________________
વધાવાની રચનાનું નિમિત્ત-સ્થળની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો -
શ્રી જિન ગણધર આણારંગી, કપૂરચંદ વિસરામ વ્હાલા, તસ આગ્રહથી હરષિત ચિત્તે, ખંભાત નયર સુઠામ.
વ્હાલા | ૧૦ || પંડિત સુગુરુ પ્રેમપસાઈ, ગાયો તીરથરાજ વ્હાલા, દિપવિજય કહે મુજને હોજો, તીરથફળ મહારાજ વ્હાલા.
વ્હાલા || ૧૧ કવિએ સરળ અને સુગ્રાહ્ય શૈલીમાં મહાવીર સ્વામીના પાંચ વધાવાની રચના કરીને પ્રભુનાં ગુણગાન ગાયાં છે. ભક્તિ માર્ગમાં સ્તવન સમાન વધાવાની રચના એના શીર્ષકથી જ પ્રથમ દષ્ટિએ આનંદ-ઉલ્લાસનો સંકેત કરીને ભક્તિરસમાં નિમગ્ન કરાવે છે.
દીપવિજય કવિરાજ બીજી રચના શ્રી પાર્શ્વનાથના પાંચ વધાવાનો પરિચય આપવામાં આવ્યો છે.
પાર્શ્વનાથ પંચ વધાવા સ્તવન (સંદર્ભ-હસ્તપ્રત) “મહાવીર સ્વામી - પાંચ વધાવાની માફક “પાર્શ્વનાથના પાંચ વધાવા”ની કૃતિ પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકનું વર્ણન કરતી ચરિત્રાત્મક ભક્તિપ્રધાન રચના છે. પંચકલ્યાણક સ્તવન વ્યવહાર જીવનમાં વિશેષ પ્રચલિત છે. કવિએ અહીં “વધાવા' શબ્દ પ્રયોગથી સ્તવનની રચના કરી છે. વધાવા એ સ્તવનનો પર્યાયવાચી શબ્દ છે. માત્ર ભગવાનનું જન્મ કલ્યાણક જ વધામણી કે ખુશી વ્યક્ત કરવાનો મર્યાદિત અર્થ પ્રગટ થતો નથી પણ બાકીનાં કલ્યાણકો પણ ભવ્યજીવોને અનેરો ઉલ્લાસ આપે છે તેમ સમજવાનું છે.
વધવા
૨૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org