________________
૧૦ અતિમુક્ત કે અઠવંત. પિલાસપુર નગરમાં વિજય રાજાની શ્રીદેવી નામની રાણીથી તે જન્મ્યા હતા. બાળપણમાં જયારે તેઓ ચોગાનમાં રમતા હતા, ત્યારે તેણે ગૌચરી અર્થે જતાં ગૌતમ સ્વામીને નિહાળ્યા. જૈન સાધુને જોઈ અતિમુક્ત આશ્ચર્ય પામે અને તેમની નજીક પહોંચી જઈ પૂછવા લાગ્યો –મહાનુભાવ! આપ કેણ છો? અને શા માટે ફરે છે? શ્રી ગૌતમ બેલ્યા –કુમાર ! અમે નિર્ચન્થ સાધુ છીએ અને ભિક્ષા અર્થે ફરીયે છીએ. આ સાંભળી અતિમુક્ત શ્રી ગૌતમની આંગળી પકડી કહેવા લાગ્ય–ભગવાન, મારે ઘેર પધારે. બાળકની ભાવભીની ભક્તિ જોઈ શ્રી ગૌતમ તેની સાથે સાથે રાજ્ય મહેલમાં ગયા. ત્યાં શ્રીદેવીએ મુનિને નિર્દોષ આહાર પાણી વહેરાવ્યા. તે લઈ શ્રી ગૌતમ પાછા વળ્યા, ત્યારે કુમારે પૂછયું –મહારાજ, આપ ક્યાં જાઓ છે? શ્રી ગૌતમે કહ્યું –કુમાર, આ નગરની બહાર શ્રીવન નામના બાગમાં મારા ગુરુ પ્રભુ મહાવીર બિરાજે છે ત્યાં. કુમારે કહ્યું – હું આવું? જવાબમાં શ્રી ગૌતમે કહ્યું –જેવી તારી ઈચ્છા.
- અતિમુક્ત ગૌતમ સ્વામી સાથે શ્રી મહાવીર પાસે આવ્યો, અને પ્રભુને વંદન કરી તેમની સામે બેઠે. પ્રભુએ તેને ધર્મોપદેશ આપ્યો. અતિમુક્તના અંત ચક્ષુઓ ખૂલ્યાં, તેને વૈરાગ્ય છે. પ્રભુને કહ્યું કે હું સાધુ પ્રવર્યા લેવા ઈચ્છું છું, તે હું મારા માતાપિતાની રજા લઈ આપની પાસે આવીશ. પ્રભુએ કહ્યું –જેવી ઇચ્છા.
અતિમુક્ત ઘેર આવ્યો, પ્રભુના ઉપદેશની અને પોતાને થયેલા વૈરાગ્યની વાત તેણે પિતાના માતાપિતા સમક્ષ કહી.
માતાએ કહ્યું –કુમાર, આ બચપણમાં તું ધર્મ અને પ્રવજ્યમાં શું સમજે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
પ્રભુને વંદન આચાઓ પૂરી કરતા હું આ