Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
સિંહ સમોવડ દુર્ધર થઈને કંઠીન કર્મ સહુ ટાલે, જગ જયવંતો શાસનનાયક ઈણિપરે દીક્ષા પાલે
// સહી તમે // ૧૧ સંયમ દીક્ષા કલ્યાણક એ ત્રીજું સહી તમે દિલમાં લાવો, ઈમ વધાવો ત્રીજો સુંદર દીપ કહે સહુ ગાવો
| સહી તુમે // ૧૨ //
ઢાળ ચોથી અવનાસીની સેજડીઈ રંગ લાગો મોરી સજનીજી રે એ દિશી છે. ચોથું કલ્યાણક કેવલનું કહું છું અવસર પામીજી જગ ઉપકારી જગબંધનની હું પ્રણમું શિરનામી સાંભળ સજની / ૧ / વૈશાખ સુદ દશમી ને દિવસે પામ્યા કેવલનાણજી બાર જોયણ એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન સાંભલ / ૨ / અપાયા નયરીઈ આવ્યા મહસેનવન વિકસંતાજી ગણધરને વલી તીરથ થાપન, કરવાને ગુણવંતા સાંભલ | ૩ | ભુવનપતિ વ્યંતર વૈમાનિક જોતસી હરિ સમુદાયજી, વિસ બત્રીસ દશદોય મલીને એ ચૌસઠ કહેવાય સાંભલ || ૪ | ત્રિગડાની રચના કીધી સારી ત્રિદશપતિ અતિભારીજી મધ્યપીઠ ઉપર હિતકારી, બેઠા પર ઉપગારીજી સાંભલ | ૫ || ગુણ પાંત્રીશ સહિત પ્રભુ વાણી, નિસુણે છે સહુ પ્રાણીજી લોકાલોક પ્રકાશક નાણી વરસે છે ગુણખાણી | સાંભલ // ૬ . માલકોશ શુભ રાગ સમાજે જલધરની પરે ગાજજી આતપત્ર પ્રભુ શિર પર રાજે ભામંડલ છબી છાજે સાંભલ || ૭ || નીકિ રચના ત્રણે ગઢની પ્રભુના ચારે રૂપજી, વલી કેવલ કર્મની શોભા નિરખે સુર નર ભૂપ સાંભલ | ૮ ||
૨૭૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/93ccba585c49d8bead8d8879853d12e6db1e832597736cc41eab61cd2df8d05d.jpg)
Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324