________________
આ સ્તવનની રચનાનો સંદર્ભ હસ્તપ્રતને આધારે નીચેની પંક્તિઓથી જાણી શકાય છે.
‘ઇતિ શ્રી પાર્શ્વનાથ પરમેશ્વરજીના પાંચ વધાવા ગુણગર્ભિત સ્તવન સંપૂર્ણ લિખીત સંવત ૧૮૮૦ના વર્ષે પોષ સુદ-૬ દિને શ્રી પાટણ મધ્યે. શુભંભવતુ શ્રી. સામાન્ય રીતે ઢાળબદ્ધ રચનાઓમાં દુહાથી વસ્તુ નિર્દેશ કરાવીને ‘ઢાળ’માં તેનો વિકાસ થાય છે. અહીં કવિએ પ્રથમ ઢાળથી જ ‘વધાવા'ની રચનાનો પ્રારંભ કરતાં પ્રભુની મુખમુદ્રાનો મહિમા ગાયો છે. કવિના શબ્દો છે
જિન મુખ પંકજ વાસિની રે, આપો વચન સુરંગ; સાહિબ સુખ કરું રે, ત્રેવિસમો સુલતાન ‘આ. ॥ ૧ ॥
હસ્તપ્રત ૧. પ્રથમ વધાવામાં ભગવાનના ચ્યવન કલ્યાણકનો ઉલ્લેખ કરીને જન્મ થયો તે વિશે માહિતી છે.
ચ્યવન વધાવો ગાવતાં રે પ્રગટે પુણ્ય. બીજા વધાવામાં ૫૬ દિકકુમરીઓ મેરૂપર્વત પર ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે તેનું વર્ણન છે. આ પ્રકારની રચનાઓમાં પરંપરાગત નિરૂપણ હોય છે. તેમાં કવિ કલ્પનાનો કોઈ અવકાશ હોતો નથી. કવિએ ભગવાનના જન્મોત્સવની ચિત્રાત્મક અભિવ્યક્તિ કરતાં જણાવ્યું છે કે -
-
‘મૃગ મદ કેશર ચંદન અરચે અંગ, ધૂપ દીપ શુભ મંગલ આઠે આલેખીરે’ ભગવાનની બાલ્યાવસ્થામાં આ રીતે દેવોની ભક્તિ અપૂર્વ ગણાય છે. ભગવાનને આરતી મંગલ દીવો કરવો, પુત્ર જન્મની વધામણીના સમાચાર આપવા.
આ પ્રકારની રચનાની પરંપરાગત વિગતો નીચે મુજબ છે.
જ્ઞાનતીર્થની યાત્રા
૨૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org