Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
માગશર વદ દશમીએ દીક્ષા, દીધી મોહમાયાને શિક્ષા, કરપાત્રે પ્રભુ ભીક્ષા. થયા. ૨ નિજ આતમમાં લયલીન, બાહ્ય ભાવમાં માની ન દીન, શુદ્ધ ચિંતવતા રૂપ જિન. થયા. ૩ પરિષહ સહિયા દુઃખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઈ, ધર્મ શુક્લમાં લયલાવી. થયા. ૪ શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા યોગે પવિત્ર, બુદ્ધિસાગર વીરચરિત્ર. થયા. પ
ચોથો કેવલ કલ્યાણક વધાવો ભવિ તમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ. વૈશાખ સુદિ દશમી મહાવીરજીન, કેવલ જ્ઞાનને પામ્યા, શુક્લ ધ્યાને ઘાતિકર્મનો, નાશ કરી દુઃખ વામ્યા, ભવિજન વંદોરે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા. ૧ સમવસરણ દેવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે, જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ભવિ. ૨ ચોત્રીશ અતિશયે છાજે અહમ્, વાણી ગુણ પાંત્રીશે, દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે. ભવિ. ૩ સંઘ ચતુર્વિધ તીર્થને સ્થાપ્યું, ભારત દેશ ઉદ્ધરિયો, ચોવીસમા તીર્થંકર છેલ્લા, અનંત ગુણનો દરિયો. ભવિ. ૪ એકાદશ ગણધર નિજપાટે, ગૌતમ આદિ થાપ્યા, બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી, ત્રણ્ય ભુવનમાં વ્યાપ્યા. ભવિ. ૫
વધાવા
૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324