नेच्छतीति डिम्भहेवाकः ।
६३६. किञ्च, प्रत्यक्षस्याप्याव्यभिचारादेव प्रामाण्यं तच्चार्थप्रतिबद्धलिङ्गशब्दद्वारा समुन्मज्जतः परोक्षस्याप्याव्यभिचारादेव किं नेष्यते ? व्यभिचारिणोपि परोक्षस्य दर्शनादप्रामाण्यमिति चेत्, प्रत्यक्षस्यापि तिमिरादिदोषादप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः । प्रत्यक्षाभासं तदिति चेत्, इतरत्रापि तुल्यमेतदन्यत्र पक्षपातात् ।
કુશલ) કહેવાશે અને નહિ પ્રામાણિક-પ્રમાણપૂર્વક વ્યવહાર કરવાવાળો કહેવાશે. એથી કરીને તે મૂર્ખ માણસની જેમ ઉપેક્ષણીય (આની વાત ઉપર કાંઇ ધ્યાન દેવા જેવું નથી) થશે. પ્રત્યક્ષ પ્રમાણથી બીજાના મનને ઓળખી શકાતુ નથી
ચાર્વાક – મુખના હાવભાવ ઉપરથી બીજાનું મન પણ સાક્ષાત્ જાણી શકાય છે ને!
જૈનામુખના હાવભાવ કાંઈ પરચિત્ત નથી, પણ તે તો જેવી મનને અસર થઈ હોય તે પ્રમાણેના ભાવ મુખ ઉપર ઉપસી આવે છે, એટલે તે તો ચિત્તવૃત્તિ જન્ય કાર્ય છે. હા ! તે કાર્યના આધારે ચેવિશેષાવિનાભાવિ = અન્યથા- અનુપપજ્યા હેતુથી ચિત્તવૃત્તિનું અનુમાન કરી શકાય છે, એટલે પરોક્ષ પ્રમાણને માનવાની ઇચ્છા ન હોવા છતાં તમારે પરોક્ષ પ્રમાણ માનવાનું માથે પડ્યું. તે ૩૫. માત્ર પ્રત્યક્ષથી પરલોક, આત્મા, પુણ્ય, પાપ વગેરેની પ્રતિષેધ કરવો શક્ય નથી. કારણ કે પ્રત્યક્ષ તો ઇન્દ્રિય સંબદ્ધને જ જાણી શકે. આ વાત તો નિશ્ચિત છે કે જે વસ્તુ જાણી ન શકાય તેનો નિષેધ પણ ન કરી શકાય. જેમ આપણી ઈન્દ્રિયથી ભૂત પિશાચ દેખી શકાતા નથી, તો તેનો આપણે નિષેધ પણ કરી શકતા નથી. પણ ચાર્વાકને પરલોકાદિનો નિષેધ કર્યા વિના ચેન પડતું નથી અને નિષેધ માટે ઉપયોગી પ્રત્યક્ષથી અન્ય પ્રમાણને તે માનતો નથી.એટલે આની આ બાળહઠ જ છે | સમજ્યા વગર વાતનો કદાગ્રહ માત્ર છે.
૩૬. જૈના – વળી તમે પ્રત્યક્ષને અર્થ વ્યભિચારી ન હોવાથી પ્રમાણ માનો છો ને! આવો અર્થ સાથે અવ્યભિચાર તો અવિનાભાવી લિંગથી ઉત્પન્ન થનાર અનુમાનમાં અને અર્થ-પ્રતિબદ્ધ વાચ્યવાચક ભાવથી સંબદ્ધ શબ્દ દ્વારા ઉત્પન્ન થનારાં શબ્દ પ્રમાણમાં પણ સંભવે જ છે. આ પુરૂષ ઘટ પદાર્થ માટે ઘટ શબ્દનો પ્રયોગ કરે તો આપણને ત્યાં સંવાદ દેખાય જ છે, તો પછી એમને પ્રમાણ કેમ નથી માનતા?
ચાર્વાક - પરોક્ષ પ્રમાણો વ્યભિચારી (પદાર્થ વિના પેદા થનારા) દેખાય છે. માટે અમે એમને અપ્રમાણ કહીએ છીએ.
જૈના” તિમિર અણુ તૈમિરઃ આંખકા રોગ, ધુંધલાપન (સંહિં.) / પિત્ત દોષના કારણે આકાશમાં એક ચંદ્ર હોવા છતાં બે ચંદ્ર દેખાય છે. શંખ ધોળો હોવા છતાં પીળો દેખાય છે. એમ પ્રત્યક્ષ પણ અર્થ વ્યભિચારી હોય છે. માટે પ્રત્યક્ષને પણ અપ્રમાણ માનવું પડશે,એટલે બધા જ્ઞાન અપ્રમાણિત થવાનો પ્રસંગ આવશે.
૧ સુહેનાતે -
૨
ત્રા