________________
જ્ઞાનનો મહિમા
શાસનની પ્રભાવનામાં “જ્ઞાન”નું નિમિત્ત મહત્ત્વનું છે.
જ્ઞાનીની નિશ્રામાં વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું, સત્સંગ | કરવો, પરિણામે જ્ઞાન વૃદ્ધિ અવશ્ય થાય.
વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્તિ કરવાથી આત્માના જ્ઞાન ગુણનો વિકાસ વધુ ગતિશીલ બને છે.
જ્ઞાની મહાત્માઓ જ્ઞાનોપાસનાની સાથે સ્વાધ્યાય કરીને આત્મરમણતા દ્વારા અલૌકિક આનંદની અનુભૂતિ કરે છે. જ્ઞાન પ્રાપ્તિમાં પ્રમાદ મહાન શત્ર છે.
પ્રમાદ (આળસ)નો ત્યાગ કરે તો જ જ્ઞાન પ્રાપ્તિ સરળ બને છે.
“પ્રથમ જ્ઞાન પછી દયા” એ આચારના પાલન માટે | જ્ઞાન પ્રાપ્તિ આવશ્યક છે.
જડતા, મૂઢતા, અવિવેક, અવિનય, ઉદ્ધતાઈ જેવા આત્માના શત્રુઓનો નાશ કરવા માટે જ્ઞાન પ્રાપ્તિ એ રાજમાર્ગ છે.
ચેતન જ્ઞાન અજુવાળીએ” વિધિપૂર્વક જ્ઞાન પંચમીની આરાધનાથી આત્માના જ્ઞાન-ગુણનો વિકાસ થાય છે અને આત્મકલ્યાણનો સાચો | માર્ગ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org