________________
મોહ મલ્લને ઝેર કરીને ધરજો ઉજ્જવલ ધ્યાન, કેવલ કમલા વહેલી વરજો, દેજો સુકૃત દાન રે.
સહી તુમે. | ૭ || સંયમ. પછી ભગવાન પંચમુષ્ટીનો લોચ કરીને વ્રતધારી થયા. સિંહ સમોવડ દુર્ધર થઈને, કઠીન કર્મ સહુ ટાલે, જગ જયવંતો શાસન નાયક, ઈણીપરે દીક્ષા પાળે.
સહી તુમે / ૧૧ સંયમ. ચોથું કલ્યાણક કેવળજ્ઞાનીનું છે. વૈશાખ સુદ દશમીને દિવસે, પામ્યા કેવળનાણજી, બાર જોજન એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન.
સાંભલ સજની. | ૨ | અપાપા નયરાઈ આવ્યા મહસેન વન વિકસંતજી, ગણધરને વલી તીરથ થાપન, કરવાને ગુણવંતા.
સાંભળ સજની. | ૩ દેવોએ સિંહાસન અને ત્રણ ગઢની રચના કરી. પછી પ્રભુ બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે.
ગુણ પાંત્રીશ સહિત પ્રભુવાણી, નિસુણે છે સહુ પ્રાણીજી. લોકાલોક પ્રકાશક વાણી, વરસે છે ગુણખાણી.
સાંભળ સજની. | ૬ || માલ કોશ થતી રાગ સમાજ, જલધરની પરે ગાજેજી, આતપત્ર પ્રભુ શિર પર રાજે, ભામંડલ છબીં છાજે.
સાંભલ સજની | ૭ | પ્રભુ ગૌતમ સ્વામીનો સંશય દૂર કરીને પોતાના પ્રથમ ગણધર તરીકે સ્થાપના કરે છે. પછી ત્રિપદીનું દાન કરે છે. ૧. ઝેર કરીને - નાશ કરીને. ૨. છબી - શરીરની કાંતિ
વધાવા
૨૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org