________________
અહીં ઋષભદેવ ભગવાનના જન્મની વધાઈની માહિતી મળે છે.
મહોત્સવ દરમિયાન રાત્રિના સમયે જિનાલયમાં ભાવના દ્વારા ભક્તિની રમઝટ જામે છે. ભાવનાને અંતે ભગવાનની “વધાઈ સંગીતકારના સૂરોની સાથે તાલ મિલાવીને ભક્તો પણ વધાઈ ગાય છે.
મારા નાથની વધાઈ બાજે છે. મારા પ્રભુજીની વધાઈ બાજે છે શરણાઈ સૂર નોબત બાજે ઔર ધનાધન ગાજે છે. મારા નાથની.
માત્ર જન્મકલ્યાણક સિવાય પણ ભક્તિભાવનાથી વધાઈ ગવાય છે.
મહોત્સવમાં પૂજા ભણાવ્યા પછી પ્રભુને વધાવા માટેની ક્રિયા થાય છે. તીરથ પદની પૂજાથી આ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે.
શ્રી તીરથ પદ પૂજો ગુણીજન, જેહથી તરીએ તે તીરથ રે તીરથ પદ ધ્યાનો ગુણ ગાવો, પચરંગીરણ (રત્નો) મિલાવો રે થાળ ભરી ભરી તીરથ વધાવો જિન-અનંત ગુણ ગાવો રે
પ્રાચીનકાળમાં પ્રભુને વધાવવા માટે સોના-રૂપાનાં પુષ્પોમોતીનો ઉપયોગ થતો હતો. કેવી ભાવભીની ભક્તિ હશે ?
પ્રભુના જન્મકલ્યાણક કે વધાવા સાથે સામ્ય ધરાવતી “કળશ” સ્વરૂપની રચનામાં જન્માભિષેક જન્મકલ્યાણકનું વર્ણન કરવામાં આવ્યું છે.
વચ્છભંડારી શ્રાવક કવિએ પાર્શ્વનાથના કળશની રચના કરી છે. અહીં અભિષેકના અર્થમાં “કળશ” સંજ્ઞાનો પ્રયોગ થયો છે. વધાવા
૨૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org