________________
૨૬
વધાવા
જૈન સાહિત્યમાં ભક્તિમાર્ગની વિચારધારામાં વિવિધ પ્રકારે પ્રભુ ભક્તિનું નિરૂપણ થયું છે. તેમાં ‘વધાવા’ની રચના દ્વારા પ્રભુ ભક્તિનો આસ્વાદ ક૨વાની સુવર્ણક્ષણ પૂરી પાડે છે.
‘વધાવા' શબ્દ વધામણી આપવી. શુભ સમાચાર આપવા. આનંદદાયક સમાચાર આપવા. અક્ષત પુષ્પ આદિથી પ્રભુને વધાવવાનું સન્માન વગેરે અર્થ પ્રચલિત છે તેમાં ‘વધાવા'ની રચના દેવાધિદેવ તીર્થંકર ભગવાનનાં પાંચ કલ્યાણકના શુભ સમાચાર આપે છે. તીર્થંકરનાં પાંચ કલ્યાણક અનુક્રમે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ છે.
જૈન સાહિત્યમાં મહાવીર સ્વામીના હાલરડાની રચનાથી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર કવિરાજ દીવિજયની મહાવીર સ્વામીના પાંચ વધાવાની રચના ભક્તિભાવનાનું અનુસંધાન કરે છે.
તીર્થંકર ભગવાનનો જન્મ મૃત્યુલોકના માનવીને માટે આનંદદાયક નથી પણ સ્વર્ગના અઢળક વૈભવમાં રાચતા ઈંદ્રો અને દેવો પણ અતુલિત, અવર્ણનીય આનંદાનુભૂતિ કરે છે. નરકના જીવો કે જે રાતદિવસ અસહ્ય-પારાવાર વેદના ભોગવે છે તેઓ પણ પ્રભુના જન્મથી ક્ષણિક સુખાનુભૂતિ કરે છે.
૨૫૮
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org