________________
પ્રમાણમીમાંસા /૧/૧/૪-૫
"न स्मृतेरप्रमाणत्वं गृहीतग्राहिताकृतम्।।
अपि त्वनर्थजन्यत्वं तदप्रामाण्यकारणम्" [न्यायम० पृ० २३] इति ॥ ४॥ ६ १७. अथ प्रमाणलक्षणप्रतिक्षिप्तानां संशयानध्यवसायविपर्ययाणां लक्षणमाह
अनुभयत्रो भयकोटिस्पशी प्रत्ययः संशयः ॥५॥ १८. अनुभयस्वभावे वस्तुनि उभयान्तपरिमर्शनशीलं ज्ञानं सर्वात्मना शेत इवात्मा यस्मिन् सति स संशयः, यथा अन्धकारे दूरादूर्ध्वाकारवस्तूपलम्भात् साधकबाधकप्रमाणाभावे सति 'स्थाणुर्वा पुरुषो વા' કૃતિ પ્રત્યયઃ |
- अनुभयत्रग्रहणमुभयरूपे वस्तुन्युभयकोटिसंस्पर्शेऽपि संशयत्वनिराकरणार्थम्, यथा 'अस्ति च नास्ति a uદ:', નિત્યનિયાભા' યાદ્ધિા છે
ન્યાયમંજરીમાં કહ્યું છે કે..
ગૃહીતગ્રાહીના કારણે સ્મૃતિ અપ્રમાણ નથી. પરંતુ અર્થ વિના જન્ય હોવું, તેજ તેના અપ્રમાણનું કારણ છે.
• ૧૭હવે પ્રમાણના લક્ષણથી બાકાત કરાયેલા સંશય અનધ્યવસાય અને વિપર્યયના લક્ષણ દર્શાવે છે . અનુમયરસંશય: = જે વસ્તુ ઉભય સ્વભાવવાળી નથી, તેવી વસ્તુમાં ઉભય સ્વભાવને સ્પર્શતુ
અનિશ્ચિત જ્ઞાન તે સંશય આપા [અહીં વસ્તુને અનુભયત્ર કહીને “જે ઉભય સ્વભાવ એક બીજાનાં વિરોધી છે, તેવા બે ધર્મ લેવાના છે”, એ જણાઈ આવે છે, કારણ કે તે બે સ્વભાવ જો વિરોધી ન હોત તો એકવસ્તુમાં રહી જાત તો પછી વસ્તુને અનુભય જ ન કહેવાય, માટે ઉભયકોટિમાં વિરૂદ્ધ પદ મુકવું જરૂરી નથી.]
૦ ૧૮. ઉભય સ્વભાવ વગરની વસ્તુમાં સમયાન્ત બે કોટિ જે જાતના બે સ્વભાવ વસ્તુમાં નથી તે વસ્તુમાં તેવા બે જાતના ધર્મોનું પરિમર્શન કરવાના સ્વભાવવાળું જ્ઞાન તે સંશય. [ઉભય એ તો ઉપલક્ષણ છે તેથી ત્રણ વગેરે કોટિને સ્પર્શતું અનિશ્ચિત જ્ઞાન હોય તે પણ સંશય કહેવાય. જેમ કે જંગલમાં એક પશુ દુર થી જોયું જેને વાટિ તો ઘણી દેખાતી હતી, તેથી શું આ રીંછનું બચ્યું છે કે શિયાળ છે કે જંગલી વાનર છે. કશી ખબર પડતી નથી એમ પ્રમાતા ત્રિધામાં પડી જાય છે.] જે જ્ઞાન થતાં આત્મા જાણે સર્વથા સૂતો ઘોરતો હોય એવું લાગે છે. એટલે આત્મા ઉભય કોટિના જ્ઞાનમાં એવો ફસાઈ ગયો હોય કે તે એકનો પણ નિર્ણય કરી શકતો નથી. જેમ અંધારામાં દૂરથી ઉંચા આકાર વાળી વસ્તુ જોવાથી, જોયા પછી “આ હૂંઠું છે કે આ પુરુષ છે.” બન્નેમાંથી એકને પણ સાધક-સિદ્ધ કરવાનું પ્રમાણ અને “પુરુષના હાથ દેખાવાથી આ હૂંઠું નથી, કે પુરુષની આ કાળે અહિં સંભાવના ન હોવાથી આ પુરૂષ નથી” તેવું બાધક પ્રમાણ પણ નથી. એટલે તે પ્રમાતાને “આ હંધ્યું છે કે પુરૂષ છે” એવો સંશય ઉભો થાય છે. અહીં અનુભયત્રનું ગ્રહણ ઉભયરૂપવાળી વસ્તુમાં ઉભયકોટિને સ્પર્શતુ જ્ઞાન સંશય રૂપ નથી, એવું જણાવા માટે છે. જેમ ઘટ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી, આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય રૂપે અનિત્ય છે. ઈત્યાદિ આ અપેક્ષાકૃત ધર્મો ભિન્ન ખરા, પણ એક ઠેકાણે રહેતા હોવાથી વિરોધી નથી. એટલે એક જ વસ્તુ સાપેક્ષ ધર્મોને આશ્રયી १ उभयेत्युपलाशम् भार था )दिकोटिसंस्पर्शेऽपि संशयस्य सद्भावात् । २ -०टिसंस्प०-२० ।