________________ જ્ઞાનતીર્થની યાત્રા તીર્થ યાત્રાનો મહિમા સુવિદિત છે, તેમ જ્ઞાન પણ , જાણવા-આદરવા યોગ્ય છે. જ્ઞાનતીર્થની યાત્રાનો મહિમા ઘેર બેઠાં ગંગા સમાન છે, ધર્મતીર્થ, ગુરુતીર્થ, જ્ઞાનતીર્થ અને માતા-પિતા તીર્થ સમાન છે. જ્ઞાનતીર્થનો લાક્ષણિક પરિચય કરાવે છે જૈન સાહિત્યના અપરિચિત કાવ્યપ્રકારો કડખો, ચંદ્રાયણિ, ધૂવઉ, જખડી, નવરસો, બારમાસા, ચૂનડી, ગરબી વગેરે કૃતિઓની સમીક્ષા દ્વારા પરિચય માહિતી આપવામાં આવી છે. અન્ય લેખો પણ જ્ઞાનતીર્થની યાત્રા સમાન છે. આ પુસ્તકને આધારે જૈન સાહિત્યના શ્રુતસાગરની અનેરી સફર કરવાની ભૂમિકા પૂરી પાડવામાં આવી છે. તીર્થયાત્રાની સફળતાનો પાયો જ્ઞાન છે. જ્ઞાનથી ધર્મતીર્થ, ગુરુતીર્થ અને માતા-પિતા એ તીર્થ સમાન સ્વીકારવાથી એમની કૃપાદૃષ્ટિનો અનન્ય લાભ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિનું સામ્રાજ્ય પ્રવર્તે છે. વ્યવહાર જ્ઞાનની યાત્રા મારા જીવનના વ્યવહારમાં જ ઉપયોગી-લાભકારક છે. જ્યારે જ્ઞાનતીર્થની યાત્રા લૌકિક અને લોકોત્તર એવું શાશ્વત સુખની સાથે આત્માને મુક્તિ અપાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org