________________
ભક્ત કવિ સૂરદાસ અને તુલસીદાસનાં કેટલાંક પદો “વધાઈ નામથી રચાયાં છે. “વધાઈ લોકગીત સાથે સામ્ય ધરાવતો લઘુ કાવ્ય પ્રકાર છે. મુખ્યત્વે તો તે “પદ' સ્વરૂપની રચના છે.
વધાવા' લઘુ કાવ્ય પ્રકાર છે. તેમાં ભગવાનના દીક્ષાકેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગોનું ભાવવાહી વર્ણન કરવામાં આવે છે. “સ્નાત્રપૂજા'ની રચનામાં માત્ર પ્રભુના જન્મ કલ્યાણકનું રસિક અને ચિત્રાત્મક શૈલીમાં વર્ણન કરવામાં આવે છે. આ મંગલમય પ્રસંગ ભક્તિની સાથે ભવ્યાત્માઓના જીવનમાં પણ મંગલસૂચક બને છે.
કવિરાજ દીપવિજયજીએ પાર્શ્વનાથ પંચ વધાવા (સ્તવન)ની રચના કરી છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરિએ શ્રી મહાવીર પ્રભુના પાંચ વધારાની રચના કરી છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. વધાવા
શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા આ. બુદ્ધિસાગરસૂરિએ ગહુંલી સંગ્રહ ભા.-રમાં પ્રગટ કર્યા છે. ગેય દેશીઓના પ્રયોગથી વધાવાનો સરળ શૈલી અને પ્રભુ મહાવીર સ્વામીના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. વધાવાનું વસ્તુ પંચકલ્યાણકના સ્તવન સાથે સામ્ય ધરાવે છે. શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા
પહેલો વધાવો-શ્રાવણ વરસે રે સુજની. એ રાગ. મહાવીર પ્રભુનો રે વધાવો, પહેલો સંઘ સકળ મળી ગાવો, ત્રીજે ભવેરે અરિહંત, કર્મ નિકામું તપ ગુણવંત. મ. ૧ દશમા સ્વર્ગથી રે ચવિયા, ત્રિશલાના ઉદરે અવતરિયા, ભારત દેશે રેસોહે, ક્ષત્રિફંડ સહુનાં મન મોહે. મ. ૨
વધાવા
૨૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org