________________
તેમને વડિલોએ સં. ૨૦૨૪ના વૈશાખ સુદ-૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિ પદ, સં. ૨૦૦૯ના મહા સુદ-૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૨૦૩૩ના ફાગણ સુદ-૩ના શુભ દિવસે સોજિત્રામાં ઉપાધ્યાય પદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ૩ના શુભ દિવસે મુલુન્ડ-મુંબઈમાં આચાર્યપદ પ્રદાન કર્યું.
આચાર્ય પદવી થઈ ત્યારથી જ તેઓશ્રીએ પૂર્ણ દૃઢતાથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી હતી. ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ સૂરિમંત્રના પંચ પ્રસ્થાનની આરાધના તેઓશ્રી દર વર્ષે કરતા. આચાર્યપદવીથી લઈ તે ક્રમ જીવનના અંતિમ વર્ષ સુધી એટલે કે સળંગ ૨૮ વર્ષ સુધી ચાલુ રાખ્યા.
- પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઈતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સૌ પ્રથમ સામુહિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ. ત્યાર પછી તો ઘણા સંઘોમાં સામુદાયિક તપની શરૂઆત થઈ. આચાર્ય મહારાજની પ્રેરણાથી શાસનના મુખ્ય ગણી શકાય તેવા ૩ કાર્યો થયા. (૧) સામુદાયિક તપની શરૂઆત, (૨) મુંબઈ ખાતે સૌ પ્રથમ ચોવિહાર હાઉસ, (૩) બાળકો માટેની સૌ પ્રથમ ઉનાળુ નવ્વાણું.
મુહૂર્ત શાસનના પૂજયશ્રી વિશેષ જાણકાર હતા તેમણે આપેલ મુહૂર્તમાં થયેલ પ્રતિષ્ઠા ખરેખર અદ્વિતીય રહેતી. ગચ્છ, ગચ્છાંતર, એક તિથિ-બે તિથિ આવા ભેદ રાખ્યા વગર પૂજયોની તથા શ્રી સંઘની ઈચ્છાને અનુસાર તેઓએ ઘણા જિનાલયો દીક્ષા, પ્રતિષ્ઠા, સૂરિપદ ઈત્યાદિના મુહૂર્તો આપ્યા. જાપાનના કોબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તી પૂજયશ્રીએ જ કાઢી આપ્યાં હતા.
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org