________________
વનપાલક - નગર રક્ષક ગામમાં પ્રભુજી પધાર્યા છે તેની નગરજનોને વધામણી રૂપે આ સમાચાર આપે છે. આ શુભ સમાચાર સાંભળીને લોકો ઉત્સાહપૂર્વક પ્રભુને વંદનાર્થે વાજતે-ગાજતે જાય છે.
ઉપા. વિનયવિજયજીની મરૂદેવી માતાની સઝાયમાં આ માહિતીનો ઉલ્લેખ થયો છે.
ઋષભજી આઈ સમોસર્યા, વિનીતા નગરી મોઝાર હરખે દેઉં રે વધામણાં ઊઠી કરી રે ઉલ્લાસ
મરૂદેવી માતા... પૂ. રાજવિજયની રૂક્મણિરાણીની સઝાયમાં નેમનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારે છે. તે પ્રસંગે શ્રી કૃષ્ણને વધામણીના સમાચાર આપવામાં આવે છે. કવિના શબ્દો છે -
વનપાલક સુખદાય, દીયો વધામણી આય. આછેલાલ નેમિ વંદન તિહાં આવીયાજી. | ૨ |
આ સંદર્ભથી વધામણી-વધાવાનો સંદર્ભ પ્રાચીનકાળથી વ્યવહાર અને ધર્મજીવનનો એક ભાગ-આચાર છે.
સાધુ ભગવંતોનો નગર પ્રવેશ, ચાતુર્માસ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન, ઉપધાન, અંજન, શલાકા, પ્રતિષ્ઠા, મહોત્સવ, દીક્ષા પ્રસંગ વગેરેમાં સાધુ ભગવંતોને “વધાવા' વધામણાથી સન્માન કરવામાં આવે છે.
વ્યવહાર જીવનમાં લગ્ન પ્રસંગે સાસુ-જમાઈને વધાવે છે. આ પ્રણાલિકા પણ વ્યવહારની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે.
પરિવારમાં પુત્ર જન્મનો પ્રસંગ વધામણીનો ગણાય છે. આ રીતે વધાવાની માહિતી ખરી રીતે તો ભક્તિ માર્ગની એક વિશિષ્ટ ક્રિયા છે કે જેનાથી પ્રભુ અને ગુરુની ભક્તિ થાય છે. ૨૬૦
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org