________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૦
પ્રત્યક્ષ પરોક્ષ ત્ર | ૬૦ ॥
$ ३१. अश्नुते अक्ष्णोति वा व्याप्नोति सकलद्रव्यक्षेत्रकालभावानिति अक्षो जीवः, अश्नुते विषयम्' इति अक्षम् - इन्द्रियं च । प्रतिः प्रतिगतार्थः । अक्षं प्रतिगतं तदाश्रितम्, अक्षाणि चेन्द्रियाणि तानि प्रतिगतमिन्द्रियाण्यानित्योज्जिहीते यत् ज्ञानं तत् प्रत्यक्षं वक्ष्यमाणलक्षणम् । अक्षेभ्यः परतो वर्तत इति परेणेन्द्रियादिना चोक्ष्यत इति परोक्षं वक्ष्यमाणलक्षणमेव ।
આચાર્યશ્રી શંકાનું સમાધાન કરતા કહે છે કે
૩૧
પ્રત્યક્ષ અને પરોક્ષ A એમ બે પ્રમાણ છે. II૧૦॥
૩૧. અશ્રુતે અણ્ણોતિ એવી વ્યુત્પત્તિનાં અનુસારે જે બધા દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને વ્યાપ્ત બને તેએટલે આત્મા, અનાદિકાળથી જન્મમરણ કરતો જીવ તમામ દ્રવ્ય અને તેના પર્યાયનો ભોગવટો કરે છે, જીવ કેવલજ્ઞાન દ્વારા દરેક દ્રવ્ય અને ભાવ સાથે અને કેવલી સમુદ્દાતથી સંપૂર્ણ ક્ષેત્રને અને નિત્ય દ્રવ્યાદિ ચારને જીવ જાણતો હોવાથી વિષયતા સંબંધથી સર્વત્ર વ્યાપ્ત બને છે, માટે અક્ષ એટલે જીવાત્મા. અને અશ્રુતે વિષયં અર્થાત્ પોતાના વિષયને વ્યાપ્ત થાય તે અક્ષ એટલે ઇન્દ્રિય, કારણ ઇન્દ્રિય પણ સ્વગ્રાહ્ય વિષય ઉપર છવાય છે, સંબદ્ધ બને છે. ત્યારે જ તેનું- તે વિષયનું જ્ઞાન થાય છે. અહીં પ્રતિશબ્દ પ્રતિગત અર્થવાળો છે. એટલે અક્ષને પ્રતિગત આશ્રિત-રહેલ હોય તે પ્રત્યક્ષ. એટલે ઇન્દ્રિયને આશ્રયી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પ્રત્યક્ષનું લક્ષણ આગળ કહીશું.
(૧) પરોક્ષ' જે જ્ઞાન ઇન્દ્રિયોથી પર હોય- દૂર રહેલા પદાર્થને જણાવે તે, એટલે ઇન્દ્રિયોનો સાક્ષાત્ વિષય સાથે સબંધ થયા વિના ઉત્પન્ન થનારૂં જ્ઞાન પરોક્ષ છે. જેમકે અનુમાન, સ્મૃતિ વિગેરે અને બીજી રીતે १ -०क्षं च परो०-डे० मु० । २ विषयमिन्दि० ता० । (A) दुविहे नाणे पण्णते - तं जहा पच्चक्खे चेव परोक्खे चेव (ठाणांग) ૧. પરોક્ષની બે વ્યુત્પત્તિ કરી તેમાં પહેલી વ્યુત્પત્તિથી અવધિ, મન:પર્યવ, અને કેવલજ્ઞાન પરોક્ષ થશે કા.કે. તેઓ ઇંદ્રિયથી દૂર રહેલા પદાર્થને જણાવે છે. અને બીજી વ્યુત્પત્તિથી મતિ અને શ્રુત પરોક્ષ થશે અને પ્રત્યક્ષમાં પણ તેવુ જ સ્વરૂપ છેને ? તેથી સંકીર્ણતા આવે. કા.કે. “ઇંદ્રિયને આશ્રયી જે જ્ઞાન પેદા થાય તે” આમ બન્નેમાં વ્યાખ્યા સરખી છે.
ઉ→ આત્માથી સાક્ષાત્ અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન થઇ જતા હોવાથી પ્રથમ પ્રકારમાં અક્ષનો અર્થ આત્મા કરવા પ્રમાણે-તેમનો પ્રત્યક્ષમાં પ્રવેશ થઇ જવાથી, અક્ષ = ઈન્દ્રિય એવી વ્યુત્પત્તિનો આશ્રય લઈને તેમને પ્રત્યક્ષ સિદ્ધ કરવાની જરૂર ન હોવાથી હવે અહીં બાકી રહેલા શાન માટે જ આ વિચાર કરવાનો રહે છે, આ લોકોત્તર વાત થઇ. લૌકિક વ્યવહારનો આશ્રય લઈ “અક્ષ
=
ઈન્દ્રિય તેને આશ્રયી થનાર શાન” આ પ્રત્યક્ષની બીજી વ્યુત્પત્તિથી ચાક્ષુષ વિ. જ્ઞાનો પ્રત્યક્ષ સિદ્ધ થશે. પણ અનુમાનાદિનું સ્વરૂપ તો બીજી વ્યુત્પત્તિ પ્રમાણે પ્રત્યક્ષ સિદ્ધ થતુ નથી, તેથી પરોક્ષ માટે (તેઓ) સાવકાશ છે. જ્યારે અવધિ-મનઃ પર્યવ-કેવલ જ્ઞાન તો પ્રત્યક્ષ સિદ્ધ થઈ જ ગયેલા છે. માટે હવે જે પરોક્ષનો વિચાર કરીએ તો તે મતિ-શ્રુતમાં લેવાનો છે” એ સહજ સમજાય એમ છે. પરોક્ષની પહેલી વ્યુત્પત્તિ પ્રમાણે અશ =ઈન્દ્રિયથી પર રહેલુ જ્ઞાન તે અનુમાનાદિ ઘટશે. પરોક્ષની બીજી વ્યુત્પત્તિ અક્ષ=આત્માથી પર એવી ઇન્દ્રિયોથી થયેલ શાન તે મતિ-શ્રુત પરોક્ષ સિદ્ધ થશે. અક્ષ=આત્મા એમ લોકોત્તર વ્યુત્પત્તિ પ્રમાણે અવધિ વિ. પ્રત્યક્ષ અને મતિ-શ્રુત પરોક્ષ છે એ સ્પષ્ટ છે, માટે સંકીર્ણતા થવાની નથી. જ્યારે પરોક્ષ-ઈન્દ્રિયથી પર રહેલુ શાન, “આવો કરીએ તે તો પ્રત્યક્ષ એવા અવધિ વિ.માં ઘટે છે ખરું પણ અનુમાનાદિ સાવકાશ હોવાથી ત્યાં આ વ્યુત્પત્તિ ઘટાવવી યોગ્ય છે. બીજું અમે અવધિવિગેરેને લોકોત્તર રીતે પ્રત્યક્ષ કહ્યા છે, માટે ‘‘તત્વમાળે', આઘે પોક્ષમ,' પ્રત્વક્ષમન્યત્” તત્ત્વાર્થ સૂત્રમ (૬,-૧૦,૧૧,૨૨), લૌકિક વ્યવહારમાં પરોક્ષ પદાર્થને જણાવનાર અવધિજ્ઞાન જેવા જ્ઞાનને પરોક્ષ કહ્યા છે, માટે તે વ્યુત્પત્તિપ્રમાણે તેમને પરોક્ષ કહેવામાં પણ વાંધો નથી આવતો.