________________
૨૭
પ્રમાણમીમાંસા /૧/૧/૮ अथ कर्तृकर्मादिविलक्षणं करणं हेतुशब्देन विवक्षितम्, तर्हि तत् ज्ञानमेव युक्तं नेन्द्रियसन्निकर्षादि, यस्मिन् हि सत्यर्थ उपलब्धो भवति स तत्करणम् । न च इन्द्रियसन्निकर्षसामग्र्यादौ सत्यपि ज्ञानाभावे स भवति, साधकतमं हि करणमव्यवहितफलं च तदिष्यते, व्यवहितफलस्यापि करणत्वे दधिभोजनादेरपि तथाप्रसङ्गः। तन्न ज्ञानादन्यत्र प्रमाणत्वम्, अन्यत्रोपचारात् ।
હુ ર૬. “સચીનુભવનાથનું પ્રમાણ” [ચાય. પૃ૦ ૨] ફયત્ર સાધનગ્રહUIÇ વર્ષनिरासेन करणस्य प्रमाणत्वं सिध्यति,
નિયાયિક – કર્તા કર્મ વિ. થી વિલક્ષણ એવું જે કરણ તેજ અહીં હેતુ શબ્દથી વિવક્ષિત છે. આચાર્યશ્રીઆવા કારણરૂપે તો જ્ઞાન જ આવતું હોવાથી તેને જ પ્રમાણ તરીકે કહેવું ઉચિત છે. પરંતુ ઈન્દ્રિય- સંનિકર્ષ વગેરેને પ્રમાણ ન કહેવાય. કારણ કે જે હોતે છતે અર્થની ઉપલબ્ધિ થાય તે (જ્ઞાન) તે ઉપલબ્ધિનું કરણ કહેવાય. જ્યારે ઇન્દ્રિય સંનિકર્ષ વગેરે હોવા છતાં માણસ બુદ્ધ હોય તે સામે રહેલાં ઘટને ઘટ તરીકે ઓળખી શકતો નથી. શબ્દો કાન સુધી અથડાવા છતાં ભેંસને સંગીતનું જ્ઞાન થઈ શકતું નથી. અંગ્રેજીના અજ્ઞાત માણસના કાને A.B.C.D. વિ. શબ્દો પડવા છતાં સામેની વ્યક્તિ શું કહેવા માંગે છે તેની ખબર પડતી નથી. માટે સાતમમ્ ૨ | ૨-૨-૨૪ . એમ આચાર્યશ્રીએ “ક્રિયામાં પ્રકૃષ્ટ કારણ હોય તે કરણ કહેવાય.” આવી કરણની વ્યાખ્યા સિ.હે. વ્યાકરણમાં કરી છે. તે કરણ હયાત થતા કાર્યની ઉત્પત્તિ વ્યવધાન- વિલંબ વિના થઈ જાય છે. જે હોવા છતા ક્રિયાની ઉત્પત્તિમાં વ્યવધાન પડતું હોય તેને પણ જો કરણ તરીકે માનશો તો દહિં ભોજન વગેરેને પણ કરણ માનવાની આપત્તિ આવશે.
કારણ કે દહિંનું ભોજન તેમજ તે અન્ન પેટમાં પડતું હોય તો જ વિચાર સુઝે. ભૂખ્યા પેટે યાદ કરેલું પણ ભૂલી જવાય છે, આંખે અંધારા વગેરે આવવાથી પ્રત્યક્ષાદિ જ્ઞાન થઈ શકે નહીં. પણ ભોજન કરતાની સાથે અર્થનું જ્ઞાન થઈ શકતું નથી. અન્યથા મૂર્ખને પણ થઈ જાત. પરંતુ અન ભોજન વગેરે તો માત્ર આલંબન બને છે. તેથી જ્ઞાન સિવાય બીજુ કોઈ પ્રમાણ રૂપ નથી. વૃત આયુ: અહીં જેમ ઘી રૂપ કારણમાં આયુઃ કાર્યનો ઉપચાર કરીને ઘીને આયુષ્ય કહેવાય. તેમ જ્ઞાનમાં ઈન્દ્રિય સંનિકર્ષ વગેરે કારણ બનતા હોવાથી જ્ઞાનકાર્યનો સંનિકર્ષ રૂપી કારણમાં ઉપચાર કરીને કરણ કહી શકાય. પરંતુ નિરૂપચરિત કરણ તો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમાત્મક જ્ઞાન જ બને છે
૨૬. સમ્યગુ અનુભવનું સાધન તે પ્રમાણ, એમ “ન્યાયસારમાં જણાવ્યું છે, અહીં પણ સાધન પદનું ગ્રહણ કરવાથી કર્તા અને કર્મનો નિરાસ થઈ જાય છે. એથી કરણ એ જ પ્રમાણ તરીકે સિદ્ધ થાય છે.
१स-ज्ञानलक्षणोऽर्थः । २ तस्योपलब्धत्वकारणम् । ३ अर्थोपलम्भः ।