________________
૨૮ |૧|૧|૮
तथाप्यव्यहितफलत्वेन साधकतमत्वं ज्ञानस्यैवेति तदेव प्रमाणत्वेनेष्टव्यम् ।
$ २७. “प्रमाणमविसंवादि ज्ञानम् " [ प्रमाणवा० २.१ ] इति सौगताः तत्रापि यद्यविकल्पकं ज्ञानम्, तदा न तद् व्यवहारजननसमर्थम् । सांव्यवहारिकस्य चैतत् प्रमाणस्य लक्षणमिति च भवन्तः, तत्कथं तस्य प्रामाण्यम् ? उत्तरकालभाविनो व्यवहारजननसमर्थाद्विकल्पात् तस्य' प्रामाण्ये याचितकमण्डनन्यायः, वरं च व्यवहारहेतोर्विकल्पस्यैव प्रामाण्यमभ्युपगन्तुम्, एवं हि परम्परापरिश्रमः परिहृतो भवति । विकल्पस्य चाप्रामाण्ये कथं तन्निमित्तो व्ययवहारोऽविसंवादी ? दृष्टि (श्य ) विकल्प (ल्प्य ) योरर्थयोरेकीकरणेन तैमिरिकज्ञानवत् संवादाभ्युपगमे चोपचरितं संवादित्वं स्यात् ।
છતાં તેમાં પણ અવ્યવહિત ફળને પેદા કરવામાં જ્ઞાન જ સાધકતમ હોવાથી (બનવાથી) જ્ઞાનને જ પ્રમાણ તરીકે માનવું જોઈએ.
૨૭. બૌદ્ધો - અવિસંવાદી અર્થાત્ સફલ ક્રિયાજનક જ્ઞાન પ્રમાણ તરીકે માન્ય છે. એમ ‘પ્રમાણવાર્તિક'માં કહેલ છે.
જૈન → તેમાં પણ જો જ્ઞાનને નિર્વિકલ્પક માનશો, તે તો વ્યવહાર જનક બની શકતું નથી. તેથી જો આપ (“સંગત - સફળ વ્યવહાર પ્રયોજન જેનું હોય એવું જ્ઞાન સ્વરૂપ જે સાંવ્યવહારિક જ્ઞાન તે પ્રમાણ છે’’) તેવાં સાંવ્યવહારિક જ્ઞાનનું આ લક્ષણ છે.” એમ માનતા હો, તો પછી નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ કેવી રીતે બનશે. ? બૌદ્ધ : ઉત્તરકાલમાં નિર્વિકલ્પક જ્ઞાન પછી વ્યવહાર જનનમાં સમર્થ એવું સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી ઉત્તર કાલભાવિ સંવાદિજ્ઞાનના મૂળમાં નિર્વિકલ્પક જ્ઞાન હોવાથી તેને- નિર્વિલ્પકજ્ઞાનને પ્રમાણ મનાય છે.
જૈન - આ તો પારકા ઘરેણાં લાવી શોભા કરવા જેવું થયું, એટલે સ્વમાંતો સંવાદી વ્યવહાર પેદા કરવાની શક્તિ નથી, પણ સવિકલ્પકના આધારે નિર્વિકલ્પકને પ્રમાણ માન્યું. આના કરતા તો જે ખુદ સંવાદી વ્યવહારને પેદા કરનાર છે, તેવાં સવિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનવું વધારે સારૂં કહેવાય. આવું માનતા પરમ્પરાનો પરિશ્રમ નહિ કરવો પડે, એટલે સંવાદી વ્યવહારનું કારણ સવિકલ્પક જ્ઞાન તેનું કારણ નિર્વિકલ્પક જ્ઞાન એમ પરંપરાએ નિર્વિકલ્પક જ્ઞાનને સંવાદી વ્યવહાર જનક બનાવીને પ્રમાણ માનવા કરતાં સાક્ષાત્ સવિકલ્પકજ્ઞાનને પ્રમાણ માનવું શ્રેયસ્કર છે.
વળી સવિકલ્પક જ્ઞાન અપ્રમાણ હોય તો તેના નિમિત્તે- આધારે થનારો વ્યવહાર અવિસંવાદી કેવી રીતે હોઈ શકે ?
બૌદ્ધ - દશ્ય-નિર્વિકલ્પકનો વિષય અને વિકલ્પ્ય- સવિકલ્પનો વિષય આ બન્નેનું એકીકરણ કરી લેવાથી સંવાદી વ્યવહાર સંભવી શકે છે. એટલે નિર્વકલ્પકથી જે વસ્તુ દૃશ્ય બને તે જ વસ્તુ સવિકલ્પકનો વિષય બનતી હોવાથી તે વસ્તુ ઉપરની પ્રવૃત્તિ સંવાદી બને છે.
પ્રમાણમીમાંસા
१ संगतो व्यवहारः प्रयोज् न ]मस्येति । २ अविकल्पकस्य । ३ "दृश्यविकल्प्यावर्थावेकीकृत्य" - तत्त्वोप ० लि० पृ० १११, વૃતીપ૦ ૧.૨. -પૃ૦ બ્રૂ-સમ્મા૦ |