________________
દીપવિજય કવિરાજ ચરણ શિરનામી મેં બીજો વધાવો ગાતાં નવ નિધિ પામી રે
સંયમ અવસર આવ્યો છે એમ જાણીને લોકાંતિક દેવો પ્રભુને સંયમ સ્વીકારવા વિનંતી કરે છે. એટલે દીક્ષા કલ્યાણકની માહિતી ત્રીજા વધાવામાં છે.
ભોગ કરમ ક્ષીણ જાણી ત્રિભુવન નાથજી, જગહિત જાણી કંબલ દાન દીય શુભ મારગ રે લો.” દીક્ષા મહોત્સવ પરમ પ્રમોદ આરંભીયો રે'
સુરપતિ ને સુરગણ કનકના કળશથી પ્રભુને અભિષેક કરે છે. અંગો પ્રભુનાં ચંદન કેસરથી સુવાસિત કરીને સાધુ વેશ આપે છે અને પ્રભુ અણગાર બને છે.
પ્રભુએ દીક્ષા સ્વીકારીને ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ચિંહુ ગતિ ફેરા ફરી, પ્રભુ વરીયા કેવલ કમલા. કેવલજ્ઞાનથી પ્રભુ જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ધરાવે છે - એમ જણાવ્યું છે.
પાંચમાં વધારામાં ભગવાનની દેશના, પરિવારની માહિતી, ભગવાનની વાણીના ગુણ, અતિશય વગેરેની માહિતી છે.
સુદ પાંચમ શ્રાવણ માસની રે, શિવપુર વસીયા'
આ પંક્તિ દ્વારા ભગવાનના નિર્વાણ કલ્યાણકનો ઉલ્લેખ થયો છે.
દેશી બદ્ધ ગેય ઢાળ યુક્ત આ રચના પાર્શ્વનાથ ભગવાનની ચરિત્રાત્મક માહિતી આપે છે. ઉપમાઓ અને વર્ણનમાં કોઈ નવીનતા નથી.
વધાવા
૨૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org