________________
૨૨ /૧/૧૮
પ્રમાણમીમાંસા
न च प्रामाण्यं ज्ञायते स्वत इत्युक्तमेव, परतस्त्वनवस्थेत्याशङ्क्याह
प्रामाण्यनिश्चयः स्वतः परतो वा ॥ ८ ॥ ६२२. प्रामाण्यनिश्चयः क्वचित् स्वतः यथाऽभ्यासदशापन्ने स्वकरतलादिज्ञाने, स्नानपानावगाहनोदन्योपशमादावर्थक्रियानि से वा प्रत्यक्षज्ञाने, नहि तत्र परीक्षाकाङ्क्षास्ति प्रेक्षावताम्, तथाहि-जलज्ञानम्, ततो दाहपिपासातस्य तत्र प्रवृत्तिः, ततस्तत्प्राप्तिः, ततः स्नानपानादीनि, ततो दाहोदन्योपशम इत्येतावतैव भवति कृती प्रमाता, न पुनर्दाहोदन्योपशमज्ञानमपि परीक्षते इत्यस्य स्वतः प्रामाण्यम्।
(જ્ઞાનત્વ જાતિથી બધા જ્ઞાન સમાન સ્વભાવવાળા હોવાથી એકને સ્વતઃ અને એકને પરતઃ પ્રામાણ્ય ગ્રાહી માનવા યોગ્ય નથી) એમ પ્રામાણ્ય સ્વતઃ જણાતું જ નથી એ અમે કહેલું જ છે. અને પરતઃ માનશો તો અનવસ્થા આવશે.
પરતઃ વાદી૨ = પ્રામાપવું અને મારું ! ખોટી માથાકૂટ શું કામ કરે છે, શા માટે અન્યજ્ઞાનને સ્વતઃ પ્રામાણ્ય માનીને/મનાવીને અમને દોષ આપે છે, અમે પહેલા જ તો કહી આવ્યા કે પ્રામાણ્ય સ્વતઃ જણાતું નથી. પરંતુ અમે કહીતો દીધું કે પ્રામાણ્ય પરતઃ ગ્રાહ્ય છે.
શંકાકાર – પણ એમ જ્ઞાનનું પ્રામાણ્ય પરતઃ ગ્રાહ્ય માનતા અનવસ્થા દોષ આવશે. કારણ કે બીજા જ્ઞાનને પ્રમાણિત ઠેરવવા અન્ય અન્યની જરૂર પડશે. ત્રીજાને ચોથાની જરૂર પડશે. એટલે પૂર્વ પૂર્વના જ્ઞાનને પ્રમાણિત સિદ્ધ કરવા ઉત્તરોત્તર જ્ઞાનને પ્રમાણિત સિદ્ધ કરવા જરૂરી છે, તેનો તો છેડો આવે એમ નથી માટે અનવસ્થા દોષ આવશે. આ શંકા મનમાં ધારી તેનું સમાધાન દર્શાવવા આચાર્યશ્રી સૂત્ર દર્શાવે છે.... -
પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ અથવા પરતઃ થાય છે. ll ૨૨. જ્ઞાનની પ્રમાણતા ક્યાંક સ્વતઃ અને કયાંક પરતઃ નિશ્ચિત થાય છે, અભ્યાસ દશાને પામેલ-રોજ રોજ જોવામાં આવતી આપણી હથેળી વગેરેના જ્ઞાનમાં, અને સ્નાન, પાન, અવગાહન તરસની ઉપશાંતિ વગેરે અર્થક્રિયાના પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રમાણતાનો નિશ્ચય સ્વતઃ થઈ જાય છે. આથી બુદ્ધિશાળી લોકો તેના પ્રામાણ્યની પરીક્ષા કરવાની ઝંખના રાખતા નથી. તે આ પ્રમાણે દાહથી દાઝતો પેટમાં બળતરાથી પીડાતો કે તરસ્યા માણસને જ્યારે પાણી પ્રત્યક્ષ થાય છે. ત્યારે તે તરફ પ્રવૃત્તિ કરે છે. ત્યાં જાય છે. ત્યાં જતા પાણીની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પાણીથી નહાય, પાણી પીએ વગેરે પ્રવૃત્તિ કરે તેનાથી શરીરની, પેટની બળતરા અને તરસ શાંત થઈ જાય છે. બસ આટલાથી પ્રમાતા કૃતાર્થ થઈ જાય છે. પરંતુ “મારી બળતરા અને તરસ મટી ગઈ છે.” આ મારું જ્ઞાન સાચું છે કે ખોટું ? તે માટે પરીક્ષા કરતો નથી. કારણ કે બળતરા અને તરસની શાંતિ પોતે જાતે અનુભવે જ છે. તેથી પરીક્ષાની જરૂર પડતી નથી (હા ! બીજા કોઈને જાણવું હોય કે એની બળતરા તરસ ઓછી થઈ છે કે નહિ તો તેના શરીર ઉપર હાથ ફેરવવો પડશે, તેના મુખની રેખા જોવી પડશે અને પછી લિંગના આધારે નક્કી કરે) ખુદ પ્રમાતાને એવા લિંગ જ્ઞાનની અપેક્ષા રાખવી પડતી નથી. એથી આવાં જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય સ્વતઃ ગ્રાહ્ય કહેવાય.
૧ જલશાનની પ્રમાણિતાનો નિશ્ચય અર્થકિયાના પ્રત્યક્ષથી થયો તો પરતઃ કેમ ન કહેવાય? ઉ. અહીં જલશાનની પ્રમાણિત નક્કી નથી કરેલી, પણ અર્થક્રિયાના જ્ઞાનની પ્રમાણતા નક્કી કરવાની છે, તેતો સ્વતઃ થાય છે.