________________
મળે છે. આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે તે ન્યાયે પુણ્ય પાપ ભોગવવા માટે જન્મ-જરા અને મરણના ત્રિવિધ તાપથી ત્રસ્ત થવું પડે છે. ભૌતિક સુખ નાશવંત છે. સુખની સામગ્રી પૌદગલિક હોઈ ક્ષણિક તરંગ બુદ્ગદ્ સમાન આભાસી સુખ આપીને નષ્ટ થાય છે.
પત્ની, પુત્ર, સંપત્તિ, સત્તા, ઉચ્ચપદવી, સન્માન આદિ પણ પાપનાં બંધરૂપ હોઈ તેમાં આસક્તિ રાખવા જેવી નથી. એક માત્ર આભાસી-નાશવંત સુખને બદલે શાશ્વત સુખનો પુરૂષાર્થ એજ માનવ જન્મની સાર્થકતા છે. જ્ઞાની પુરૂષો, સંતો, મહાત્માઓ, ગણધરો, તીર્થકરો અને યોગીઓ બધાએ જીવનમાં જે કોઈ પુરૂષાર્થ કર્યો હતો તે માત્ર શાશ્વત સુખ મેળવવા માટે જ ભૌતિક સુખનો એમના ચરણોમાં આળોટવા તૈયાર હતું. તીર્થકર ભગવંતની સમૃદ્ધિ સંપત્તિ અને સુખ સામગ્રીનો વિચાર કરીએ તો માનવ પાસે આ સામગ્રીતૃણવત્ છે.
પૂર્વ જન્મના શુભાશુભ કર્મના ઉદયથી જીવાત્મા કહેવાના પૌદ્ગલિક સુખને મેળવે છે. પણ આ સુખ માટે પુરૂષાર્થ તો કરવો જ પડે છે. આ પુરૂષાર્થમાં વર્ષો વીતી જાય છે અને જીવન પુર્ણ થાય છે. જો આવી જ સ્થિતિ હોય તો પુરૂષાર્થથી શું પ્રાપ્ત થયું. જીવોની ઘોર અજ્ઞાનતાને કારણે સુખની લાલચ પાછળ દુર્લભ મનુષ્ય જન્મ વેડફી નાંખે છે. પરિણામે પુનઃ મનુષ્ય જન્મ મળશે કે કેમ તેનો કોઈ નિશ્ચય થતો નથી. માટે કર્મજન્ય સુખ મળે તો તેમાં આસક્તિ રાખ્યા વગર માત્ર શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવો જોઈએ. નિકાચિતકર્મ તો ભોગવવું જ પડે છે. તે સિવાયનાં કર્મોની નિર્જરી થવાથી ક્રમશઃ આત્મા શાશ્વત સુખના રાજમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. પૌદ્ગલિક સુખથી આસક્તિ વધે છે અને તેનાથી રાગ-દ્વેષના
૨૫૬
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org