Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 309
________________ ઈન્દ્રના સંશયનો પ્રત્યુત્તર આપતી કડી પ્રભુની શક્તિનો પરિચય આપે છે. સ્નાત્ર મહોત્સવ કરીને પ્રભુ માતાને સોપે છે. પ્રભુના જન્મની વધાઈનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે – પુત્ર વધાઈ નિસુણી રાજા, પંચ શબ્દ વજડાવે વાજાં, નિજપરિવાર સંતોષી વારુ વર્ધમાન નામ ઠવે ઉદારુ. બીજે | ૧૦ || પ્રભુના ગૃહસ્થાવાસનો એક જ કડીમાં ઉલ્લેખ કર્યો છે. અનુક્રમે જોબન વય જબ પાવે, નૃપતિ રાજપુત્રી પરણાવે. ભોગવી સંસારી ભોગ, દીપ કહે મન પ્રગટ્યો જોગ. બીજે | ૧૧ ત્રીજો વધાવો પ્રભુના દીક્ષા કલ્યાણકનો છે. લોકાંતિક દેવો પ્રભુને સંયમધર્મ માટે વિનંતી કરે છે. પ્રભુ સંવત્સરી દાન આપીને સંયમ સ્વીકારે છે. કવિના શબ્દોમાં આ માહિતી નીચે પ્રમાણે છે. પ્રભુને એમ સુણાવે. લોકાંતિક સુર અમૃતવયણે, બુઝ બુઝ જગનાયક લાયક, ઈમ કહીને સમજાયે. સહી તુમે / ૨ / સંયમ. એક ફ્રોડને આઠ લાખનું દીન પ્રતે દીયે દાન. ઈણી પરે સંવત્સર લગે લઈને, દીન વધારે વાન સહી તુમે | ૩ | સંયમ. પ્રભુને પાલખીમાં પધરાવીને દીક્ષા કલ્યાણકનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળે છે. સુરગણને નરગણ સમુદાય દીક્ષાને સંચરીયા, માતા ધાવ કહે શીખામણ, સુણ ત્રિશલા નાનડીયા સહી તુમે. / ૬ / સંયમ. જ્ઞાનતીર્થની યાત્રા ૨૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324